અહલુવાલિયા, એચ. પી. એસ. (જ. 6 નવેમ્બર 1936, સિયાલકોટ, પાકિસ્તાન) : ભારતના જાણીતા પર્વતારોહી. બાળપણ સિમલાની ટેકરીઓમાં વીત્યું અને તેના ઢોળાવ પર રમતાં રમતાં પર્વતનું તીવ્ર આકર્ષણ થયેલું. 196૦ના જાન્યુઆરીમાં સિકંદરાબાદમાં હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ બ્રિગેડિયર જ્ઞાનસિંઘનું પર્વતારોહણ વિશે પ્રવચન સાંભળીને પર્વતારોહક થવાની ઇચ્છા જાગી. 1961માં દાર્જિલિંગમાં બેઝિક માઉન્ટેનિયરિંગનું શિક્ષણ…
વધુ વાંચો >