અરુણકુમાર ગોવર્ધનપ્રસાદ અમીન

અતિવર્ણકતા

અતિવર્ણકતા (hyperpigmentation): ચામડીનો શ્યામ રંગ થવો તે. ચામડીમાં રહેલ લોહી, કેરોટીન (પીતવર્ણક) તથા મિલાનિન (કૃષ્ણવર્ણક) નામનાં રંગકરણો અથવા વર્ણકદ્રવ્યો(pigments)નું પ્રમાણ માણસની ચામડીનો રંગ નક્કી કરે છે. પીતવર્ણક ચામડીને પીળાશ, કૃષ્ણવર્ણક કાળાશ અને લોહીના રક્તકોષો ચામડીને લાલાશ આપે છે. કૃષ્ણવર્ણકનું પ્રમાણ વધતાં ચામડીની કાળાશ વધે છે. તેને અતિવર્ણકતા કહે છે. કૃષ્ણવર્ણકના…

વધુ વાંચો >

અળાઈ

અળાઈ : ગરમી કે બફારાને કારણે શરીર પર થતી નાની ફોલ્લીઓ. ગરમી અને ભેજવાળી આબોહવા ધરાવતા ઉષ્ણકટિબંધવાળા દેશોના પ્રદેશોમાં તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક વ્યવસાયોમાં કે ઉદ્યોગગૃહોમાં (જ્યાં વધુ પડતી ગરમી અને ભેજ હોય ત્યાં) કામ કરતા લોકોને ચામડીનો આ રોગ થવાનો સંભવ હોય છે. ગરમ કપડા પહેરનાર,…

વધુ વાંચો >

ઊંદરી

ઊંદરી (favus) : માથાની ચામડીનો રોગ. માથાના વાળની આસપાસ ગંધક જેવાં પીળાં કે કેસરી (saffron) રંગનાં ટાંકણીની ટોચ જેવડાં ભીંગડાં કરતો ફૂગજન્ય રોગ. તે ટ્રાઇકોફાયટન શિન્લેની (Trichophyton schoenleini) નામની ફૂગથી, ખાસ કરીને રશિયનો, ઇટાલિયનો અને ભારતીયોમાં થાય છે. ક્યારેક તેનો ફેલાવો આખા શરીર તથા નખમાં પણ થાય છે. તેનાં ભીંગડાંને…

વધુ વાંચો >