અમિતાભ મડિયા

પૈ લક્ષ્મણ

પૈ, લક્ષ્મણ (જ. 21 જાન્યુઆરી 1926, માર્ગોવા, ગોવા) : ગોવાના મહત્ત્વના રાષ્ટ્રીય ચિત્રકાર. કિશોરાવસ્થામાં પૈ ગોવા ખાતે 1940માં એક ફોટો સ્ટુડિયોમાં કામ કરતી વેળા ફોટોગ્રાફ્સને ટચીંગ કરીને સુધારતા અને આ કામમાંથી તેમનો ચિત્રકલામાં રસ જાગ્રત થયો. એ અરસામાં તેમણે ગોવા લિબરેશન મૂવમેન્ટમાં ભાગ લીધો અને તેમની વાર ધરપકડ થઈ હતી.…

વધુ વાંચો >

પૉપ આર્ટ

પૉપ આર્ટ : પરંપરાગત કલામૂલ્યોના ટીકાત્મક પ્રતિભાવ રૂપે, આધુનિક સભ્યતાની લાક્ષણિકતાઓમાંથી બીજા વિશ્વયુદ્ધ પછી ઉદભવેલો કલાપ્રવાહ.  છાપાં, સામયિકો, ટીવી જેવાં સમૂહ-માધ્યમો, સમૂહ-વિજ્ઞાપન, આધુનિક જીવનશૈલી અને વ્યાપારલક્ષી સંસ્કૃતિનાં ઉત્પાદનો તથા માનવસર્જિત સાધનોનો કલાકૃતિઓ તરીકે સ્વીકાર કરવા જેવી બાબતો પર પૉપ આર્ટનો ખ્યાલ મંડાયેલો છે. ફોટોગ્રાફ, પોસ્ટર, જાહેરાતની સામગ્રી, કાર્ટૂન ચિત્રમાળા, પૅકેજિંગ…

વધુ વાંચો >

પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક

પૉપ ઍન્ડ રૉક મ્યુઝિક : 1950 પછી આધુનિક ઔદ્યોગિક પશ્ચિમી સમાજનું લોકપ્રિય અને લોકભોગ્ય સંગીત. તેનું એક મુખ્ય વલણ ઍન્ટિ-ક્લાસિસિઝમ (Anti-classicism) છે. તેના ફેલાવામાં રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો અને મુદ્રિત ધ્વનિ ટૅક્નૉલૉજીનો મોટો ફાળો છે. 1950 પછી લોકભોગ્ય સંગીતના સ્વરૂપે અભૂતપૂર્વ ચાહના પ્રાપ્ત કરનાર પૉપ મ્યુઝિકની બહોળી લોકપ્રિયતા પાછળ ઇલેક્ટ્રૉનિક વાદ્યો,…

વધુ વાંચો >

પૉલક જૅકસન

પૉલક, જૅકસન (જ. 28, જાન્યુઆરી 1912, કોડી, વાયોમીંગ, યુ.એસ.એ.; અ. 11 ઑગસ્ટ 1956, સ્પ્રીન્ગ્ઝ, ન્યુ યોર્ક સ્ટેટ, યુ.એસ.એ.) : અમૂર્ત અભિવ્યક્તિવાદી (abstract expressionist) અને ક્રિયાત્મક ચિત્રશૈલી(action painting)ના અમેરિકી કલાકાર. અમૂર્ત અભિવ્યક્તિવાદ એટલે ડાઘા, ધબ્બા, ડબકા તથા લસરકા વડે અમૂર્ત અભિવ્યક્તિ કરવાની મથામણ. દેખાતી દુનિયાની રજૂઆત તેમાં નથી હોતી. ક્રિયાત્મક ચિત્રશૈલીમાં…

વધુ વાંચો >

પૉલાઇવૉલો ઍન્તોનિયો

પૉલાઇવૉલો, ઍન્તોનિયો (જ. 11 જાન્યુઆરી, 1433, ફ્લૉરેન્સ; અ. 5 ફેબ્રુઆરી, 1498, રોમ) : માનવદેહ-રચનાનો તજ્જ્ઞ ચિત્રકાર અને તૈલચિત્રની નવી તરકીબોનો પ્રણેતા. પિતા જેકોપો પૉલાઇવૉલોએ પુત્ર ઍન્તોનિયોને સોનીનો ધંધો શીખવા માટે બર્ટોલુચિયો દી મિકેલી પાસે મોકલ્યો. આ ઉપરાંત કાસ્તાન્યો પાસેથી ચિત્રકલા અને દોનતેલ્લો પાસેથી શિલ્પકલા શીખ્યો. થોડા જ વખતમાં ફ્લૉરેન્સના બધા…

વધુ વાંચો >

પ્રભા, બી.

પ્રભા, બી. (જ. 1931, નાગપુર) : મહિલા ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1955માં મ્યૂરલ ચિત્રકળામાં ડિપ્લોમા મેળવ્યો. 1956થી શરૂ કરીને લગભગ પ્રત્યેક વર્ષે તે મુંબઈમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કરતાં રહ્યાં છે. આ ઉપરાંત બૅંગકૉક, જાપાન તથા યુરોપના વિવિધ દેશોમાં પણ તે પ્રદર્શનો કરતાં રહ્યાં છે. તેમનાં…

વધુ વાંચો >

પ્રભાવવાદ (impressionism)

પ્રભાવવાદ (impressionism) (ચિત્રમાં) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં પાંગરેલી પ્રથમ આધુનિક ચિત્રશૈલી. પ્રભાવવાદના ઉદય પાછળ ઘણાં પરિબળોએ ભાગ ભજવ્યો છે. વિજ્ઞાનના વિકાસ અને પ્રસારને પરિણામે ચિત્રકારો પણ વસ્તુલક્ષી બન્યા હતા. બરૉક, રકોકો અને નવપ્રશિષ્ટવાદના વર્ણનાત્મક (કથનાત્મક) તેમજ સ્ટુડિયોમાં પુરાઈ રહીને ચીતરવાના રૂઢ વલણ સામે તેમાં પ્રત્યાઘાત વ્યક્ત થયો છે. કોઈ…

વધુ વાંચો >

પ્રાગૈતિહાસિક કળા

પ્રાગૈતિહાસિક કળા : આપણી જાણકારીમાં હોય એવી સૌથી જૂની કળા. તે માનવજાતના ઉદગમના સમય જેટલી એટલે કે હજારો વરસ જૂની છે એ વાત હવે વૈજ્ઞાનિક રીતે પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. કલાસર્જન માનવજાતની સૌથી પ્રાચીન પ્રવૃત્તિઓમાંની એક હોવાના પુરાવા મળે છે. ચિત્ર અને શિલ્પની કળા વણાટકામ અને માટીનાં વાસણ બનાવવાની…

વધુ વાંચો >

પ્રારંભકાલીન ખ્રિસ્તી કળા

પ્રારંભકાલીન ખ્રિસ્તી કળા : ખ્રિસ્તી ધર્મના શરૂઆતના તબક્કાની કળા. ઈસવી સનની પ્રારંભિક સદીઓમાં રોમન સામ્રાજ્યનો ધ્વંસ થઈ રહ્યો હતો ત્યારે મધ્યપૂર્વમાંથી પ્રચાર દ્વારા આવેલા ખ્રિસ્તી ધર્મે યુરોપમાં પકડ જમાવી. ખ્રિસ્તી કળાનો ઉદભવ રોમન સામ્રાજ્યમાં ભળેલા કેટલાક એશિયાઈ દેશોનાં સાંસ્કૃતિક પરિબળો, સામાજિક-આધ્યાત્મિક ખ્યાલો અને પ્રતિભાવોમાંથી થયેલો છે. એશિયાઈ દેશો સુધી વિસ્તરેલા…

વધુ વાંચો >

પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ ચિત્રકળા

‘પ્રિરફાયેલાઇટ બ્રધરહુડ’ ચિત્રકળા : 1848માં બ્રિટનમાં ઉદભવેલી અને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પાંગરેલી ચિત્રશૈલી. ઓગણીસમી સદીની મધ્યમાં સ્થાપિત મૂલ્યો અને સ્વીકૃત પ્રણાલીઓ સામે તેણે ક્રાંતિકારી વાતાવરણ ફેલાવ્યું. તેના સ્થાપકો ત્રણ પ્રખર વિચારકો અને ચિત્રકારો હતા : દાન્તે ગૅબ્રિયલ રૉઝેતી, વિલિયમ હૉલ્માન હન્ટ અને જૉન એવરેટ મિલે. પાછળથી તેમાં ટૉમસ વૂલ્નર, બર્ન…

વધુ વાંચો >