અમિતાભ મડિયા

પાર્મિજિયાનીનો ફ્રાન્ચેસ્કો માત્ઝોલા

પાર્મિજિયાનીનો, ફ્રાન્ચેસ્કો માત્ઝોલા (જ. 1503, પાર્મ; અ. 1540, પાર્મ) : ઇટાલિયન રીતિવાદી (mannerist) ચિત્રકારોમાંનો સૌથી વધુ સંવેદનશીલ અને મનોહર ચિત્રકાર. 1522-23માં તેણે સેન્ટ જિયોવાના ઈવૅન્જલિસ્ટ ચર્ચમાં ભીંતચિત્રો ચીતર્યાં. રૅફેલના અવસાન પછી તે રોમમાં આવ્યો અને રૅફેલની કલા-વિશેષતા વધુ વિકસાવી; જેમ કે, સુંદરતા, લાવણ્ય, આલંકારિકતા અને અતિ લાંબી માનવ-આકૃતિઓ. આ રીતે…

વધુ વાંચો >

પિકાસો પાબ્લો

પિકાસો, પાબ્લો (જ. 25 ઑક્ટોબર 1881, માલાગા, સ્પેન; અ. 8 એપ્રિલ 1973) : યુગલક્ષી સ્પૅનિશ ચિત્રકાર. માલાગાની સ્થાનિક કલાશાળામાં પિતા રૂઇઝ બ્લાસ્કો એક સામાન્ય કલાશિક્ષક હતા. બાળપણથી જ પિકાસોએ ચિત્રકારની પ્રતિભાનાં લક્ષણો દાખવ્યાં હતાં. તેમણે પ્રથમ બાર્સિલોના તથા પછી માડ્રિડ અકાદમીમાં કલાશિક્ષણ મેળવ્યું. પાબ્લોએ તરુણાવસ્થાથી જ પિતાની `બ્લાસ્કો’ અટકનો ત્યાગ…

વધુ વાંચો >

પિછવાઈ (પિછવાઈ-ચિત્રો)

પિછવાઈ (પિછવાઈ–ચિત્રો) : રાજસ્થાનની ચિત્રશૈલીઓની નાથદ્વારા પ્રશાખાના મોટા કદના કાપડ પર કરેલાં તથા ધાર્મિક પ્રસંગે લટકાવવામાં આવતાં ચિત્રો. શ્રીનાથજીના શૃંગારમાં સાજનો કલ્પનાશીલ ઉપયોગ કરવામાં આવે છે. સાજ એટલે શણગારના પ્રયોજનથી ઉપયોગમાં લેવાતું રાચરચીલું અને બીજી સહાયક સામગ્રી. તેમાં હાથવણાટનાં વસ્ત્રો પણ ખરાં. આ સાજસામગ્રીમાં સિંહાસન, સીડી, ચોકી (સિંહાસન નજીક મૂકેલ…

વધુ વાંચો >

પિયેરો દેલ્લો ફ્રૅન્ચ્યેસ્કા

પિયેરો દેલ્લો ફ્રૅન્ચ્યેસ્કા (જ. 1420, સાન સેપોલ્કો ફલોરેન્સ, ઇટાલી; અ. 2 ઑક્ટોબર, 1492 સાન સેપોલ્કો, ફલોરેન્સ, ઇટાલી) : યુરોપના પુનરુત્થાનકાળના મહત્વના ચિત્રકાર. પ્રારંભે તેઓ કળાઇતિહાસવિદો દ્વારા ઉપેક્ષાનો ભોગ બન્યા હતા, પણ વીસમી સદીના આરંભે તેઓ પંદરમી સદીના ઇટાલી અને યુરોપના એક મહત્વના ચિત્રકાર તરીકે પ્રતિષ્ઠિત થયા. ચિત્રોમાં એક ગણિતજ્ઞ જેવી…

વધુ વાંચો >

પિરામિડ

પિરામિડ : એ નામની ભૌમિતિક આકૃતિ ધરાવતાં પ્રાચીન ઇજિપ્ત અને પ્રાચીન અમેરિકાનાં વિશાળ સ્થાપત્યો. પ્રાચીન ઇજિપ્ત : પ્રાચીન ઇજિપ્તમાં ચોરસ પ્લાન ઉપર પિરામિડની બાંધણી થતી. ચોરસ પ્લાનને કારણે ઊભી થતી ચાર ત્રિકોણાકાર બાજુઓ ઊંચી આવીને પ્લાનના કેન્દ્રબિંદુની સ્તંભરેખામાં એકબીજીને એક બિંદુએ મળી જઈ ટોચની રચના કરતી. ‘પિરામિડ’ શબ્દ સંભવત: ગ્રીક…

વધુ વાંચો >

પિલ્લઈ કે. એસ. (Pillai K. S.)

પિલ્લઈ, કે. એસ. (Pillai K. S.) (જ. 13 જુલાઈ 1919, માવેલિક્કારા, જિલ્લો એલાપ્યુઝા, કેરળ; અ. 20 એપ્રિલ 1978, તિરુવનન્તપુરમ્) : મલયાળમ સામયિકોના પ્રથમ કાર્ટૂનિસ્ટ કલાકાર. માવેલિક્કારા ખાતેની રાજા રવિવર્મા સ્કૂલમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કોટ્ટાયમથી પ્રકાશિત થતાં સામયિકો ‘મલયાળા મનોરમા’ તથા ‘દેશબંધુ’માં પિલ્લઈ દ્વારા સર્જાયેલા રાજકીય વ્યંગ્ય, કટાક્ષ…

વધુ વાંચો >

પુરખુ

પુરખુ (જ.  અને અ. ઓગણીસમી સદી, કાંગડા ખીણનું સામ્લોટી ગામ) : પહાડી ચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. કૌટુંબિક અટક ‘ગુલેરિયા’ તજી દઈને પ્રથમ નામે (પુરખુ) જ ચિત્રો આલેખીને પ્રસિદ્ધિ મેળવી. પિતા ધુમ્મન કાંગડાના રાજા ઘમંડચંદના રાજ્યાશ્રિત ચિત્રકાર હતા. પુરખુએ પિતા પાસે તાલીમ મેળવી – ઘમંડચંદના અવસાન પછી તેમના પુત્ર રાજા સંસારચંદનો રાજ્યાશ્રય…

વધુ વાંચો >

પુસોં નિકલસ

પુસોં નિકલસ (જ. 15 જૂન 1594, નૉર્મન્ડી, ઉત્તર ફ્રાંસ; અ. 19 નવેમ્બર 1665 રોમ, ઇટાલી) : ફ્રાંસના પ્રસિદ્ધ ચિત્રકાર. આશરે 1612માં તેઓ પૅરિસ ગયા અને ફ્લેમિશ વ્યક્તિચિત્રકાર એલે પાસે તાલીમ મેળવી. 1621માં તે ફિલિપ દ શાંપેનના હાથ નીચે લક્સમ્બર્ગ પૅલસમાં સુશોભન કરવાના કામમાં જોડાયા. પ્રાચીન ગ્રેકો-રોમન અને ફ્રાંસના રાજદરબારમાં રહેલ…

વધુ વાંચો >

પૂર્વ યુરોપીય ચલચિત્ર

પૂર્વ યુરોપીય ચલચિત્ર : પૂર્વ યુરોપના દેશોમાં વિકસેલી ચલચિત્રની પ્રવૃત્તિ. ચલચિત્રક્ષેત્રે અગ્રણી યુરોપના મોટાભાગના દેશો બીજા ઘણા દેશોની જેમ વીસમી સદીના પ્રારંભથી જ ચલચિત્રોનું નિર્માણ કરવા માંડ્યા હતા. પણ બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ યુરોપના દેશોમાં રાજકીય સ્થિતિ એકદમ પલટાઈ અને આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવૅકિયા (હાલના ચેક રિપબ્લિકન અ સ્લોવૅકિયા), પૂર્વ જર્મની,…

વધુ વાંચો >

પેખ્સ્ટીન, મૅક્સ

પેખ્સ્ટીન, મૅક્સ (જ. 31 ડિસેમ્બર 1881, જ્રિવક્કાઉ(Zwickau) જર્મની; અ. 29 જૂન 1955, વેસ્ટ બર્લિન) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. ડ્રેસ્ડન નગરમાં તાલીમ લીધા બાદ તેઓ 1906માં ડાય બ્રુક જૂથના સભ્ય બન્યા. આ જૂથની સ્થાપના 1905માં કીર્ખનર અને શ્મિટરૉટલફ જેવા આગળ પડતા અભિવ્યક્તિવાદી કલાકારોએ કરેલી. 1907-08માં તેમણે ઇટાલી અને પૅરિસની મુલાકાત લીધેલી…

વધુ વાંચો >