અમિતાભ મડિયા
કિયા સાન્દ્રો
કિયા, સાન્દ્રો (Chia, Sandro) (જ. 20 એપ્રિલ 1946, ફ્લૉરેન્સ, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો એન્ઝો કુકી (Enzo Cuchhi) અને ફ્રાન્ચેસ્કો ક્લૅમેન્તી (Francesco Clementi) સાથે તેની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે. આધુનિકતાવાદની શૈલીઓ અને વાદોની ભરમાર ફગાવીને પોતે ‘ગમી…
વધુ વાંચો >કિયોનાગા તોરી
કિયોનાગા, તોરી (Kiyonaga, Torii) (જ. 1752, જાપાન; અ. 28 જૂન 1815, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ-ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. રંગમંચ માટે પડદા અને ‘બૅકડ્રૉપ્સ’ (પિછવાઈ) ચીતરવાની પરંપરા ધરાવતા એક પરિવારમાં તેનો જન્મ થયેલો. આહલાદક નિસર્ગની પશ્ચાદભૂમાં લાલિત્યપૂર્ણ અંગભંગિ ધરાવતી જાપાની મહિલાઓને ચિત્રિત કરવા માટે તે ખાસ જાણીતો છે. વૃક્ષો…
વધુ વાંચો >કિરિકો જ્યૉર્જિયો
કિરિકો, જ્યૉર્જિયો (જ. 10 જુલાઈ 1888, ગ્રીસ; અ. 20 નવેમ્બર 1978, રોમ, ઇટાલી) : ઇટાલીનો પરાવાસ્તવવાદી ચિત્રકાર. બાળપણમાં ઍથેન્સમાં ડ્રૉઇંગની તાલીમ લીધી હતી. થોડા જ સમયમાં પિતાનું અવસાન થતાં માતા અને નાના ભાઈ સાથે કિરિકો પણ જર્મનીમાં મ્યૂનિક જઈ વસ્યો. જર્મનીમાં સ્વિસ રંગદર્શી ચિત્રકાર આર્નૉલ્ડ બોક્લીનનો પ્રભાવ તેની ઉપર પડ્યો.…
વધુ વાંચો >કિંગ બી. બી.
કિંગ, બી. બી. (જ. 16 સપ્ટેમ્બર 1925, ઇટા બેના, મિસિસિપી, અમેરિકા; અ. 14 મે 2015 , લાસ વેગાસ, યુ.એસ.) : જાઝ સંગીતની ‘બ્લૂ’ શૈલીનો અગ્રિમ ગિટારવાદક. મૂળ નામ રિલે કિંગ. ‘બ્લૂ’ શૈલીના અલગ અલગ લયના વિકાસમાં તેનો ફાળો મહત્ત્વનો છે. મિસિસિપીનાં હબસી માતાપિતાનો પુત્ર બી. બી. કિંગ બાળપણમાં જ બ્લૅક…
વધુ વાંચો >કીટ જ્યૉર્જ
કીટ, જ્યૉર્જ (જ. 17 એપ્રિલ 1901, કેન્ડી, શ્રીલંકા; અ. 31 જુલાઈ 1993, કોલમ્બો, શ્રીલંકા) : આધુનિક શ્રીલંકન ચિત્રકાર. બ્રિટિશ પિતા અને સિંહાલી માતાના સંતાન જ્યૉર્જનું બાળપણ બ્રિટનમાં વીત્યું. તરુણાવસ્થામાં તેઓ ભારત આવ્યા અને તેમને પ્રણાલીગત ભારતીય કલાના પ્રખર પુરસ્કર્તા આનંદ કુમારસ્વામીનો પરિચય થયો. પરિણામે ભારતીય વિષયોનું આલેખન કરવું તેમણે શરૂ…
વધુ વાંચો >કુઓ સી
કુઓ, સી (Kuo, Hsi) (જ. આશરે 1060, લોયાન્ગ પ્રાંત, ચીન; અ. 1120, ચીન) : સુન્ગ રાજવંશ-કાળનો ઉત્તર ચીનનો સૌથી વધુ ખ્યાતનામ ચિત્રકાર. નિસર્ગચિત્રણા ઉપર તેણે ભાષ્ય પણ લખેલું : ‘લૉફ્ટી રૅકર્ડ ઑવ્ ફૉરેસ્ટ્સ ઍન્ડ સ્ટ્રીમ્સ’. તેમાં સુન્ગ કાળમાં પ્રચલિત ચિત્રણાની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિગતવાર સમજાવવામાં આવી છે. કુઓનાં ખૂબ થોડાં ચિત્રો…
વધુ વાંચો >કુ કાઈ-ચિહ
કુ, કાઈ-ચિહ (જ. આશરે ઇ. 344, વુહ્સી, ક્યાંગ્સુ પ્રાંત, ચીન; અ. આશરે ઈ. 405, ચીન) : ચીની વ્યક્તિચિત્રણાની ભવ્ય પરંપરાના પ્રણેતા ચિત્રકારોમાંનો એક. કુ વિશે એવો લેખિત દસ્તાવેજ મળી આવ્યો છે કે ચીનમાં લોકપ્રિય બનેલ બૌદ્ધ સંત વિમલકીર્તિનું પ્રથમ વ્યક્તિચિત્ર તૈયાર કરનાર એ જ હતો. એના ચિત્ર ‘નિમ્ફ ઑવ્ ધ…
વધુ વાંચો >કુકી એન્ઝો
કુકી, એન્ઝો (Cuchhi, Enzo) (જ. 14 નવેમ્બર 1949, એડ્રિયાટિક સમુદ્રકાંઠે આન્કોના, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો ફ્રાન્ચેસ્કો ક્લૅમેન્તી અને સાન્દ્રો કિયા સાથે તેની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે. ખેડૂત પરિવારમાં જન્મેલ કુકીએ વતનની ધરતીમાંથી જ પ્રેરણા મેળવી ચિત્રો…
વધુ વાંચો >કુડાલ્લુર અચ્યુતમ્
કુડાલ્લુર, અચ્યુતમ્ (જ. 1945, કુડ્ડાલુર, કેરાલા; અ. 18 જુલાઈ 2022, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો દેશવિદેશમાં અનેક સ્થળોએ યોજાયાં છે. પ્રણાલીગત હિંદુ ધાર્મિક અને રોજબરોજના જીવનનાં પ્રતીકોને શણગારાત્મક/સુશોભનાત્મક શૈલીએ એકમેક સાથે સંયોજિત કરીને આલેખવા માટે તેઓ જાણીતા છે. નાગ, સાથિયા, કોડિયાં, ત્રિશૂળ, ઓમ્, બીજચંદ્ર, હાથ અને પગની…
વધુ વાંચો >