અભિજિત વ્યાસ

વ્યાસ, શરદ

વ્યાસ, શરદ (જ. 14 જાન્યુઆરી 1929, ભંડારિયા (વિરપુર)) : ગુજરાતમાં ફોટોગ્રાફીના પ્રારંભના કેટલાક ફોટોગ્રાફરોમાંના એક. શરદ વ્યાસે અગિયાર વર્ષની ઉંમરે ફોટોગ્રાફીનો આરંભ કરેલો. શાળાકીય શિક્ષણ એમણે ખાસ નહોતું મેળવ્યું પણ ફોટોગ્રાફીનો અભ્યાસ એમણે સ્વયં ફોટોગ્રાફીનાં અંગ્રેજી પુસ્તકો અને સામયિકો વાંચીને કર્યો તથા સ્થાનિક ફોટોગ્રાફર મિત્રોના ડાર્કરૂમમાં રોલ ડેવલપિંગ અને પ્રિન્ટિંગનું…

વધુ વાંચો >

શાહ, મનોજ શાકરચંદ

શાહ, મનોજ શાકરચંદ (જ. 5 ફેબ્રુઆરી 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક, અભિનેતા અને પ્રોડ્યૂસર. મનોજ શાહનું નવ ધોરણ સુધીનું શાળાકીય શિક્ષણ મુંબઈ અને અમદાવાદમાં થયું. એમણે એમની કારકિર્દીની શરૂઆત એક નૃત્યદિગ્દર્શક તરીકે કરી હતી. પણ એ સમયે મહેન્દ્ર જોશીના એક નાટકથી પ્રભાવિત થઈને નાટ્યદિગ્દર્શક થવાનું નક્કી કર્યું. નાટ્યજગતના અન્ય…

વધુ વાંચો >

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન 

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન  (જ. 2 નવેમ્બર 1965, દિલ્હી) : ફિલ્મ અભિનેતા. એસ.આર.કે. તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પિતા મીર તાજમોહમદ પેશાવરના એક સ્વાતંત્ર્યસેનાની હતા. અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયેલી તથા ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની સંસ્થા ‘ખુદાઈ ખીતમગાર’ના સક્રિય સભ્ય હતા. એમણે આઝાદીના આંદોલનમાં પણ…

વધુ વાંચો >

શાહ, વિપુલ અમૃતલાલ

શાહ, વિપુલ અમૃતલાલ (જ. 8 જૂન 1967, ડાકોર) : હિન્દી ફિલ્મો અને ધારાવાહિક શ્રેણીના એક મહત્ત્વના નિર્માતા-દિગ્દર્શક. એમણે મુંબઈની કે. સી. કૉલેજમાં અભ્યાસ કરેલો છે. ફિલ્મસર્જનમાં આવ્યા પહેલાં તેઓ ગુજરાતી નાટકો સાથે સંકળાયેલા હતા. એમની પહેલી ફિલ્મ ‘દરિયા છોરુ’ (1999) ગુજરાતીમાં સર્જાયેલી. આ પછીની બધી ફિલ્મોનું સર્જન એમણે હિન્દીમાં કરેલું…

વધુ વાંચો >