અનુ. એરચ મા. બલસારા
કલ્પિત કણો
કલ્પિત કણો (quasi-particles) : બે કરતાં વધુ કણ ધરાવતા બૃહત્તંત્ર(macrosystem)ના ક્વૉન્ટમ ગુણધર્મોના અભ્યાસ માટે સામાન્યત: ઉપયોગમાં લેવાતું એક ખૂબ જ સફળ મૉડલ. ચિરપ્રતિષ્ઠિત યંત્રશાસ્ત્ર (classical mechanics) કે ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં બૃહત્તંત્રના કણ માટે ગણતરી કરવી અતિ મુશ્કેલ બને છે, કારણ કે પ્રત્યેક કણ બીજા ઘણા બધા કણ સાથે આંતરક્રિયા (interaction) કરે…
વધુ વાંચો >કવચ મૉડેલ ન્યૂક્લિયર
કવચ મૉડેલ ન્યૂક્લિયર (nuclear shell model) : ન્યૂક્લિયસની ધરા-અવસ્થાઓ(ground states)નાં ‘સ્પિન’, જુદા જુદા ન્યૂક્લિયૉન વચ્ચે થતી આંતરપ્રક્રિયા (interaction) અને ન્યૂક્લિયસની ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) અંગે સમજૂતી આપતું તેમજ ન્યૂક્લિયસની ઉત્તેજિત અવસ્થાઓ (excited states) અંગે માહિતી દર્શાવતું મૉડેલ. અમેરિકામાં એમ. જી. મેયર અને જર્મનીમાં જેનસેન, સુએસ તથા હેક્સલ નામના વૈજ્ઞાનિકોએ 1949માં…
વધુ વાંચો >કવચ મૉડેલ પરમાણુ
કવચ મૉડેલ પરમાણુ (Atomic Shell Model) : તત્વોના રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા (periodicity) તેમજ રાસાયણિક ગુણધર્મોની સમાનતા દર્શાવતી, પરમાણુક્રમાંક (atomic number) Z દ્વારા ઉદભવતી જાદુઈ સંખ્યા(magic numbers)નાં વિશિષ્ટ મૂલ્યો વિષેની સમજૂતી આપતું મૉડેલ. ઓગણીસમી સદીના આરંભે વૈજ્ઞાનિક ડૉલ્ટને સૂચવ્યું કે બધાં રાસાયણિક તત્વોના મૂળ ઘટકો સરળ એકમના બનેલા હોય છે, જેને…
વધુ વાંચો >ફેરલ કોષ
ફેરલ કોષ (Ferrel cell) : વાતાવરણમાં સરેરાશ પવન-પરિવહન દર્શાવતો કોષ. વાતાવરણ-વિજ્ઞાનના અભ્યાસના પ્રારંભિક દિવસોમાં પૃથ્વી ઉપરના વાતાવરણની સરેરાશ (કોઈ એક રેખાંશ માટે તમામ અક્ષાંશ ઉપર લીધેલ સરેરાશ) પરિવહન-વર્તણૂક સમજાવવા માટે ત્રિકોષીય સિદ્ધાંતનું સૂચન કરવામાં આવેલ. ફેરલ કોષ 30થી 60 અંશ અક્ષાંશ વચ્ચેના પરિવહનને અનુરૂપ હોય છે. આ સિદ્ધાંત ફેરલે 1856માં…
વધુ વાંચો >ફોહન પવન (foehn wind)
ફોહન પવન (foehn wind) : પર્વતની નીચેની બાજુએ વાતો ગરમ અને શુષ્ક પવન. પર્વતીય વિસ્તારમાં આવેલા ઊંચાણ-નીચાણવાળા ભાગો – સ્થળર્દશ્ય (climate) દ્વારા પવનની ક્ષૈતિજ ગતિ વિક્ષિપ્ત થાય છે અને હવાને ઊંચે ચઢવા કે નીચે ઊતરવાની ફરજ પડે છે. આ ક્રિયા દરમિયાન તેના દબાણમાં ફેરફાર થાય છે, જેને કારણે તાપમાનમાં ફેરફાર…
વધુ વાંચો >