અનિલ રાવલ

બારોટ, કાનજી ભૂટા

બારોટ, કાનજી ભૂટા (જ. આસો સુદ એકમ વિ. સં. 1975 ઈ.સ. 1919 ટીંબલા, અમરેલી જિલ્લો, અ. 28 સપ્ટેમ્બર 1990, વિ. સં. 2045 ચલાલા) : ગુજરાતી લોકસાહિત્યના બારોટી શૈલીના છેલ્લા વાર્તાકથક અને લોકવાર્તાકાર. પિતા ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ અને માતા અમરબાઈ. કર્મભૂમિ ચલાલા. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. બાળપણમાં પિતા સાથે યજમાનોને ત્યાં…

વધુ વાંચો >

ભાકર, મનુ

ભાકર, મનુ (જ. 18 ફેબ્રુઆરી 2002, ગોરિયા, હરિયાણા) : ઑલિમ્પિક રમતોમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય મહિલા નિશાનેબાજ. જન્મ જાટ પરિવારમાં. પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર અને માતા સુમેધા શાળામાં શિક્ષક. મનુએ ઝજ્જરની યુનિવર્સલ પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી દિલ્હીની શ્રીરામ કૉલેજ ફોર વિમેનમાંથી રાજનીતિવિજ્ઞાન(Political Science)માં ઑનર્સની…

વધુ વાંચો >

ભાગવત મોહનરાવ મધુકરરાવ

ભાગવત, મોહનરાવ મધુકરરાવ (જ. 11 સપ્ટેમ્બર 1950, ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છઠ્ઠા સરસંઘચાલક. મોહનરાવ મધુકરરાવ ભાગવતનો જન્મ મહારાષ્ટ્રના એક કરહાંગે બ્રાહ્મણ મરાઠી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ત્રણ પેઢીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલો હતો. તેમના દાદાનારાયણ ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. પિતા મધુકરરાવે ગુજરાતમાં રાષ્ટ્રીય…

વધુ વાંચો >

મન કી બાત

મન કી બાત  : ભારત દેશનો પહેલો ‘નેત્રહીન સમૃદ્ધ રેડિયો કાર્યક્રમ’. ‘મન કી બાત’ કાર્યક્રમ 3 ઑક્ટોબર, 2014, વિજયા દશમીના દિવસે પહેલી વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ પછી 2 નવેમ્બર, 2014ના રોજ બીજો, 25 નવેમ્બર, 2018ના રોજ પચાસમો અને 30 એપ્રિલ, 2023ના રોજ સોમો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો.…

વધુ વાંચો >

મહારાજા કરણી સિંહ

મહારાજા કરણી સિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર અ. 6 સપ્ટેમ્બર 1988, નવી દિલ્લી) : લોકસભાના સભ્ય, સુપ્રસિદ્ધ નિશાનેબાજ અને બિકાનેર રાજ્યના અંતિમ મહારાજા. તેમનું નામ તેમની કુળદેવી કરણીમાતા પરથી પાડવામાં આવ્યું હતું. તેમનું શાલેય શિક્ષણ બિકાનેરમાં થયું. સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ…

વધુ વાંચો >

મહેતા, વેદ

મહેતા, વેદ (જ. 21 માર્ચ 1934, લાહોર અ. 9 જાન્યુઆરી 2021, મેનહટ્ટન, ન્યૂયૉર્ક) : ભારતીય મૂળના અમેરિકામાં વસતા પત્રકાર, નિબંધ લેખક, જીવનચરિત્રકાર તથા આત્મકથાલેખક. પંજાબી હિંદુ પરિવારમાં જન્મ. પિતા અમોલક રામ મહેતા અને માતા શાંતિ મહેતા. પિતા ભારત સરકારના વરિષ્ઠ જાહેર આરોગ્ય અધિકારી હતા. 3 વર્ષની ઉંમરે સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસને કારણે વેદે…

વધુ વાંચો >

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા)

મામણિયા, દામજીભાઈ લાલજીભાઈ (એન્કરવાલા) (જ. 25 સપ્ટેમ્બર 1937, કુંદરોડી, જિ. કચ્છ, અ. 29 જાન્યુઆરી 2023, મુંબઈ) : કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ, દાનવીર તથા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપનીના સ્થાપક. તેમના પિતા લાલજીભાઈ તેમના ગામમાં પૈસાની લેવડ-દેવડનું કામ કરતા હતા. દામજી 6 વર્ષના હતા ત્યારે તેમના પિતા મુંબઈ આવ્યા અને…

વધુ વાંચો >

મુર્મૂ, દ્રોપદી

મુર્મૂ, દ્રોપદી (જ. 20 જૂન 1958, મયૂરભંજ, ઓડિશા) : આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયના આદિવાસી સમુદાયના પ્રથમ અને ભારતના 15મા રાષ્ટ્રપતિ. દ્રૌપદી મુર્મૂનો જન્મ સંથાલી આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ બિરંચી નારાયણ ટુડુ. પિતા અને દાદા ગ્રામપરિષદ(ગ્રામપંચાયત)ના પરંપરાગત વડા(નિયુક્ત સરપંચ) હતા. તેમના પરિવારે તેમનું નામ પુતિ ટુડુ રાખ્યું…

વધુ વાંચો >

રહાણે, અજિંક્ય મધુકર

રહાણે, અજિંક્ય મધુકર (જ. 6 જૂન 1988, અશ્વિ કેડી,મહારાષ્ટ્ર) : ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન. પિતા મધુકર બાબુરાવ રહાણે અને માતા સુજાતા રહાણે. સાત વર્ષની ઉંમરે પિતા તેમને ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથે નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધું. 17 વર્ષની ઉંમરથી…

વધુ વાંચો >

રાજગોપાલ પી. વી.

રાજગોપાલ પી. વી. (જ. 1948, થિલેન્કેરી, કેરળ) : 2023 નિવાનો શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ‘પદયાત્રા ગાંધી’ તરીકે ઓળખાતા ભારતીય અહિંસક સામાજિક કાર્યકર. ઘાંડિયન પરિવારમાં જન્મેલા. તેમનું આખું નામ રાજગોપાલ પુથાન વીટીલ છે, પરંતુ તેમના આખા નામ સાથે જાતિ-સંબંધિત બાબત ટાળી શકાય એ માટે તેઓ જાહેરમાં તેમના પ્રથમ નામનો જ…

વધુ વાંચો >