અનિલ રાવલ
દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય
દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય (જ. 6 નવેમ્બર 1890, સાણંદ; અ. 18 મે 1948, અમદાવાદ) : ગુજરાતની સૌપ્રથમ સહકારી ગૃહમંડળીના સ્થાપક અને પિતા. તેઓ ગાંધીવાદી નેતા અને પ્રખ્યાત સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના લઘુબંધુ હતા. તેમનું કુટુંબ ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં ભાડે રહેતું હતું. પ્રીતમરાય ઈ. સ. 1908માં મૅટ્રિક થયા. એ જ…
વધુ વાંચો >દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય
દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય (જ. 20 નવેમ્બર 1880, ગોધરા, જિ. પંચમહાલ; અ. 31 માર્ચ 1950, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના ઉમદા સામાજિક કાર્યકર. શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું. પછી અમદાવાદની બી. જે. મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી કોલકાતા યુનિવર્સિટીમાંથી 1906માં એલ.સી.પી.એસ. થઈને ડૉક્ટર બન્યા હતા. પૂર્વજો મૂળ અલીણા ગામના…
વધુ વાંચો >નવું ભારતીય સંસદ ભવન
નવું ભારતીય સંસદ ભવન : આત્મનિર્ભર અને પ્રગત ભારતનો પરિચય કરાવતી અત્યાધુનિક ઇમારત. આ ભવન ત્રિકોણાકારમાં બનાવેલું છે. અગાઉ 1927માં બનેલા જૂના સંસદ ભવનમાં લોકસભામાં વધુમાં વધુ 552 અને સેન્ટ્રલ હોલમાં વધુમાં વધુ 436 વ્યક્તિઓ બેસી શકે એટલી જ ક્ષમતા હતી. વધતી જતી વસ્તી અને નવા સીમાંકનને પરિણામે ભવિષ્યમાં સાંસદોની…
વધુ વાંચો >નાનજી, પ્રાણલાલ દેવકરણ
નાનજી, પ્રાણલાલ દેવકરણ (જ. 11 જૂન 1894, પોરબંદર; અ. 22 જુલાઈ 1956, મુંબઈ) : જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના…
વધુ વાંચો >નાયક (ડૉ.) રઘુભાઈ મોરારજીભાઈ
નાયક, (ડૉ.) રઘુભાઈ મોરારજીભાઈ (જ. 15 ઑગસ્ટ, 1907, ચલથાણ, જિ. સૂરત; અ. 31 માર્ચ, 2003, અમદાવાદ) : ગુજરાતના ઉચ્ચ કોટિના આજીવન કેળવણીકાર અને આદર્શ શાળાઓના સ્થાપક. પિતાનું નામ મોરારજીભાઈ અને માતાનું નામ કાશીબા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ માસીના ઘરે સુરત જિલ્લાના ગોતા ગામમાં રહીને મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સુરતના અનાવિલ છાત્રાલયમાં…
વધુ વાંચો >નેતન્યાહુ, બેન્જામિન
નેતન્યાહુ, બેન્જામિન (જ. 21 ઑક્ટોબર, 1949, તેલઅવીવ, ઇઝરાયેલ) : ઇઝરાયેલના 9મા સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન. બિનસાંપ્રદાયિક યહૂદી પરિવારમાં જન્મેલા નેતન્યાહુનો ઉછેર જેરૂસલેમમાં અને ફિલાડેલ્ફિયામાં થયો હતો. માતા ઝીલા સેગલ અને તેમના પિતા બેન્ઝિઓન નેતન્યાહુ હતાં. તેમણે જેરૂસલેમમાં હેનરીએટા સ્ઝોલ્ડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચેલ્ટનહામ હાઈસ્કૂલમાં ભણ્યા અને…
વધુ વાંચો >પટેલ, ડૉ. બિમલ હસમુખ
પટેલ, ડૉ. બિમલ હસમુખ (જ. 31 ઑગસ્ટ 1961, બિલિમોરા) : સ્થપતિ, શિક્ષણવિદ અને અર્બન પ્લાનર. પિતા હસમુખ પટેલ અને માતાનું નામ ભક્તિ પટેલ. તેમનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયેલા હોલ, અમદાવાદમાં થયું હતું. તેમણે 1978થી 1984 દરમિયાન સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી, CEPT ખાતે અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >પાઠક, બિંદેશ્વર
પાઠક, બિંદેશ્વર (જ. 2 એેપ્રિલ 1943, રામપુર બઘેલ, જિ. વૈશાલી, બિહાર, અ. 15 ઑગસ્ટ, 2023, નવી દિલ્હી) : ‘ટૉઇલેટ મૅન ઑવ્ ઇન્ડિયા’ તરીકે જાણીતા સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક. બિંદેશ્વર પાઠક ભારતીય રેલવેના સ્વચ્છ રેલ મિશન માટેના અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. પિતા રમાકાંત અને માતા યોગમાયા દેવી. તેમણે 1964માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી…
વધુ વાંચો >પેરિનબહેન કૅપ્ટન
પેરિનબહેન કૅપ્ટન (જ. 12 ઑક્ટોબર 1888, માંડવી; અ. 17 ફેબ્રુઆરી 1958, પુણે) : ભારતીય મહિલા સ્વાતંત્ર્યસેનાની. દાદાભાઈ નવરોજીના મોટા પુત્ર અરદેશરની સૌથી નાની પુત્રી. પિતા ડૉક્ટર. માતા વીરબાઈ દાદીના. પેરિનબહેને 1893માં પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં થયું. ઉચ્ચ અભ્યાસ અર્થે ફ્રાંસ ગયાં. પૅરિસની સોર્બોન નુવૅલે…
વધુ વાંચો >પ્રોજેક્ટ ટાઇગર
પ્રોજેક્ટ ટાઇગર : ભારતમાં વાઘનું સંરક્ષણ કરવા માટેનો પ્રોજેક્ટ. આઝાદી વખતે દેશમાં 40000 વાઘ હતા પરંતુ તેમના વ્યાપક શિકારને કારણે 1970 સુધીમાં આ સંખ્યા ઘટીને 2000થી નીચે થઈ ગઈ.ઇન્ટરનેશનલ યુનિયન ફોરકન્ઝર્વેશન ઑફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરતાં જાણવા મળ્યું…
વધુ વાંચો >