હિન્દી સાહિત્ય
સિંહ શિવમંગલ ‘સુમન’
સિંહ, શિવમંગલ ‘સુમન’ (જ. 5 ઑગસ્ટ 1915, ઝગરપુર, જિ. ઉન્નાવ, ઉ. પ્ર.; અ. ?) : હિંદી કવિ. તેમણે 1940માં એમ.એ. અને 1950માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સની પદવી મેળવી હતી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મિટ્ટી કી બારાત’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનું તખલ્લુસ…
વધુ વાંચો >સીતારામમૂર્તિ તુમ્મલા
સીતારામમૂર્તિ, તુમ્મલા (જ. 1901, કાવુરુ, જિ. ગંતુર, આંધ્રપ્રદેશ; અ ?) : તેલુગુના નામી કવિ. તેમની ‘મહાત્મા-કથા’ (1968) કૃતિને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1930માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી ‘ઉભયભાષા-પ્રવીણ’ની ડિગ્રી મેળવી. તેઓ સંસ્કૃત અને હિંદીની પણ સારી જાણકારી ધરાવતા હતા. પ્રારંભમાં પ્રકૃતિવિષયક કાવ્યો લખ્યા પછી તેઓ રાષ્ટ્રપ્રેમની હાકલથી…
વધુ વાંચો >સુદામા અન્ના રામ
સુદામા, અન્ના રામ (જ. 23 મે, 1923, રુનિયા બારાબસ, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી નવલકથાકાર, કવિ અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘મેવાઈ રા રુંખ’ બદલ 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તેમની નાની વયે તેમના પિતા ગુમાવ્યા અને તેમની આજીવિકા માટે ખૂબ મુશ્કેલીઓ વેઠવી…
વધુ વાંચો >સૂરદાસ
સૂરદાસ (જ. 1478, સીહી, જિ. ગુરગાંવ, હરિયાણા; અ. 1580, પરાસૌલી) : 16મી સદીના હિંદી સાહિત્યના લોકપ્રિય શ્રેષ્ઠ ભક્ત કવિ. પ્રારંભમાં તેઓ મથુરા પાસે ગૌઘાટમાં સાધુ રૂપે વિનયનાં પદો લખીને ગાતા હતા, ત્યાં પુષ્ટિમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્ય(1478-1530)નો મેળાપ થયો. તેમણે તેમને દીક્ષિત કર્યા અને ભગવાનનું લીલાગાન રચવા પ્રેર્યા. તેમની નિષ્ઠા જોઈને તેમને…
વધુ વાંચો >સૂરસાગર
સૂરસાગર : હિન્દી ભક્તકવિ સૂરદાસની પ્રમાણિત કૃતિ. એક મત પ્રમાણે કવિએ પોતે આ ગ્રંથ લખ્યો હોય અથવા તેમની દેખરેખ હેઠળ હસ્તપ્રત તૈયાર થઈ હોવાનો કોઈ પુરાવો નથી; તેથી તેનો પ્રમાણિત મૂળ પાઠ ઉપલબ્ધ નથી. જોકે જયપુરના ગ્રંથાલયમાંથી મળેલી 1573ની પ્રત પ્રાચીનતમ ગણાય છે. મથુરા, નાથદ્વારા, કોટા, બૂંદી, બીકાનેર, ઉદેપુર વગેરે…
વધુ વાંચો >સેહગલ હરદર્શન
સેહગલ, હરદર્શન (જ. 26 ફેબ્રુઆરી 1935, કુન્ડિયન, જિ. મિન્યાંવલી, હાલ પાકિસ્તાનમાં) : હિંદી લેખક. વાયરલેસ ટૅક્નૉલૉજી ડિપ્લોમા. રેલવેના અધિકારીપદેથી સેવાનિવૃત્ત. તેમની માતૃભાષા સરિયાકી (પંજાબી) હોવા છતાં તેમણે હિંદીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મૌસમ’ (1980), ‘તેરહ મુંહવાલા દિન’ (1982), ‘ગોલ લિફાફે’ (1997) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘સફેદ પાંખોં કી ઉડાન’…
વધુ વાંચો >સૈની રાજકુમાર
સૈની, રાજકુમાર (જ. 7 સપ્ટેમ્બર 1942, દિલ્હી) : હિંદી વિવેચક અને લેખક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. (હિંદી) તથા એલએલ.બી.ની તેમજ ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવી, પછી તેઓ ગૃહ-વિષયક બાબતોના મંત્રાલય હેઠળ રાજભાષા વિભાગના નિયામક (સંશોધન) તરીકે જોડાયા. તેઓ રાજભાષા અંગેની સંસદ સમિતિમાં કાર્યકારી સેક્રેટરી; ‘રાજભાષા ભારતી’ અને ‘રાજભાષા પુષ્પમાલા’ના સંપાદક; ફણીશ્વરનાથ રેણુ…
વધુ વાંચો >સોબતી કૃષ્ણા (શ્રીમતી)
સોબતી, કૃષ્ણા (શ્રીમતી) (જ. 18 ફેબ્રુઆરી 1925, ગુજરાત [હવે પાકિસ્તાનમાં]; અ. 25 જાન્યુઆરી 2019) : હિંદીનાં પ્રસિદ્ધ લેખિકા. તેમની ‘જિંદગીનામા : જિંદા રુખ’ નામની નવલકથાને 1980ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે દિલ્હી, સિમલા અને લાહોર ખાતે શિક્ષણ લીધું હતું. દિલ્હી વહીવટી તંત્રના શિક્ષણ વિભાગમાં ‘પ્રૌઢશિક્ષણ’ના તંત્રી તરીકે…
વધુ વાંચો >સ્નાતક વિજયેન્દ્ર (જ. 23 ડિસેમ્બર 1914 વૃંદાવન મથુરા ઉત્તરપ્રદેશ)
સ્નાતક, વિજયેન્દ્ર (જ. 23 ડિસેમ્બર 1914, વૃંદાવન, મથુરા, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિવેચક અને વિદ્વાન. તેમણે હિંદી અને સંસ્કૃતમાં એમ.એ.ની પદવી, ‘શાસ્ત્રી’ તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે સેવાનિવૃત્ત થયા છે. તેઓ હિંદી સાહિત્ય સંમેલનના પ્રમુખ, 1996માં હિંદી સાહિત્ય સંમેલન(અલ્લાહાબાદ)ના પ્રમુખ રહેલા.…
વધુ વાંચો >‘હરિઔધ’ અયોધ્યાસિંહ ઉપાધ્યાય
‘હરિઔધ’ અયોધ્યાસિંહ ઉપાધ્યાય (જ. 15 એપ્રિલ 1865; અ. 16 માર્ચ 1947) : ખડી બોલીમાં પહેલા પ્રબંધકાવ્યની રચના કરનાર હિન્દી કવિ. ‘હરિઔધ’ પહેલાં વ્રજભાષામાં કાવ્ય લખતા. સન 1880થી 1889 સુધી મોટે ભાગે એમણે વ્રજમાં કાવ્યસર્જન કર્યું. ‘કૃષ્ણશતક’, ‘પ્રેમામ્બુવારિધિ’, ‘પ્રેમામ્બુપ્રવાહ’, ‘રસિકરહસ્ય’ અને ‘ઋતુમુકુર’ તેમની પ્રારંભિક રચનાઓ છે. આ સમયે હિન્દીમાં ગદ્ય અને…
વધુ વાંચો >