હર્ષદભાઈ પટેલ

ફરેઇરા, માઇકલ

ફરેઇરા, માઇકલ (જ. 1 ઑક્ટોબર 1938) : ભારતના અગ્રણી બિલિયર્ડ ખેલાડી. 16 વર્ષની ઉંમરે બિલિયર્ડ રમવાનું શરૂ કર્યું હતું અને 10 વર્ષ પછી 26 વર્ષની ઉંમરે 1964માં તેનું પરિણામ પ્રાપ્ત થયું. 1964માં ન્યૂઝીલૅન્ડમાં રમાયેલ વિશ્વ બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે 1964…

વધુ વાંચો >

ફૂટબૉલ

ફૂટબૉલ : પગ વડે દડાને રમવાની રમત. આ રમતમાં દડાને હાથ સિવાય શરીરના કોઈ પણ અવયવ વડે રમી શકાય છે. ફૂટબૉલની રમતની શરૂઆત ક્યારથી થઈ તે કહેવું મુશ્કેલ છે. તે અંગે મતમતાંતરો પ્રવર્તે છે. પાંચ સો વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીસમાં ‘હારપેસ્ટમ’ તરીકે ફૂટબૉલની રમત જાણીતી હતી. ઘણા તજ્જ્ઞો એવું જણાવે…

વધુ વાંચો >

ફૉલોઑન

ફૉલોઑન : ક્રિકેટની રમતમાં પ્રતિસ્પર્ધી ટીમને તેમની બૅટિંગનો ક્રમ બદલી સતત બીજી વખત બૅટિંગ કરવાની ફરજ પાડવી તે. પાંચ દિવસની મૅચ માટે ફૉલોઑન માટે ઓછામાં ઓછા 200 રનની સરસાઈની જરૂર રહે છે. ત્રણ દિવસની મૅચ માટે 150 રનની સરસાઈ હોય તો સામેની ટીમ ફૉલોઑન થઈ શકે છે. બે દિવસની મૅચમાં…

વધુ વાંચો >

બાઉન્સર

બાઉન્સર : ક્રિકેટમાં ગોલંદાજ દ્વારા નાખવામાં આવતો ટૂંકી પિચવાળો દડો, જે પિચ પર ટપ્પો પડીને બૅટ્સમૅનની છાતી, ખભા કે માથા સુધી ખૂબ વેગથી ઊછળતો હોય. ‘બાઉન્સર’ શબ્દ ક્રિકેટની રમત સાથે સંબંધ ધરાવે છે. બાઉન્સર એટલે કોઈ પદાર્થ(બૉલ)નું કોઈ પણ કઠણ પદાર્થ (પિચ) સામે અથડાઈને પાછું ઊછળવું. બાઉન્સરનો ઉપયોગ બૅટ્સમૅનને ડરાવવા…

વધુ વાંચો >

બિકિલા અબીબી

બિકિલા અબીબી (જ. 7 ઑગસ્ટ 1932, ઇથોપિયાના નાના ગામમાં; અ. 25 ઑક્ટોબર 1973) : મૅરેથોન દોડનો વિશ્વનો સમર્થ રમતવીર. અબીબીના પિતા ભરવાડ હતા અને તેને પર્વતો ઉપર રહેવાનું થતું હતું. અબીબી અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. તેણે શરૂઆતનું જીવન પર્વતો ઉપર દરિયાની સપાટીથી 2,134 મીટરની ઊંચાઈ પર વિતાવ્યું હતું. પર્વત…

વધુ વાંચો >

બિલિયર્ડ

બિલિયર્ડ : એક વિદેશી રમત. આ રમતનું ઉદભવસ્થાન ફ્રાન્સ ગણાય છે. ઇંગ્લૅન્ડમાં આ રમત અંગ્રેજ ઉમરાવો પોતાનાં મકાનોમાં મનોરંજન માટે રમતા હતા. પછી આ રમત મકાનોમાંથી ક્લબોમાં રમાવા લાગી. ઇંગ્લૅન્ડમાંથી ભારતના રાજાઓ બિલિયર્ડની રમતને ભારતમાં લાવ્યા. સાધનસંપન્ન વ્યક્તિઓ ફુરસદના સમયમાં મનોરંજન માટે આ રમત રમતા. એકલી વ્યક્તિ પણ કલાકોના કલાકો…

વધુ વાંચો >

બેકર, બૉરિસ

બેકર, બૉરિસ (જ. 22 નવેમ્બર 1967, લિમેન, જર્મની) : વિખ્યાત ટેનિસ-ખેલાડી. પિતાનું નામ કર્લ-હિન્ઝ બેકર અને માતાનું નામ એલવિસ બેકર. એના પિતાએ સ્થપતિનું કામ કરતાં બેકરના ઘરની નજીકમાં ટેનિસ સેન્ટર બાંધ્યું હતું. તે વખતે બૉરિસ ત્રણ વર્ષનો હતો. બૉરિસને એના પિતા તાલીમ આપતા હતા, તેથી તેનામાં ટેનિસની રમત પ્રત્યેનો લગાવ…

વધુ વાંચો >

મેદાની રમતો

મેદાની રમતો : રમતો – સ્પર્ધાત્મક રમતો આંતરભિત્તીય (INDOOR) તેમજ બહિરભિત્તીય (OUTDOOR) પ્રકારની હોય છે. મેદાની રમતો બહુધા બહિરભિત્તીય રમતો છે. મેદાની રમતો ખુલ્લા આકાશ નીચે મેદાનમાં રમાય છે. મેદાની રમતોમાં રમવાની સપાટી જમીન, ઘાસ, બરફ તેમજ કૃત્રિમ ઘાસ – સિન્થેટિક્સ–ની હોય છે. ઘણી રમતો પશ્ચિમના દેશોમાં આંતરભિત્તીય રમાય છે;…

વધુ વાંચો >

મોટેરા સ્ટેડિયમ

મોટેરા સ્ટેડિયમ : ગુજરાત રાજ્યમાં ક્રિકેટની રમત વ્યાપક લોકચાહના ધરાવે છે. જ્યારે મોટેરા સ્ટેડિયમનું અસ્તિત્વ ન હતું ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન વન-ડે મૅચો અને ટેસ્ટ મૅચોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર કરતું. જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટની મૅચોનું આયોજન થતું ત્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશન, ગુજરાત સ્પૉર્ટ્સ ક્લબ…

વધુ વાંચો >

લઘુ રમતો (minor games)

લઘુ રમતો (minor games) : આબાલવૃદ્ધ સૌ રમતોનો આનંદ લઈ શકે તેવી સરળ ગૌણ રમત. એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિને રમવાથી આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. બાળકો, યુવાનો, સ્ત્રીઓ, વડીલો સૌને તે ગમે છે. તેમનાથી શરીરના સ્નાયુઓની યોગ્ય વૃદ્ધિ થાય છે, શરીરનો વિકાસ થાય છે. રમતો રમવાથી…

વધુ વાંચો >