સ્પૅનિશ સાહિત્ય

ઊનામૂનો (ય જુગો)

ઊનામૂનો (ય જુગો) મિગ્વેલ દ (જ. 21 સપ્ટેમ્બર 1864, બિલ્બાઓ, સ્પેન; અ. 31 ડિસેમ્બર 1936, સૅલમૅન્ક) : સ્પૅનિશ તત્ત્વચિંતક, સાહિત્યકાર અને કેળવણીકાર. તેઓ કવિ, નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક હતા. સ્પેનના તેમના સમયના સૌથી મહાન લેખક તરીકે તેમની ગણના થતી હતી. બિલ્બાઓમાં શાળાકીય શિક્ષણ પૂરું કરીને તેઓ 1880માં મૅડ્રિડ યુનિવર્સિટીમાં જોડાયા…

વધુ વાંચો >

એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ

એન્ઝિનસ, ફ્રાંસિસ્કો દ (જ. 1520, બર્ગોસ, સ્પેન; અ. 30 ડિસેમ્બર 1552, સ્ટ્રાસ્બર્ગ, જર્મની) : સ્પૅનિશ વિદ્વાન અને માનવતાવાદી લેખક. તેમણે સ્પૅનિશ સુધારણાકાળ (reformation) દરમિયાન મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે બાઇબલના ‘નવા કરાર’નું સ્પૅનિશ ભાષામાં કરેલું ભાષાંતર 1543માં ઍન્ટવર્પમાં પ્રગટ થયું હતું, કારણ કે સ્પેનમાં ધર્માંધોએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.…

વધુ વાંચો >

ઍલેકસાંદ્રે બિથેન્તે

ઍલેકસાંદ્રે બિથેન્તે (Aleixandre Vicente) (જ. 26 એપ્રિલ 1898, સેવિલે; અ. 13 ડિસેમ્બર 1984, મૅડ્રિડ) : 1977નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર સ્પૅનિશ કવિ. બાળપણ મલાગામાં વિતાવીને 1909માં સ્પેનના પાટનગર મૅડ્રિડમાં આવ્યા. 1925માં કિડનીનો ક્ષય થવાથી જીવનપર્યંત બીમાર રહ્યા. સ્પૅનિશ કવિ લૂઈ દે ગોન્ગોરાના ત્રણસોમી પુણ્યતિથિએ સ્થપાયેલ, ગાર્સિયા લૉર્કાની ‘જનરેશન…

વધુ વાંચો >

ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ

ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ (Miguel Angel Asturias) (જ. 19 ઑક્ટોબર 1899, ગ્વાટેમાલા શહેર, નૉર્થ સેન્ટ્રલ અમેરિકા; અ. 9 જૂન 1974) : સાહિત્ય માટેનો 1967નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્પૅનિશ ભાષાના નામાંકિત નવલકથાકાર અને કવિ. મિગલ એંજલ ઍસ્તૂરિયાસ ગ્વાટેમાલા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. 1923માં ‘ધ સોશિયલ પ્રોબ્લેમ ઑવ્ ધ ઇન્ડિયન’ એ વિષય…

વધુ વાંચો >

યુઆન રેમોં યિમેનેઝ (Juan Ramon Jimenez)

યુઆન રેમોં યિમેનેઝ (Juan Ramon Jimenez) (જ. 24 ડિસેમ્બર 1881, મોગુઅર, સ્પેન; અ. 29 મે 1958, સાન યુઆન, પી.આર.) : સ્પૅનિશ કવિ. તેમને તેમના સ્પૅનિશ ભાષામાં લખાયેલાં ઉચ્ચ આધ્યાત્મિક અને કલાત્મક ઊર્મિકાવ્યો માટે 1956નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. આધુનિક કવિતામાં શુદ્ધ કવિતાની ફ્રેંચ વિભાવનાની હિમાયત કરવાનું મહત્વનું…

વધુ વાંચો >