સુશ્રુત પટેલ

ગ્રીનબૅંક ઑબ્ઝર્વેટરી, અમેરિકા

ગ્રીનબૅંક ઑબ્ઝર્વેટરી, અમેરિકા : 1957માં સ્થાપવામાં આવેલી. ‘નૅશનલ રેડિયો-ઍસ્ટ્રોનૉમી ઑબ્ઝર્વેટરી’ (NRAO) નામની અમેરિકાની મોટામાં મોટી રેડિયો વેધશાળાનાં અમેરિકામાં પથરાયેલાં મુખ્ય ત્રણેક મથકો પૈકીનું એક. આ મથક વેસ્ટ વર્જિનિયા રાજ્યમાં ગ્રીનપાર્ક ખાતે આવેલું છે અને NRAOનાં અન્ય મથકોમાં સૌથી જૂનું છે. એક સેન્ટિમીટરથી લાંબી તરંગલંબાઈનાં રેડિયો મોજાં ઝીલતાં વિવિધ રેડિયો-ટેલિસ્કોપ અહીં…

વધુ વાંચો >

ચંદ્ર તિથિપત્ર (lunar calendar)

ચંદ્ર તિથિપત્ર (lunar calendar) : ચંદ્રની ગતિસ્થિતિનાં નિરીક્ષણો પરથી તારવેલા નિયમોને આધારે રચવામાં આવેલું પંચાંગ. સંસ્કૃતિના છેક ઉદગમથી ચંદ્ર અને સૂર્યનો સમયમાપક તરીકે ઉપયોગ થતો આવ્યો છે; પરંતુ સૂર્યની અપેક્ષાએ ચંદ્રની ગતિ તદ્દન અનિયમિત અને વિષમ છે. તેથી ચંદ્રનો સમયમાપક તરીકે ઉપયોગ પ્રમાણમાં અગવડભર્યો છે. ચંદ્રની ગતિ કેટલી અગવડભરી છે…

વધુ વાંચો >

ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites)

ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites) : કુદરતી રૂપમાં મળી આવતા કાચ જેવા પિંડ કે પદાર્થો. તે ખાસ પ્રકારના કાચના પથ્થર હોય છે. માનવજાતિને આશરે હજારેક વર્ષ કે કદાચ એથી પણ વધુ સમયથી તેની જાણકારી હોવાનું માનવામાં આવે છે; પરંતુ આધુનિક કાળમાં એની શોધનો જશ ચાર્લ્સ ડાર્વિન(1809–1882)ને આપવામાં આવે છે, તેમણે 1836માં ઑસ્ટ્રેલિયામાંથી…

વધુ વાંચો >

ચંદ્રશેખર, સુબ્રમણ્યમ

ચંદ્રશેખર, સુબ્રમણ્યમ [જ. 19 ઑક્ટોબર 1910, લાહોર (હવે પાકિસ્તાન); અ. 21 ઑગસ્ટ 1995, શિકાગો, અમેરિકા] : સૈદ્ધાંતિક ખગોળ-ભૌતિકશાસ્ત્રી. ‘ચંદ્રશેખર-સીમા’ (Chandrasekhar Limit) માટે જાણીતા. ભારતીય મૂળના અને 1953માં અમેરિકાના નાગરિક બનેલા પ્રો. સુબ્રમણ્યમ ચંદ્રશેખરનો જન્મ 19મી ઑક્ટોબર 1910ના રોજ બ્રિટિશ શાસનકાળમાં લાહોરમાં થયો હતો. લાહોર ત્યારે ભારતમાં હતું અને ત્યાં તેમના…

વધુ વાંચો >

ચીની તિથિપત્ર

ચીની તિથિપત્ર : વર્ષ, માસ અને દિવસની ગોઠવણ કરતી ચીની પદ્ધતિ. લગભગ બધાં જ તિથિપત્ર કે પંચાંગ એક કે એકથી વધુ અવકાશી પિંડની ક્રમબદ્ધ કે ચક્રીય ગતિ ઉપર આધારિત હોય છે. જેમ કે ગ્રેગરી પંચાંગ જે વ્યાવહારિક તેમજ વહીવટી કામ માટે આખી દુનિયામાં વપરાય છે તેના જેવા આંતરરાષ્ટ્રીય પંચાંગનો આધાર…

વધુ વાંચો >

છાંગ હેંગ (Chang Heng or Zhang Heng)

છાંગ હેંગ (Chang Heng or Zhang Heng) (જ. 78, નાનયાંગ, હેનાન, ચીન; અ. 139) : દુનિયાનું સૌપ્રથમ ભૂકંપ આલેખ-યંત્ર (સિસ્મોગ્રાફ) તેમજ અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો બનાવનાર ચીની સંશોધક, ખગોળજ્ઞ અને ગણિતજ્ઞ. ચીનમાં હાન વંશના સામ્રાજ્યને 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. આ પૈકી સન 25 થી 220ના કાળને આવરી લેતા સૌથી છેલ્લા…

વધુ વાંચો >

જંતર-મંતર

જંતર-મંતર : ભારતની પ્રાચીન વેધશાળા. ગણિતજ્ઞ અને કુશળ ખગોળવિદ્, જયપુર શહેરના સ્થપતિ (ઇજનેર) અને એના નિર્માતા સવાઈ જયસિંહ બીજાના નામે ઓળખાતા જયપુરના મહારાજા જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરા એમ ઉત્તર ભારતમાં આવેલાં પાંચેક સ્થળોએ અઢારમી સદીના પૂર્વાર્ધમાં બાંધેલી થોડાક મીટરથી માંડીને 27.43 મી. સુધીની ઊંચાઈ ધરાવતા અને સામાન્ય…

વધુ વાંચો >

જીન્સ, સર જેમ્સ હૉપવુડ

જીન્સ, સર જેમ્સ હૉપવુડ (જ. 11 સપ્ટેમ્બર 1877, ઓર્મ્ઝકર્ક, લૅન્કેશાયર; અ. 16 સપ્ટેમ્બર 1946, ડૉરકિંગ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના ગણિતશાસ્ત્રી અને ખગોળ-ભૌતિકશાસ્ત્રી. લખવાનો વારસો કદાચ પત્રકાર પિતા તરફથી મળ્યો હોવાનું માની શકાય, કારણ કે બહુ નાની વયથી એ સમજપૂર્વક લખતા થયા. 9 વર્ષની વયે ઘડિયાળ વિશેની માર્ગદર્શક પુસ્તિકામાં એમણે ઘડિયાળની ગતિ-નિયામક…

વધુ વાંચો >

જેટ પ્રૉપલ્શન લૅબોરેટરી(JPL), અમેરિકા

જેટ પ્રૉપલ્શન લૅબોરેટરી(JPL), અમેરિકા : યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના કૅલિફૉર્નિયાના પાસાડેની નજીક આવેલી પ્રયોગશાળા. તેની સ્થાપના સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં થિયૉડૉર વૉન કાહરમાહનનું નામ મોખરે છે. મૂળ હંગેરીના પણ 1936માં અમેરિકાના નાગરિક બનેલા આ ભૌતિકશાસ્ત્રી 1930થી 1949 સુધી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીની ગુગેનહાઇમ ઍરોનૉટિકલ લૅબોરેટરીના નિયામક હતા. તેમણે અને તેમના સહકાર્યકર્તાઓએ…

વધુ વાંચો >

જૉડ્રલ-બૅંક રેડિયો ઑબ્ઝર્વેટરી, ઇંગ્લૅન્ડ (નૂફીલ્ડ રેડિયો ઍસ્ટ્રોનૉમી લૅબોરેટરીઝ)

જૉડ્રલ-બૅંક રેડિયો ઑબ્ઝર્વેટરી, ઇંગ્લૅન્ડ (નૂફીલ્ડ રેડિયો ઍસ્ટ્રોનૉમી લૅબોરેટરીઝ) : જૉડ્રલ-બૅંક નામના સ્થળે આવેલી યુનાઇટેડ કિંગ્ડમ(બ્રિટન)ની રેડિયો-ખગોલીય વેધશાળા. સંખ્યાબંધ રેડિયો-દૂરબીનો ધરાવતી અને વિશાળ વિસ્તારમાં પથરાયેલી આ વેધશાળા ચેશાયર પરગણામાં અને માંચેસ્ટર નગરથી દક્ષિણે આશરે 40 કિમી. દૂર આવેલી છે. આ વેધશાળાની સ્થાપના 1945માં એટલે કે રેડિયો-ખગોળશાસ્ત્ર જ્યારે આરંભિક તબક્કામાં હતું તેવા…

વધુ વાંચો >