સમાજશાસ્ત્ર

પિતૃસત્તાક સમાજવ્યવસ્થા

પિતૃસત્તાક સમાજવ્યવસ્થા : પિતા કે પુરુષના વડપણ નીચે ગોઠવાયેલી સમાજવ્યવસ્થા. વિશ્વમાં આજે પિતૃસત્તાક અને માતૃસત્તાક  એમ બે પ્રકારની સમાજવ્યવસ્થા પ્રવર્તે છે. લોવી હેનરી મૉર્ગનના દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં પ્રથમ માતૃસત્તાક અને પછી પિતૃસત્તાક વ્યવસ્થા આવી છે. આર્થિક વિકાસને પરિણામે સમાજમાં સ્ત્રી અને પુરુષનાં સ્થાન બદલાયાં. પુરુષનો આર્થિક દરજ્જો વધતાં, પુરુષસત્તાનો ઉદય…

વધુ વાંચો >

પીટીટ દીનશા માણેકજી (સર)

પીટીટ, દીનશા માણેકજી (સર) (જ. 30 જૂન 1823, મુંબઈ; અ. 5 મે, 1901 મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને લોકહિતૈષી દાનવીર. સૂરતથી સ્થળાંતર કરીને મુંબઈ આવેલા સમૃદ્ધ પારસી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. 14 વર્ષની વયે અભ્યાસ છોડીને તેમણે નોકરી સ્વીકારી; પરંતુ તેમની રુચિ વેપાર અને ઉદ્યોગ તરફ હોવાથી નોકરી…

વધુ વાંચો >

પુણે સાર્વજનિક સભા

પુણે સાર્વજનિક સભા : મહારાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવનાર કૉંગ્રેસની પુરોગામી સંસ્થા. પુણેમાં 1867માં ‘પૂના ઍસોસિયેશન’ની સ્થાપના થઈ હતી. ત્રણ વર્ષ પછી 1870માં તેને ‘સાર્વજનિક સભા’ નામ આપવામાં આવ્યું. એનો મુખ્ય હેતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો હતો. પ્રજાની માગણીઓ સરકાર સમક્ષ મૂકવાનું અને વિવિધ કાયદાઓ પાછળના સરકારના હેતુઓ…

વધુ વાંચો >

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.) (જ. 1879; અ. 1961) : રૂના અગ્રગણ્ય વેપારી, રાજનીતિજ્ઞ અને દાનવીર. તેમનો જન્મ મુંબઈમાં સ્થાયી થયેલા સૂરતના વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઠાકુરદાસ જાણીતા સૉલિસિટર હતા અને માતા દિવાળીબાઈ ઘરરખ્ખુ ગૃહિણી હતાં. 4 વર્ષની વયે પિતાનું અને 6 વર્ષની વયે માતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં…

વધુ વાંચો >

પૅન્કહર્સ્ટ એમેલિન

પૅન્કહર્સ્ટ, એમેલિન (જ. 15 જુલાઈ 1858, મૅન્ચેસ્ટર, યુ. કે.; અ. 14 જૂન 1928 લંડન, યુ. કે.) : ઇંગ્લૅન્ડમાં નારીદાસ્યનિષેધ માટે સત્યાગ્રહ કરનાર તથા તે દેશમાં સ્ત્રીઓને મતદાનનો હક પ્રાપ્ત થાય તે માટે સફળ લડત આપનાર અગ્રણી મહિલા નેતા. તેને પ્રજાના ન્યાયી હકો માટે સંઘર્ષ કરવાની તાલીમ વારસામાં મળી હતી. વિખ્યાત…

વધુ વાંચો >

પેન્શન

પેન્શન : સેવાનિવૃત્ત વ્યક્તિને જીવન-નિર્વાહ માટે દર મહિને અથવા નિયમિત સમયાંતરે કરવામાં આવતી રોકડ રકમની ચુકવણી. લશ્કરમાંથી નિવૃત્ત થયેલા સૈનિકોને રાજવી અથવા રાજ્ય તરફથી પેન્શન આપવાની પ્રણાલી વિશ્વમાં પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે; પરંતુ સાંપ્રત કાળમાં સામાન્ય રીતે પ્રત્યેક સરકાર તેના સૈનિક અને અસૈનિક નિવૃત્ત કર્મચારીને પેન્શન આપે છે તથા જીવનનિર્વાહ…

વધુ વાંચો >

પેરિનબહેન કૅપ્ટન

પેરિનબહેન કૅપ્ટન (જ. 12 ઑક્ટોબર 1888, માંડવી; અ. 17 ફેબ્રુઆરી 1958, પુણે) : ભારતીય મહિલા સ્વાતંત્ર્યસેનાની. દાદાભાઈ નવરોજીના મોટા પુત્ર અરદેશરની સૌથી નાની પુત્રી. પિતા ડૉક્ટર. માતા વીરબાઈ દાદીના. પેરિનબહેને 1893માં પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં થયું. ઉચ્ચ અભ્યાસ અર્થે ફ્રાંસ ગયાં. પૅરિસની સોર્બોન નુવૅલે…

વધુ વાંચો >

પોટ્ટી શ્રીરામુલુ

પોટ્ટી, શ્રીરામુલુ (જ. 1901, ચેન્નઈ; અ. 15 ડિસેમ્બર 1952) : ગાંધીવિચાર અને વ્યવહારના આજીવન પુરસ્કર્તા. શાળાકીય અભ્યાસ ચેન્નઈમાં. અભ્યાસ દરમિયાન ગાંધીવિચારથી પ્રભાવિત થયેલા. આથી પિતાના આગ્રહ છતાં ઉચ્ચ અભ્યાસાર્થે કૉલેજશિક્ષણ ન લીધું અને સૅનિટરી એન્જિનિયરિંગનો ડિપ્લોમા અભ્યાસક્રમ પાસ કર્યો. ત્યારબાદ એ જમાનાની ગ્રેટ ઇન્ડિયન પૅનિન્સ્યુલર રેલવે કંપનીમાં નોકરી સ્વીકારી. ટૂંકા…

વધુ વાંચો >

પ્રચાર

પ્રચાર : સમગ્ર સમાજ કે તેના કોઈ વિભાગ પર માનસિક તેમજ બૌદ્ધિક નિયંત્રણ પ્રસ્થાપિત કરવા માટેનું સાધન. તેના દ્વારા પ્રતીકોના હેતુપૂર્વક સુવ્યવસ્થિત ઉપયોગ વડે લોકોનાં મનોવલણો, વિચારો અને મૂલ્યોનું નિયંત્રણ કરીને નિર્ધારિત લક્ષ્ય(target)ને પૂર્વનિશ્ચિત દિશામાં વાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેનાથી અસર પામતી વ્યક્તિ કે…

વધુ વાંચો >

પ્રભાવતીદેવી

પ્રભાવતીદેવી (જ. 1906; અ. 15 એપ્રિલ 1973) : ગાંધી વિચારધારાને વરેલાં અગ્રણી મહિલા અને સ્વાતંત્ર્ય-સેનાની. પિતા બ્રિજકિશોર પ્રસાદ કાગ્રેસના નેતા હતા. પ્રાથમિક શિક્ષણ ઘરે જ લીધું, પરંતુ જાણીતા નેતાઓનાં વ્યાખ્યાનો સાંભળવા જાહેર મિટિંગોમાં તેઓ હાજરી આપતાં. સામાજિક કુરિવાજોથી તેઓ દૂર રહી સાદગીભર્યા જીવન પ્રત્યે આકર્ષાયાં. પ્રભાવતીદેવી 14 વર્ષની વયે 1920માં…

વધુ વાંચો >