સંસ્કૃત સાહિત્ય

બોપદેવ (વોપદેવ)

બોપદેવ (વોપદેવ) (જ. 1260; અ. 1335) : સંસ્કૃત ભાષાના કવિ અને વૈયાકરણ. તેઓ વિદર્ભ રાજ્યના ‘વરદા’ નદીને કાંઠે આવેલા ‘વેદપદ’(કેટલાકના મતે ‘સાર્થગ્રામ’)ના રહેવાસી હતા. એમના પિતાનું નામ કેશવ અને વૈદકશાસ્ત્રના ગુરુનું નામ ધનેશ હતું. દેવગિરિ(= હાલનું દૌલતાબાદ)ના યાદવ રાજાના સચિવ હેમાદ્રિ પંત બોપદેવના આશ્રયદાતા હતા. હેમાદ્રિના કહેવાથી બોપદેવે અનેક ગ્રંથો…

વધુ વાંચો >

બૌધાયન ગુહ્યસૂત્ર

બૌધાયન ગુહ્યસૂત્ર : જુઓ કલ્પ

વધુ વાંચો >

બૌધાયન શુલ્બસૂત્ર

બૌધાયન શુલ્બસૂત્ર : જુઓ કલ્પ

વધુ વાંચો >

બૌધાયન શ્રૌતસૂત્ર

બૌધાયન શ્રૌતસૂત્ર : જુઓ કલ્પ

વધુ વાંચો >

બ્રહ્મદત્ત જિજ્ઞાસુ

બ્રહ્મદત્ત જિજ્ઞાસુ (જ. 1882, મલ્લૂપોતા, જિ. જાલંધર, પંજાબ; અ. 21 ડિસેમ્બર 1964) : વૈદિક વાઙમય તથા સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના આધુનિક ભારતીય વિદ્વાન. તેમના પિતાનું નામ રામદાસ અને માતાનું નામ પરમેશ્વરી. જાતે સારસ્વત બ્રાહ્મણ. ‘બ્રહ્મદત્ત’ એ નામ તેમના ગુરુએ તેમને આપેલું. અધ્યયનકાળથી જ તેજસ્વી બ્રહ્મદત્તને, આર્યસમાજના પ્રતિષ્ઠાપક પ્રખર સમાજસુધારક સ્વામી દયાનંદ સરસ્વતીના…

વધુ વાંચો >

બ્રહ્મસૂત્ર

બ્રહ્મસૂત્ર : બ્રહ્મને જાણવા માટેનો બાદરાયણ વ્યાસનો એક પ્રખ્યાત ગ્રંથ. વેદવિદ્યાનાં કર્મ, ઉપાસના અને જ્ઞાનકાંડ ત્રણ મુખ્ય પાસાં છે. જ્ઞાનકાંડના તાત્પર્યનો નિર્ણય બ્રહ્મમીમાંસા કે ઉત્તરમીમાંસામાં થાય છે. પૂર્વમીમાંસાનો સંબંધ કર્મકાંડ સાથે છે. જ્ઞાનની સર્વોપરીતા પૂર્વ અને ઉત્તર શબ્દો દ્વારા સૂચવાય છે. બ્રહ્મસૂત્રના આરંભે अथ શબ્દ આ અર્થમાં આનન્તર્ય બતાવે છે.…

વધુ વાંચો >

બ્રાહ્મણસાહિત્ય

બ્રાહ્મણસાહિત્ય : વૈદિક સાહિત્યનો એક મહત્વનો વિભાગ. વૈદિક સાહિત્યમાં બે વિભાગો છે : (1) મંત્રો અને (2) બ્રાહ્મણો. મંત્રોમાં વેદના ઋષિઓએ કરેલી સ્તુતિઓનો સંગ્રહ છે, જેને સંહિતાઓ કહેવામાં આવે છે; જ્યારે બ્રાહ્મણોમાં એ મંત્રોનો કર્મકાંડમાં ઉપયોગ અને સમજૂતીનો સમાવેશ થાય છે. એ પછી બ્રાહ્મણગ્રંથના અંતિમ બે પેટાવિભાગો કે જેને જ્ઞાનકાંડ…

વધુ વાંચો >

ભક્તામરસ્તોત્ર

ભક્તામરસ્તોત્ર : આશરે સાતમી સદીમાં થયેલા માનતુંગાચાર્યે વસંતતિલકા છંદમાં આદિ તીર્થંકર ઋષભદેવ વિશે સંસ્કૃત ભાષામાં રચેલું સ્તોત્રકાવ્ય. એના પ્રથમ શબ્દ ‘ભક્તામર’ પરથી આ સ્તોત્રને ‘ભક્તામરસ્તોત્ર’ કહેવામાં આવ્યું છે. શ્વેતાંબરો આ સ્તોત્રને 42 કે 44 શ્લોકોનું બનેલું માને છે, જ્યારે દિગંબરો તેને 48 શ્લોકોનું બનેલું માને છે. શ્વેતાંબરો પ્રતિહાર્યબોધક સિંહાસન, ભામંડળ,…

વધુ વાંચો >

ભક્તિરસામૃતસિંધુ

ભક્તિરસામૃતસિંધુ (1541) : ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામીનો ભક્તિરસ વિશેનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથ 1541માં રચાયેલો છે એમ તેના અંતિમ શ્લોકમાં લેખક પોતે જ જણાવે છે. આ ગ્રંથ ચાર વિભાગોમાં વહેંચાયેલો છે : (1) પૂર્વવિભાગ, (2) દક્ષિણવિભાગ, (3) પશ્ચિમવિભાગ અને (4) ઉત્તરવિભાગ. ભક્તિરસ એ એક જ રસ છે અને અન્ય…

વધુ વાંચો >

ભગવતી આરાધના

ભગવતી આરાધના : પ્રાચીન ભારતમાં જૈન ધર્મના દિગમ્બર સંપ્રદાયનો પ્રાચીન ગ્રંથ. તેનાં ‘આરાધના’ અથવા ‘મૂલારાધના’ એવાં પણ નામો છે. તેના કર્તા શિવાર્ય કે શિવકોટિ છે. તેમણે પૂર્વાચાર્યોની રચનાના આધારે આ ગ્રંથની રચના કરી છે. તેનો સમય નિશ્ચિત નથી, પરંતુ તેના વિષય-વર્ણનના આધારે તે શ્વેતામ્બર આગમ ગ્રંથો જેટલો જ પ્રાચીન જણાય…

વધુ વાંચો >