સંસ્કૃત સાહિત્ય
બહુદેવવાદ
બહુદેવવાદ (polytheism) : વેદગ્રંથોમાં ઘણાં દેવદેવીઓ રહેલાં છે એવું માનતો સિદ્ધાન્ત. વેદનાં સૂક્તોમાં, તેમાં વર્ણવેલા આચારમાં જીવન પ્રત્યે જોવાની જે ર્દષ્ટિ તરી આવે છે તે બોધપ્રદ છે. પરમ સત્યના સ્વરૂપને લગતા પ્રશ્નોના જે ઉત્તર તે વખતના લોકો સાચા માનતા હોય તે ઉત્તરો આપણને એ પુરાણકથાઓ ને ઉપાસનાના પ્રકારોમાં જોવા મળે…
વધુ વાંચો >બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ)
બાણ (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ ગદ્યકથાલેખક. સંસ્કૃત ભાષાના લેખકોમાં અપવાદ રૂપે તેમણે પોતાના જીવન વિશે ‘હર્ષચરિત’ નામની આખ્યાયિકામાં અનેક વિગતો નોંધી છે. એ માહિતી મુજબ બાણ વત્સ કે વાત્સ્યાયન ગોત્રના બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ ચિત્રભાનુ, માતાનું નામ રાજદેવી અને દાદાનું નામ અર્થપતિ હતું. આ અર્થપતિના પિતા…
વધુ વાંચો >બાલચંદ્ર
બાલચંદ્ર (ઈ. 13મી સદીનો પૂર્વાર્ધ) : સોલંકી યુગના સંસ્કૃત ભાષાના વિદ્વાન ગુજરાતી કવિ. તેમના પિતાનું નામ ધરદેવ અને માતાનું નામ વિદ્યુત્ હતું. તેમનાં માતાપિતા મોઢેરામાં રહેતાં હતાં. પિતા બ્રાહ્મણ હોવા છતાં જૈન ધર્મ તરફ આસ્થાવાળા હતા અને ગરીબો તથા સાધુઓને ઉદાર હાથે દાન આપનારા હતા. તેમનો પુત્ર મુંજાલ એ જ…
વધુ વાંચો >બાલરામાયણ
બાલરામાયણ : (નવમી સદી) સંસ્કૃત ભાષાના નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. દસ અંકોનું બનેલું આ બૃહત્કાય નાટક રામાયણની કથાને વર્ણવે છે. પ્રથમ અંકમાં મિથિલામાં જનક રાજાએ પુત્રી સીતાને પરણાવવા માટે શિવધનુષ્ય પર બાણ ચડાવવાની શરત મૂકી છે તેથી રાવણ પોતાના પ્રધાન પ્રહસ્ત સાથે ત્યાં આવે છે, પરંતુ શિવધનુષ્યને ફેંકી દે છે.…
વધુ વાંચો >બિલ્હણ
બિલ્હણ : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. તેઓ ‘વિક્રમાંકદેવચરિત’, ‘ચૌરપંચાશિકા’ અને ‘કર્ણસુંદરી’ના રચયિતા છે. જ્યેષ્ઠ કલશ અને નાગદેવીના પુત્ર. કોણમુખનગરમાં જન્મ, જે કાશ્મીરમાં પ્રવરપુર નજીકનું સ્થળ છે. બિલ્હણ સ્વયં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રના વિદ્વાન હતા. તેમના પિતાએ પણ પતંજલિના ‘મહાભાષ્ય’ પર ટીકા રચી હતી. કલશના રાજ્યકાળ દરમિયાન બિલ્હણ યશ અને નસીબ માટે…
વધુ વાંચો >બૃહતી
બૃહતી : જુઓ છંદ
વધુ વાંચો >બૃહત્કથામંજરી
બૃહત્કથામંજરી (ઈ. સ. અગિયારમી સદી) : ક્ષેમેન્દ્રે રચેલી ગુણાઢ્યરચિત બૃહત્કથાનો સંક્ષેપરૂપ ગ્રંથ. મૂળ પૈશાચી ભાષામાં લખાયેલી ગુણાઢ્યની બૃહત્કથા પરથી ક્ષેમેન્દ્ર અને સોમદેવે સંસ્કૃતમાં અનુક્રમે ‘બૃહત્કથામંજરી’, ‘કથાસરિત્સાગર’ની રચના કરી. ક્ષેમેન્દ્ર બૃહત્કથાને 18 ‘લંભક’માં વિભાજિત કરે છે. તે 75 હજાર શ્લોકો ધરાવે છે, જે સોમદેવના ‘કથાસરિત્સાગર’ના કરતાં 21 હજાર વધારે છે. શૌર્ય…
વધુ વાંચો >બૃહત્સર્વાનુક્રમણી
બૃહત્સર્વાનુક્રમણી : વેદનાં સૂક્તોના ઋષિઓ, છંદો, દેવતા, અનુવાક્, સૂક્ત વગેરેની સૂચિઓનો ગ્રંથ. ‘સર્વાનુક્રમણી’માં વેદના ઋષિ, મંત્ર, દેવતા અને વિષયને સૂક્ત તથા અનુવાકના ક્રમ પ્રમાણે એકત્રિત કરવામાં આવ્યા છે. ‘બૃહત્સર્વાનુક્રમણી’માં આ ચારેય વિષયોને એકસાથે રાખવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં મૌખિક પઠન–પાઠન–પદ્ધતિ હતી; અભ્યાસુને તેમજ અધ્યાપકને તે તત્કાલીન સંદર્ભમાં સહાયરૂપ બનતી હતી.…
વધુ વાંચો >બૃહદારણ્યક ઉપનિષદ
બૃહદારણ્યક ઉપનિષદ : જુઓ ઉપનિષદ
વધુ વાંચો >બૃહદ્ દેવતા
બૃહદ્ દેવતા (ઈ. પૂ. આઠમી સદી) : વૈદિક દેવતાઓ વિશે માહિતી આપતો ગ્રંથ. ‘બૃહદ્દેવતા’માં ઋગ્વેદની દેવતાઓ(‘દેવતા’ શબ્દ સ્ત્રીલિંગ છે)ની બૃહદ્ એટલે કે સવિસ્તર, લગભગ સંપૂર્ણ સૂચિ ઉપલબ્ધ છે; પરંતુ ‘દેવતાનુક્રમણી’ ગ્રંથની જેમ, આ ગ્રંથ, દેવતા-સૂચિ પૂરતો જ મર્યાદિત નથી. મહદંશે અનુષ્ટુપ છંદમાં, કૌશિક નામના વૈદિક પંડિતે રચેલા મનાતા ‘બૃહદ્ દેવતા’માં…
વધુ વાંચો >