સંસ્કૃત સાહિત્ય
ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય
ધ્વનિસિદ્ધાંત અને સંપ્રદાય : ધ્વનિસિદ્ધાંત : ધ્વનિ એટલે વ્યંજના દ્વારા વાચકના ચિત્તમાં પ્રતીત થતો કાવ્યનો અંતર્હિત અર્થ. શબ્દનો ઉચ્ચાર કરતાં સીધેસીધો સમજાતો અર્થ એ વાચ્યાર્થ, જે અભિધા શક્તિથી મળે છે; દા. ત., ‘કમળ’ એ શબ્દનો એ નામનું ફૂલ એવો અર્થ, વાચ્યાર્થ છે. વાચ્યાર્થ બંધ બેસે નહિ ત્યારે લક્ષણાશક્તિથી મળતો અર્થ…
વધુ વાંચો >ધ્વન્યાલોક (નવમી સદી)
ધ્વન્યાલોક (નવમી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના ધ્વનિનું નિરૂપણ કરતો શકવર્તી ગ્રંથ. તેના લેખક આનંદવર્ધન કાશ્મીરનરેશ અવન્તિવર્મા (ઈસુની નવમી સદી)ની સભામાં વિદ્વાન કવિ હતા. એમની પૂર્વે અને પછી પણ કાવ્યમાં આત્મા અથવા પ્રધાન તત્ત્વ કયું છે એ પ્રશ્નની ચર્ચાવિચારણા થયા કરતી હતી. આનંદવર્ધન પૂર્વે કાવ્યમાં ગુણ, અલંકાર, રીતિ કે રસમાંથી કોઈ…
વધુ વાંચો >નટ-નટી
નટ-નટી : નાટકના પાત્રનો અભિનય કરનાર, અભિનેતા – અભિનેત્રી. ‘નાટકના પાત્રના ભાવને પ્રેક્ષકો તરફ (अभि) લઈ જનાર ’. આચાર્ય શંકુક દર્શાવે છે તેમ, નટ નાટકના પાઠનું માત્ર પઠન નથી કરતો (એ માત્ર મિમિક્રી થાય) પણ પાઠનો અભિનય કરે છે. નટ-નટી આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનય તેમજ રીતિ, વૃત્તિ અને…
વધુ વાંચો >નમિસાધુ
નમિસાધુ (ઈ. સ. 1050–1150 આશરે) : આચાર્ય રુદ્રટે રચેલા ‘કાવ્યાલંકાર’ નામના કાવ્યશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથ પરની ટીકાના લેખક. તેમનું બીજું નામ નમિપંડિત છે. તેઓ શ્વેતાંબર જૈન હતા એવું સૂચન તેમના નામની આગળ મૂકવામાં આવેલા ‘શ્વેતભિક્ષુ’ એવા શબ્દ વડે મળે છે. તેઓ શાલિભદ્રસૂરિ નામના ગુરુના શિષ્ય હતા એવો નિર્દેશ તેમણે પોતે જ…
વધુ વાંચો >નમુચિ
નમુચિ : બળવાન રાક્ષસનું નામ. ઇન્દ્રને હાથે તેનું મૃત્યુ થયાનો ઉલ્લેખ મહાભારત, સભાપર્વમાં (અધ્યાય 50ના શ્લોક 22) અને કાલિદાસના રઘુવંશમાં (9/22) થયો છે. બધા રાક્ષસોને ઇન્દ્રે હરાવ્યા, પરંતુ નમુચિએ ઇન્દ્રને કેદ કર્યો. એ પછી નમુચિએ ઇન્દ્ર તેને દિવસે કે રાતે, ભીની કે સૂકી વસ્તુથી મારી ના શકે એ શરતે ઇન્દ્રને…
વધુ વાંચો >નરહરિ સરસ્વતીતીર્થ
નરહરિ સરસ્વતીતીર્થ (ઈ. સ. તેરમી સદી) : સંસ્કૃત સાહિત્યના આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘બાલચિત્તાનુરંજની’ નામની ટીકાના લેખક. તેમનું સાંસારિક નામ નરહરિ હતું. એ પછી સંન્યાસ લીધા બાદ તેમને ‘સરસ્વતીતીર્થ’ એવા નામે ઓળખવામાં આવેલા. તે આંધ્રપ્રદેશના વતની અને વત્સગોત્રના બ્રાહ્મણ હતા. તે ત્રિભુવનગિરિ નામના નગરના રહેવાસી હતા, છતાં કાશીમાં રહીને તેમણે…
વધુ વાંચો >નરેન્દ્રપ્રભસૂરિ
નરેન્દ્રપ્રભસૂરિ (ઈ. સ.ની તેરમી સદી) : હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. ‘કાકુત્સ્યકેલિ’ નામનું સંસ્કૃત નાટક, ‘અલંકારમહોદધિ’ નામનો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ અને પ્રાકૃત ભાષામાં ‘સદગુરુપદ્ધતિ’ નામની રચના તેમણે કરેલ છે. તેઓ સુપ્રસિદ્ધ જૈન લેખક હેમચંદ્રની શિષ્યપરંપરાના જૈન સાધુ હતા. હર્ષપુરીયગચ્છના જયસિંહસૂરિના શિષ્ય અભયદેવસૂરિ હતા. આ અભયદેવસૂરિના શિષ્ય હેમચંદ્ર જાણીતા જૈન લેખક હતા. હેમચંદ્રસૂરિના શિષ્ય…
વધુ વાંચો >નલવિલાસ
નલવિલાસ : આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રે 12મી સદીમાં લખેલું સાત અંકનું નાટક. તેમણે મહાભારતની નલકથાને આ નાટ્યકૃતિમાં આલેખી છે. કવિએ ‘નાટ્યદર્પણ’માં 13 જગ્યાએ તેમાંથી ઉદ્ધરણો આપ્યાં છે. તેમની પ્રિય કૃતિઓમાં ‘રઘુવિલાસ’ પછી ‘નલવિલાસ’ છે. પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે રામ અને કૃષ્ણની વાર્તા જેવી નળની વાર્તા પણ આકર્ષક છે. પ્રથમ અંકમાં વિહાર-ઉદ્યાનમાં…
વધુ વાંચો >નવગ્વ
નવગ્વ : ‘નવ’ એ સંખ્યાવાચક શબ્દ પરથી બનેલો આ શબ્દ ઋગ્વેદમાં વપરાયેલો છે. ‘દશગ્વ’ શબ્દની સાથે તેનો પ્રયોગ ઋગ્વેદમાં 1/62/4, 2/34/12, 3/39/5 અને 5/29/2 – એ ચાર સ્થળોએ થયો છે. નવની સંખ્યામાં ઇન્દ્રની મદદે જનારા ઇન્દ્રનાં ભક્ત એવાં કુળો કે કુટુંબો આ ‘નવગ્વ’ શબ્દ વડે કહેવામાં આવ્યાં છે. નવગ્વ શબ્દ…
વધુ વાંચો >નવસાહસાંકચરિત
નવસાહસાંકચરિત (1000 આસપાસ) : પરમાર વંશના રાજા સિંધુરાજ વિશે લખાયેલું સંસ્કૃત મહાકાવ્ય. મૃગાંકદત્તના પુત્ર પદ્મગુપ્ત કે પરિમલ નામના કવિએ સિંધુરાજના ઐતિહાસિક પાત્ર વિશે આ મહાકાવ્ય રચ્યું છે. 18 સર્ગના બનેલા આ મહાકાવ્યમાં રાજા સિંધુરાજ નાગકન્યા શશિપ્રભા સાથે પરાક્રમ અને સાહસ બતાવી પરણ્યો તેનું કલ્પનાથી વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં નાયક…
વધુ વાંચો >