સંસ્કૃત સાહિત્ય
કાશિકા (સાતમી-આઠમી શતાબ્દી)
કાશિકા (સાતમી-આઠમી શતાબ્દી) : પાણિનિના સૂત્રગ્રંથ ‘અષ્ટાધ્યાયી’ પર વૃત્તિ (વિવરણ) રૂપે રચાયેલો સંસ્કૃત ગ્રંથ. તેના રચયિતાઓ જયાદિત્ય અને વામન છે. અષ્ટાધ્યાયીના પહેલા, બીજા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયો પરની વૃત્તિ જયાદિત્યની છે અને ત્રીજા, ચોથા, સાતમા અને આઠમા અધ્યાયો પરની વૃત્તિ વામનની હોવાનું વિદ્વાનોનું મંતવ્ય છે. આ ગ્રંથની રચના કાશીમાં થઈ…
વધુ વાંચો >કિરાતાર્જુનીય
કિરાતાર્જુનીય (સાતમી સદી) : કવિ ભારવિએ રચેલું પ્રસિદ્ધ સંસ્કૃત કાવ્ય. એની ઓજસ્વી શૈલી અને અર્થગૌરવના ગુણને લીધે સંસ્કૃત સાહિત્યનાં પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાં તે ગણાયું છે. કિરાતકાવ્યનું કથાવસ્તુ મહાભારતના વનપર્વમાંથી લેવાયું છે. અર્જુને શિવને પ્રસન્ન કરી તેમની પાસેથી પ્રસાદરૂપે પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું એ આ કાવ્યનું વસ્તુ છે. આ નાનકડા વસ્તુમાંથી કવિની…
વધુ વાંચો >કિલહોર્ન ફ્રીન્ઝ
કિલહોર્ન ફ્રીન્ઝ (જ. 31 મે 1840, જર્મની; અ. 19 માર્ચ 1908, ગોટિંજન, જર્મની) : પ્રાચ્યવિદ્યાના જર્મન પંડિત. તેમણે ગુરુ સ્ટેન્ઝલર પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. સૌપ્રથમ શાન્તવનનાં ફિટ્સૂત્રોનું સંપાદન કર્યું. પંદર વર્ષ સુધી પુણેમાં રહીને પાણિનીય પરંપરાના ‘મહાભાષ્ય’ તથા ‘પરિભાષેન્દુશેખર’નું સઘન અધ્યયન કર્યું અને તેના પરિણામસ્વરૂપ પાતંજલ મહાભાષ્યનું અપ્રતિમ સંપાદનકાર્ય અને…
વધુ વાંચો >કિલાભાઈ ઘનશ્યામ
કિલાભાઈ ઘનશ્યામ (જ. 1869, ભુવાલડી, તા. દસક્રોઇ; અ. ઑગસ્ટ 1914, અમદાવાદ) : સંસ્કૃત સાહિત્યગ્રંથોના સફળ પદ્યાનુવાદક. પિતા ઘનશ્યામ રાજારામ અને માતા મહાકોર. જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ અને અવટંકે ભટ્ટ. મૂળ વતન દસક્રોઈ તાલુકાનું ભુવાલડી ગામ. પ્રાથમિક કેળવણી વતનમાં અને માધ્યમિક અમદાવાદમાં. અભ્યાસ મૅટ્રિક સુધીનો. શોખને લીધે સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ વધુ…
વધુ વાંચો >કુટ્ટનીમત
કુટ્ટનીમત (આઠમી સદી) : જયાપીડના કુંવર લલિતાપીડના શાસનકાળ દરમિયાન વારાણસીની કુટ્ટણીઓમાં પ્રચલિત આચારવિચારનું આર્યા છંદોબદ્ધ (1058) પદ્યોમાં સચોટ આલેખન ધરાવતો ગ્રંથ. તેનું બીજું નામ શંભલીમત કે કામિનીમત. રચયિતા દામોદર ગુપ્ત. તે કાશ્મીરનરેશ જયાપીડના રાજ્યાશ્રિત હતા. માલતી નામે સૌંદર્યવતી ગણિકાને વિકરાલા નામની કૂટણી ધનિક યુવાનોને ફસાવવાની દુષ્ટ યુક્તિઓ સમજાવે છે તેવી…
વધુ વાંચો >કુમારસંભવ
કુમારસંભવ : મહાકવિ કાલિદાસનાં બે મહાકાવ્યોમાંનું એક. કૃતિના અભિધાન અનુસાર તેમાં શિવ-પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયની જન્મકથા નિરૂપાઈ છે. મહાકાવ્યનું ‘तत्रैको नायकः सुरः’ – ‘તેમાં કોઈ એક દેવ નાયક હોય છે’ એ લક્ષણ આ મહાકાવ્યના આધારે નિશ્ચિત થયું લાગે છે. કથા અનુસાર બ્રહ્મા પાસેથી વરદાન મેળવી દુર્જય બનેલો તારક નામે અસુર…
વધુ વાંચો >કુશિક
કુશિક : જુઓ વૈદિક જાતિ
વધુ વાંચો >
કુમારસ્વામી
કુમારસ્વામી (પંદરમી સદી પૂર્વાર્ધ) : પ્રસિદ્ધ ટીકાકાર મલ્લિનાથના પુત્ર, તેમણે વિદ્યાનાથના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથ ‘પ્રતાપરુદ્દીય’ ઉપર ‘રત્નાપણ’ નામે ટીકા રચી છે. કુમારસ્વામીએ પોતાની ટીકામાં અનેક ઉદ્ધરણો આપ્યાં છે, જેમાં શૃંગારતિલક, એકાવલી, સાહિત્યદર્પણ, રસાર્ણવસુધાકર, ભાવપ્રકાશ અને મલ્લિનાથની ટીકા વગેરેનો સમાવેશ થાય છે. તપસ્વી નાન્દી
વધુ વાંચો >