સંસ્કૃત સાહિત્ય
કણાદ
કણાદ (ઈ. પૂ. આ. છઠ્ઠી સદી) : વૈશેષિક દર્શનની વિચારધારાને સૌપ્રથમ સૂત્રબદ્ધ કરનાર મહર્ષિ. તેમને કણભુક કે કણભક્ષ પણ કહેવામાં આવ્યા છે. ખેતરમાં લણ્યા પછી પડી રહેલા અનાજના કણનું જ તે ભોજન કરતા હતા તેથી અથવા પરમાણુ(કણ)નું અદન (એટલે કે નિરૂપણ) કરતા હતા તેથી તેમને કણાદ કહેવામાં આવ્યા હશે. શિવે…
વધુ વાંચો >કથા
કથા : કથાની પરંપરા અત્યંત પ્રાચીન છે અને દરેક પ્રજાની પોતપોતાની આગવી કથા-વાર્તાની પરંપરા હોય છે. કથાના ઘટનાતત્વમાં એવું આકર્ષણ છે કે મનુષ્યમાત્રને કથા સાંભળવી-વાંચવી-જોવી ગમે છે. કથા શબ્દનું મૂળ છે સંસ્કૃત ધાતુ कथ् એટલે કે કહેવું કે બોલવું. બહુધા કથા કહેવાની જ પરંપરા હતી. ‘કથક’ અને ‘કથાકાર’ જેવા શબ્દો…
વધુ વાંચો >કથાસરિત્સાગર
કથાસરિત્સાગર (અગિયારમી સદી ઉત્તરાર્ધ) : કાશ્મીરી બ્રાહ્મણ કવિ સોમદેવનો સંસ્કૃત કથાગ્રંથ. ગુણાઢ્યે પૈશાચી ભાષામાં રચેલી બૃહત્કથાનું સોમદેવે કરેલું સંસ્કૃત રૂપાન્તર છે. કવિએ પોતે જ કહ્યું છે કે તે સંકલનકર્તા છે (सोमेन…विहित: खलु संग्रहोडयम् ।) શ્રીરામનો પુત્ર સોમદેવ કાશ્મીરનરેશ અનંતનો દરબારી કવિ હતો. અનંતનો શાસનકાળ 1042થી 1081નો મનાય છે. રાજાના મૃત્યુ…
વધુ વાંચો >કમલાકર ભટ્ટ
કમલાકર ભટ્ટ (સત્તરમી શતાબ્દી પૂર્વાર્ધ) : સંસ્કૃતના બહુશ્રુત વિદ્વાન આચાર્ય. પ્રસિદ્ધ ભટ્ટ કુલના નારાયણ ભટ્ટના પૌત્ર. પિતાનું નામ રામકૃષ્ણ ભટ્ટ. તર્ક, ન્યાય, મીમાંસા, વેદાન્ત, સાહિત્યશાસ્ત્ર, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર અને વૈદિક કર્મકાંડના મર્મજ્ઞ વિદ્વાન. એમના પ્રસિદ્ધ ‘વિવાદતાણ્ડવ’ ગ્રન્થમાં પોતે 20-22 ગ્રન્થો રચ્યાનું જણાવ્યું છે. કુમારિલ ભટ્ટના ‘શાસ્ત્રતત્વ’ પરના વાર્તિક ઉપર ‘નિર્ણયસિન્ધુ’ નામે…
વધુ વાંચો >કરુણાલહરી
કરુણાલહરી (સોળમી સદી) : સંસ્કૃત કાવ્ય. સમર્થ કવિ, પ્રસિદ્ધ આલંકારિક અને વ્યાકરણકાર પંડિત જગન્નાથનું પાંચ લહરીકાવ્યો પૈકીનું એક. 60 શ્લોકના આ લઘુકાવ્યનું બીજું નામ ‘વિષ્ણુલહરી’ છે. તેમાં મૃદુતાભરી, ભાવસભર, ભક્તિમય વાણીમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ તથા તેમની કૃપા અને કરુણાની યાચના કરવામાં આવી છે. કાવ્ય ‘ગંગાલહરી’નું સમકક્ષ છે; તેની કાવ્યશૈલી ઉત્કૃષ્ટ…
વધુ વાંચો >કર્ણભાર
કર્ણભાર : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસ(ઈ.પૂ. ચોથી સદી ?)નાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકો તરીકે ઓળખાતાં તેર રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતની કથા ઉપર રચાયેલું છે. મહાભારત યુદ્ધમાં સેનાપતિ તરીકે અર્જુન સામે નિર્ણાયક યુદ્ધ કરવા જઈ રહેલા કર્ણના મન ઉપર અજાણ્યા વિષાદનાં વાદળદળ છવાયાં છે અને તેનું સૂર્ય જેવું સ્વાભાવિક…
વધુ વાંચો >કર્મકાંડ (પૂર્વમીમાંસા)
કર્મકાંડ (પૂર્વમીમાંસા) : યજ્ઞયાગના વિધિ અને અનુષ્ઠાન સાથે સંબંધ ધરાવતો વેદનો ભાગ. આમાં મંત્ર અને બ્રાહ્મણ એ બંનેનો સમાવેશ થાય છે, પરંતુ ખરા અર્થમાં યજ્ઞવિધિઓનું મુખ્યત્વે નિરૂપણ કરતા બ્રાહ્મણગ્રંથોને જ કર્મકાંડ કહેવાનું ઉચિત લાગે છે. જ્ઞાનકાંડ તરીકે જાણીતાં ઉપનિષદોથી વિષયર્દષ્ટિએ ભિન્ન એવો વેદનો આ ભાગ ક્રમમાં પહેલો આવતો હોવાથી તેને…
વધુ વાંચો >કલ્પ
કલ્પ યજ્ઞનાં વિધિવિધાનનું નિરૂપણ કરતું પ્રમુખ વેદાંગ. મનુષ્યને અસ્મિતાનું ભાન થયું ત્યારથી તેની જીવનપ્રણાલી સંસ્કારયુક્ત થવા લાગી. પોતે આ સૃષ્ટિનું અંગ છે, સૃષ્ટિનું સંચાલન ઋતના અટલ નિયમને આધારે થાય છે, ઋતનું નિયામક કોઈ અદીઠ તત્વ સર્વત્ર વિદ્યમાન છે અને પોતાનું અસ્તિત્વ એ તત્વને અધીન છે, સર્વસ્વ સમર્પણ કરી તેની પૂજા…
વધુ વાંચો >