શોભન વસાણી
આમળાં
આમળાં : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Emblicaofficinalis Gaertn. syn. Phyllanthus emblica Linn. (સં. આદિફલ, ધાત્રી, આમલકા; હિં. આમલા, આમરા; બં. આમલકા; મ. આંવળે; ક. નલ્લામારા; તે. ઉસરકાય; ત. નલ્લામાર; મલ. આમલકં નેલ્લી; અં. એમ્બલિક મિરોબેલન) છે. આમળાં કુળનાં સહસભ્યોમાં વિવિધ પ્રકારના થોર, એકલકંટો, ભોમ,…
વધુ વાંચો >આવળ
આવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિઑઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia auriculata, Linn. (સં. અર્બૂર, શરત્પુષ્પ, આવર્તકી; હિં. તરવલ, ખખસા, રગ; મ. તરવડ; ક. હોન્નવરી, હોન્નરિકે; ત. નાંધેડૂ; તા. અવારાઈ; અં. ટેનર્સ કેશિયા) છે. ગુજરાતમાં Cassia પ્રજાતિની વીસ જેટલી જુદી જુદી જાતિઓ જોવા મળે છે. તેમાં…
વધુ વાંચો >આશોતરો (આસુંદરો)
આશોતરો (આસુંદરો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિયૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia racemosa Lam. (સં. અશ્મન્તક, શ્વેતકંચન; બં. બનરાજ; હિં. ઝિંજેરી, કચનાલ; મલ. કોટાપુલી; મ. આપ્ટા) છે. દેવકંચન અને કંચનાર તેની સહજાતિઓ છે. કાંચકા, ચીલાર, ગલતોરો, લીબીદીબી, ગુલમહોર, ગરમાળો, કાસુંદરો, અશોક અને આમલી તેની જાણીતી સહપ્રજાતિઓ…
વધુ વાંચો >આસોપાલવ
આસોપાલવ : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Polyalthea longifolia Thw. (સં. અશોક, મંદાર; મ., હિં., બં., ક. અશોક; તે. અશોકેમાનું; અં. માસ્ટ અથવા સિમેન્ટરી ટ્રી) છે. તેની ભારતમાં થતી અન્ય જાતિઓમાં P. cerasoides Bedd. (ઉમા), P. fragrans Bedd (ગૌરી), P. simiarum Hook f. & Thoms, P.…
વધુ વાંચો >આહાર (આયુર્વેદ)
આહાર (આયુર્વેદ) : સજીવો દ્વારા લેવાતો ખોરાક. ‘आहार्यते जिह्वया सह दंतैश्च अधः गलान्नीयते यः स आहारः । ’ જીભ અને દાંત દ્વારા ગળા નીચે લઈ જવામાં આવે છે તે આહાર(જલ્પકલ્પતરુ ટીકા-ગંગાધર). ચરકસૂત્ર અનુસાર વર્ણની પ્રસન્નતા, ઉત્તમ સ્વર, જીવન, પ્રતિભા, આરોગ્ય, સંતોષ, પુષ્ટિ, બળ, મેધા એ બધું જ આહારને અધીન છે.…
વધુ વાંચો >આંબો
આંબો દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mangifera indica Linn. (સં. આમ્ર; હિં. બં. આમ; ક. માવિનમારા, માવિણહણ; તે. માર્મિડીચેટુ, મ., આંબા; ત. મામરં; મલ. માવુ; અં. મેંગો ટ્રી) છે. તેના સહસભ્યોમાં કાજુ, ચારોળી, સમેટ, આમાતક, પિસ્તાં અને કાકડાશીંગનો સમાવેશ થાય છે. તે વિશાળ સદાહરિત, 15થી…
વધુ વાંચો >ઇન્દ્રજવ (કડો)
ઇન્દ્રજવ (કડો) : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holarrhena antidysenterica (Linn.) Wall. syn. Wrightia antidysenterica Wall. (સં. કુટજ; હિં. કુર્ચી, કુશ; બં. કુડચી; મ. કુડા, કરૈયા; ક. કોડશિંગે, કોડમુરક; તા. વેપ્પાલે; તે. કોડિશચટ્ટુ, કરજમુ; મલ. વેનપાલા) છે. તેના સહસભ્યોમાં ચાંદની, કરેણ, ખડચંપો, કરમદાં, રૂંછાળો દૂધેલો,…
વધુ વાંચો >ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં)
ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrullus colocynthis (Linn.) Schrad syn. C. vulgaris Schrad. (સં. ઇન્દ્રવારુણી, ચિત્રફલ, મહેન્દ્રવારુણી, એંદ્રી; હિં. લઘુ ઇન્દ્રાયણ, લઘુ ફરફેંદુ; મ. લઘુ ઇન્દ્રાવણું; ગુ. ઇન્દ્રવારણું, કડવી કોઠીંબી; બં. રાખાલશશા, રાખાલતાડુ; ક. હામેકકે; તે. એતિપુચ્છા; તા. પેયકામટ્ટી ટુમટ્ટી; અં. બીટર-ઍપલ,…
વધુ વાંચો >ઇલાયચી
ઇલાયચી : એકદળી વર્ગમાં આવેલા સીટેમિનેસી કુળના ઉપકુળ ઝિન્જિબરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elettaria cardamomum Maton. (સં. એલા; મ. વેલદોડે; હિં. ઇલાયચી, છોટી એલચી; ગુ. ઇલાયચી, એલચી; બં. છોટી એલચી, એલાયચ; ક., તા. યાલાકકી; તે. એલાકી; મળ. એલ, એલાતરી, યેલામ; અં. કાર્ડેમન) છે. તેના સહસભ્યોમાં સોનેટકા, કપૂરકાચલી, આદું, હળદર,…
વધુ વાંચો >