શિવપ્રસાદ રાજગોર

જોડિયા

જોડિયા : જામનગર જિલ્લાના તાલુકાઓ પૈકી જામનગર સબડિવિઝનમાં આવેલ તાલુકો, તાલુકામથક અને લઘુ બંદર. તાલુકા મથક જોડિયા 22° 42´ ઉ. અ. અને 70° 21´ પૂ. રે. ઉપર આવેલું છે. આ તાલુકાની પૂર્વ દિશાએ આ જિલ્લાનો ધ્રોળ તાલુકો, પશ્ચિમે કચ્છનો અખાત, ઉત્તરે કચ્છનું રણ અને રાજકોટ જિલ્લો અને દક્ષિણે જામનગર તાલુકો…

વધુ વાંચો >

જોન ઑવ્ આર્ક

જોન ઑવ્ આર્ક (જ. 6 જાન્યુઆરી 1412, દોંરેમી-લા-પુસેલ, ફ્રાન્સ; અ. 30 મે 1431, રુઆં, ફ્રાન્સ) : પંદરમી સદીની ફ્રાન્સનાં મુક્તિદાતા સાધ્વી. ‘મેડ(maid) ઑવ્ ઓર્લેઆં’ તરીકે ઓળખાતાં આ સાધ્વીનો જન્મ ખેડૂત પિતાના કુટુંબમાં થયો. તેરમા વરસે ખેતરમાં રખેવાળી કરતાં ધાર્મિક વૃત્તિવાળી આ ખેડૂત ક્ધયાને કોઈ દેવ તેના કાનમાં કાંઈ કહે છે…

વધુ વાંચો >

જૉન્સ, (સર) વિલિયમ

જૉન્સ, (સર) વિલિયમ (જ. 28 સપ્ટેમ્બર 1746,  લંડન; અ. 27 એપ્રિલ 1794 કૉલકાતા) : અઢારમી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ. તેમણે ઇંગ્લૅન્ડની પ્રખ્યાત શિક્ષણસંસ્થા હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું. વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન જ ગ્રીક, ફ્રેંચ અને લૅટિન ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે ગદ્યમાં લેખો અને પદ્યમાં સુંદર કાવ્યો લખ્યાં. તેમની ભાષા પ્રવાહી…

વધુ વાંચો >

જોશી, કલ્યાણરાય

જોશી, કલ્યાણરાય (જ. 12 જુલાઈ 1885;  અ. 19 જુલાઈ 1976) : વિજ્ઞાનવિષયક તથા ચરિત્રગ્રંથોના લેખક અને ઓખામંડળની સંસ્કૃતિના અભ્યાસી. પિતા નથુભાઈ ઓધવજી અને માતા દિવાળીબહેન. પ્રાથમિક શિક્ષણ બેટ દ્વારકામાં લીધેલું. માધ્યમિક શિક્ષણ દ્વારકા અને મુંબઈમાં. 1904માં મૅટ્રિકની પરીક્ષામાં વિજ્ઞાનમાં ઉલ્લેખનીય ગુણ સાથે ઉત્તીર્ણ થયા અને ઉત્તમરામ સ્મારક શિષ્યવૃત્તિ મેળવી. એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

જ્યૉર્જિયા (યુ.એસ.)

જ્યૉર્જિયા (યુ.એસ.) : યુ. એસ.નું એક સંલગ્ન રાજ્ય. તે આટલાંટિક મહાસાગરના કિનારે મિસિસિપી નદીની પૂર્વ બાજુએ 30° 25´થી 35° ઉ. અ. અને 80° 20´થી 85° 36´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,49,976 ચોકિમી. છે; ક્ષેત્રફળની દૃષ્ટિએ તેનું સંઘ રાજ્યોમાં એકવીસમું સ્થાન છે. જ્યૉર્જિયાની પૂર્વ દિશાએ દક્ષિણ કૅરોલિના…

વધુ વાંચો >

જ્યૉર્જિયો

જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ…

વધુ વાંચો >

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 8 ફેબ્રુઆરી 1897, હૈદરાબાદ, સિંધ; અ. 3 મે 1969 નવી દિલ્હી) : ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઈમગંજના વતની. પિતા ફિદાહુસેનખાન વકીલાતનો વ્યવસાય કરતા. ઝાકિરહુસેન 9 વરસની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ચુસ્ત મુસ્લિમ ધર્મના વાતાવરણવાળી ઇટાવાની ઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો અને અલીગઢની…

વધુ વાંચો >

ઝામ્બિયા

ઝામ્બિયા (Zambia) : પૂર્વ મધ્ય આફ્રિકાનું સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 14° 30´ દ. અ. અને 27° 30´ પૂ. રે.. અગાઉ તે ઉત્તર રોડેશિયા તરીકે ઓળખાતું હતું. ટાંગાનિકા સરોવરથી નામિબિયાની કેપ્રીવી પટ્ટી સુધી વિસ્તરેલા આ દેશના અગ્નિખૂણે ટાન્ઝાનિયા, પશ્ચિમ અને ઉત્તરે કૉંગો પ્રજાસત્તાક, પશ્ચિમે ઍંગોલા, નૈર્ઋત્ય ખૂણે કેપ્રીવી પટ્ટી અને…

વધુ વાંચો >

ઝામ્બેઝી

ઝામ્બેઝી : આફ્રિકાની ચોથા નંબરની લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 18° 55´ દ. અ. અને 36° 04´ પૂ. રે. લંબાઈ 2655 કિમી. ઝામ્બિયાના વાયવ્ય ખૂણે આવેલા 1460 મી. ઊંચા ઉચ્ચપ્રદેશની કાલેની ટેકરીમાંથી ઉદભવ. સ્રાવક્ષેત્ર 12 કે 13 લાખ ચોકિમી. ઉષ્ણકટિબંધના પ્રદેશમાંથી વહીને અગોલા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે તથા મોઝામ્બિક રાજ્યોમાંથી પસાર થઈને…

વધુ વાંચો >

ઝારાનું યુદ્ધ

ઝારાનું યુદ્ધ : કચ્છની ધરતી ઉપર સિંધના અમીર ગુલામશાહ અને કચ્છના રાવ ગોડજીનાં લશ્કર વચ્ચે ખેલાયેલું અવિસ્મરણીય યુદ્ધ. 1760માં રાવ લખપતના મૃત્યુ પછી ગાદીએ આવેલા રાવ ગોડજીના શાસન દરમિયાન જૂના દીવાન પૂંજા શેઠને રુખસદ અપાઈ હતી અને તેના સ્થાને તેના જ સેવક જીવણને દીવાનપદ અપાયું હતું. આ કારણે અપમાનિત થયેલ…

વધુ વાંચો >