શિલ્પકલા

પલ્લવ શિલ્પ શૈલી

પલ્લવ શિલ્પ શૈલી : તમિળ ભાષી ચેન્નયી અને મહાબલિપુરમ્ વિસ્તારમાં પલ્લવ રાજવીઓને આશ્રયે ખીલેલી આ કલા. મહેન્દ્ર વર્મા અને એના પુત્ર નરસિંહ વર્મા (ઈ. સ. 600–650) બંને કલાપ્રેમી રાજવીઓએ કંડારાવેલાં ગુફામંદિરો પૈકી મામલ્લપુરમ્ પાસેના મંડપ અને રથ પ્રકારનાં સ્મારકો વિખ્યાત છે. આ કાળની પલ્લવશૈલી પર પશ્ચિમી ચાલુક્યો અને વિષ્ણુકુંડીઓની કલાનો…

વધુ વાંચો >

પશ્ચિમી ચાલુક્ય શિલ્પશૈલી

પશ્ચિમી ચાલુક્ય શિલ્પશૈલી : બાદામીના ચાલુક્યવંશના રાજાઓના આશ્રયે પાંગરેલી વિશિષ્ટ શિલ્પશૈલી. અનુગુપ્તકાલ(ઈ. સ. 550-700) દરમિયાન દક્ષિણાપથના દખ્ખણ વિસ્તારમાં વાકાટકોના અનુગામી ચાલુક્યોની સત્તા પ્રવર્તી. આ વંશના રાજા પુલકેશી 1લાએ વાતાપિ (બાદામી) વસાવી ત્યાં રાજધાની ખસેડી. તે અને તેનો પુત્ર કીર્તિરાજ અને પૌત્ર પુલકેશી 2જો વિદ્યા અને કલાના પ્રોત્સાહક હતા. આથી શિલ્પકલાને…

વધુ વાંચો >

પહાડપુરનાં શિલ્પો

પહાડપુરનાં શિલ્પો : ઉત્તર બંગાળના પહાડપુર(રાજશાહી જિલ્લો)ના મંદિરની દીવાલો પર પ્રાપ્ત  અનેકવિધ પ્રસંગો અને સજાવટી શિલ્પો ગુપ્તકાલ(350-550)ની પ્રશિષ્ટ શિલ્પશૈલીના મનોરમ નમૂનાઓ હોવાનું જણાય છે. મંદિરની દીવાલો પર રામાયણ અને મહાભારતની કથાઓ ઉપરાંત કૃષ્ણચરિતને લગતા પ્રસંગો સુંદર રીતે આલેખાયા છે. એમાં કૃષ્ણજન્મ, બાળકૃષ્ણને ગોકુળ લઈ જવા, ગોવર્ધન-ધારણ વગેરે પ્રસંગો ખાસ ધ્યાન…

વધુ વાંચો >

પંડ્યા મહેન્દ્ર

પંડ્યા, મહેન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1926, રાજપીપળા, જિલ્લો ભરૂચ; અ. 31 ડિસેમ્બર 2018, વડોદરા) : ગુજરાતના શિલ્પ-કલાકાર. કરજણકાંઠે કુદરતના સાન્નિધ્યમાં ઉછેર. પિતા ધીરજરામ તલાટી. 1936માં 13 વરસની ઉંમરે સ્કૂલ છોડી તે પછી છેક 1950માં એસ.એસ.સી. પાસ થયા અને મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. અહીં શંખો ચૌધરી…

વધુ વાંચો >

પાલ શિલ્પ શૈલી

પાલ શિલ્પ શૈલી : બિહાર અને બંગાળમાં 8મીથી 13મી સદી દરમિયાન પાલ રાજાઓના આશ્રયે પાંગરેલી વિશિષ્ટ શિલ્પ શૈલી. આ શૈલીનાં શિલ્પોમાં કેન્દ્રસ્થાને માનવઆકૃતિ રહેલી હોવાથી તેના શરીર અને શૃંગારની અભિવ્યક્તિ સ્પષ્ટ તરી આવતી જણાય છે. કમલાકાર આંખો અને જાડા હોઠ એમની વિશેષતા છે. નાલંદા આ શૈલીનું સર્વોત્તમ કેન્દ્ર હતું. ઉપરાંત…

વધુ વાંચો >

પાંડ્ય શિલ્પકલા

પાંડ્ય શિલ્પકલા : સુદૂર દક્ષિણમાં પાંડ્ય રાજ્યમાં 8મી સદીથી પ્રચલિત થયેલ શિલ્પશૈલી. પલ્લવ શૈલીનાં પ્રભાવવાળાં પાંડ્ય સ્થાપત્યોમાં શિલ્પો પણ એનાથી પ્રભાવિત હોવાનું જણાય છે. તિરુમલાઈપુરમનું શૈલમંદિર પૂર્વકાલીન પાંડ્યશૈલીનું સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. એના બ્રહ્મા, નૃત્ય કરતા શિવ તથા વિષ્ણુ અને ગણેશનાં શિલ્પોમાં દેહનું સ્થૂળપણું અને અન્ય સુશોભનોની સજાવટમાં સાદાઈ…

વધુ વાંચો >

પૂર્વી-ગંગ શિલ્પશૈલી

પૂર્વી-ગંગ શિલ્પશૈલી  : જુઓ ઓડિશાની શિલ્પકલા.

વધુ વાંચો >

પ્રતિમા

પ્રતિમા : માટી, કાષ્ઠ, ધાતુ, પથ્થર વગેરેની બનાવેલી દેવની મૂર્તિ. ક્યારેક મનુષ્યની આવી મૂર્તિ પણ હોય છે, પરંતુ તેને પ્રતિમા કહેવાય નહિ. પ્રતિમા કે મૂર્તિને હંમેશાં પૂજનીય ગણવામાં આવે છે. આવી પ્રતિમા બનાવવાનું કારણ એ છે કે જ્ઞાની મનુષ્યો જ નિરાકાર ઈશ્વરની કલ્પના કરે છે. સામાન્ય મનુષ્યો આવી પ્રતિમા દ્વારા…

વધુ વાંચો >

પ્રતિમાવિધાન

પ્રતિમાવિધાન કોઈ મૂળ વસ્તુની પ્રતિકૃતિ, પ્રતિચ્છાયા કે પ્રતીક. સૌંદર્યાનુભૂતિમાં પ્રતિમા એ કલાકારનું માનસ-પ્રત્યક્ષ છે; જેમાં તાલ, લય, ગતિ, વિન્યાસ, સંતુલન વગેરે સંપૂર્ણ અંગો સહિત સુંદરતાનો આવિર્ભાવ થાય છે. ભારતમાં ‘પ્રતિમા’ શબ્દ અંગ્રેજી ભાષામાં વપરાતા idol(બાવલા)ના અર્થમાં લેવાતો નથી. ત્યાં idol હંમેશાં ‘ખોટા દેવ’ માટે વપરાય છે, જ્યારે ‘પ્રતિમા’ શબ્દ તો…

વધુ વાંચો >

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન)

પ્રતિહારો (જૈન મૂર્તિવિધાન) : હિંદુ મંદિરોની જેમ જિનમંદિરોમાં મુકાતાં મોટે ભાગે પૂરા કદનાં દ્વારપાળનાં મૂર્તિશિલ્પો. આ શિલ્પો શાસ્ત્રના નિયમ પ્રમાણે કંડારાયેલાં છે. રૂપમંડન અને રૂપાવતાર જેવા શિલ્પગ્રંથો આ દ્વારપાળોનાં આયુધો, ઉપકરણો, અભિધાનો વગેરે શાસ્ત્રીય રીતે કંડારવાનો આગ્રહ રાખે છે. દરેક પ્રતિહાર ચતુર્ભુજ હોય છે તેમનું મૂર્તિવિધાન કોષ્ટકમાં આ પ્રમાણે નિર્દેશી…

વધુ વાંચો >