વ્રિજવિહારી દીનાનાથ દવે

ખવાણ

ખવાણ : ભૌતિક તેમજ રાસાયણિક ફેરફારોને કારણે પૃથ્વીની સપાટી પરના ખડકજથ્થાની નરમ થવાની, ભાંગી જવાની અને ખવાઈ જવાની ક્રિયા. પૃથ્વીની સપાટી પર જોવા મળતાં જુદાં જુદાં લક્ષણો વિવિધ પ્રાકૃતિક બળોની ક્રિયાઓને કારણે ઉદભવે છે. પ્રાકૃતિક બળોની સતત અસરથી ભૂપૃષ્ઠમાં મુખ્યત્વે ખવાણ, ઘસારો અને નિક્ષેપક્રિયા દ્વારા ફેરફારો થતા હોય છે. આ…

વધુ વાંચો >

ખંડજન્ય નિક્ષેપો

ખંડજન્ય નિક્ષેપો : દરિયાઈ નિક્ષેપોનો પ્રકાર. તે નદી અને દરિયાકિનારાના ઘસારાને કારણે જમીનવિસ્તારમાંથી પ્રાપ્ત થયેલાં દ્રવ્યોનો બનેલો હોય છે. ભૂમિ નજીકના સમુદ્રતળના વિસ્તારો, જેવા કે ખંડીય છાજલી અને ખંડીય ઢોળાવના વિસ્તારોમાં પ્રાણી અને વનસ્પતિના અસ્તિત્વ માટેના સંજોગો અનુકૂળ હોય છે. તેથી પ્રાણી-વનસ્પતિ-અવશેષો ખંડજન્ય નિક્ષેપો સાથે મળે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

ખંડીય છાજલી

ખંડીય છાજલી : સમુદ્રતળ-આલેખ પ્રમાણે ભૂમિ-વિસ્તાર પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીનો ઢોળાવ પ્રમાણમાં આછો હોય છે અને તે 180 મી. ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે, પરંતુ તેની પહોળાઈ બદલાતી રહે છે. ખંડીય છાજલી (1) સમુદ્રનાં પાણીની સપાટી ઊંચી જવાને કારણે અથવા નજીકની ભૂમિના અધોગમનને કારણે, (2)…

વધુ વાંચો >

ખંડીય ઢોળાવ

ખંડીય ઢોળાવ : ખંડીય છાજલી પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીના પ્રમાણમાં તેનો ઢોળાવ વધુ હોય છે. ખંડીય ઢોળાવ 180 મી. માંડીને 3600 મી. સુધી વિસ્તરેલો સમુદ્રતળ ભાગ છે. વીસમી સદી દરમિયાન દૂર દેશોના સંદેશાવ્યવહાર માટે અહીં કેબલ નાખવામાં આવ્યા હતા, જેનું સ્થાન હવે ઉપગ્રહોએ લીધું છે.…

વધુ વાંચો >

ખંડીય પ્રવહન

ખંડીય પ્રવહન : ખંડોની ખસવાની ક્રિયા. પૃથ્વીની ઉત્પત્તિ પછીના કોઈ કાળમાં મૂળ ભૂમિજથ્થાઓની ખંડન તેમજ સ્થાનાંતરની ક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલી ભૂમિખંડો અને મહાસાગરોની આજે જોવા મળતી ગોઠવણી. ખંડોના આકારો પર ર્દષ્ટિ કરતાં માલૂમ પડે છે કે સમુદ્રો અને મહાસાગરોને કારણે ખંડો એકમેકથી જુદા પડી ગયેલા દેખાય છે. ખંડો-મહાસાગરોની આ પ્રકારની…

વધુ વાંચો >

ખીણહિમનદી

ખીણહિમનદી : ખીણમાંથી પસાર થતી હિમનદી. યુરોપના આલ્પ્સ પર્વતોમાં આશરે 2,000 જેટલી ખીણહિમનદીઓ હોવાનું અંદાજવામાં આવ્યું છે. દુનિયાની લાંબામાં લાંબી ખીણહિમનદી અલાસ્કામાં આવેલી છે જે હબ્બાર્ડ હિમનદીના નામથી જાણીતી છે, તેની લંબાઈ આશરે 128.72 કિમી. છે. ખીણહિમનદીઓ હિમાલય પર્વતમાળામાં પણ આવેલી છે. હિમાલયની મોટા ભાગની હિમનદીઓ આ પ્રકારની છે, જેમાંની…

વધુ વાંચો >

ગરમ પાણીના ઝરા

ગરમ પાણીના ઝરા : સામાન્ય રીતે જ્વાળામુખીને પાત્રરૂપ વિસ્તારોમાં જોવા મળતા ઝરા. ગરમ પાણીના ઝરાનું તાપમાન હૂંફાળા પાણીથી માંડીને 100° સે. સુધીનું હોઈ શકે છે. ઝરાના પાણીમાં ખનિજ દ્રવ્ય ઓગળેલું હોય છે. કેટલીક વખતે પાણીમાં ઓગળેલા ચૂનેદાર દ્રવ્યની નિક્ષેપક્રિયા બને છે અને તે ‘કૅલ્કસિન્ટર’ના નામથી ઓળખાય છે. આવા નિક્ષેપોનું રાસાયણિક…

વધુ વાંચો >

ગરમ પાણીના ફુવારા

ગરમ પાણીના ફુવારા : જ્વાળામુખીને પાત્રરૂપ વિસ્તારોમાં આવેલા ગરમ પાણીના ઝરામાંથી કેટલીક વખતે અમુક અમુક સમયને અંતરે વેગ સાથે બહાર ફેંકાતાં ગરમ પાણી અને વરાળ. આ પ્રકારના લક્ષણવાળા ઝરા ગરમ પાણીના ફુવારા તરીકે ઓળખાય છે. તેમાંથી બહાર ફેંકાતા પાણીનો જથ્થો થોડાક લિટરથી માંડીને હજારો લિટર સુધીનો હોય છે. અને પાણી…

વધુ વાંચો >

ગંધક (ભૂસ્તર)

ગંધક (ભૂસ્તર) : રા. બં. : S; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્વ. : પિરામિડથી બંધાયેલા સ્ફટિક, જથ્થામય કે પોપડી સ્વરૂપ; રં. : પીળો, પરંતુ કેટલીક વખતે લાલાશ કે લીલાશ પડતો; સં. : પ્રિઝમ અને પિરામિડને સમાંતર; ચ. : રાળ જેવો; ચૂ. : પીળો; ક. : 1.5થી 2.5; વિ. ઘ. :…

વધુ વાંચો >

ગાર્નેટ (વિશિષ્ટ ખનિજ વર્ગ)

ગાર્નેટ (વિશિષ્ટ ખનિજ વર્ગ) : આ ખનિજ વર્ગમાં ચોક્કસ નામવાળા મહત્વના ખનિજ પેટાપ્રકારોની શ્રેણીનો સમાવેશ કરેલો છે. ગાર્નેટ ખનિજ ક્યૂબિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. તેમનાં સ્ફટિકોમાં સ્વાભાવિક રીતે જોવા મળતાં સ્વરૂપો ‘ડોડેકાહેડ્રન’ અને ‘ટ્રેપેઝોહેડ્રન’ છે. બધાં ગાર્નેટનું સામાન્ય સૂત્ર એક છે; પરંતુ બંધારણમાં રહેલાં તત્વો જુદાં જુદાં હોય છે,…

વધુ વાંચો >