વ્રિજવિહારી દીનાનાથ દવે
કાર્બોનેટાઇટ
કાર્બોનેટાઇટ : એક વિશિષ્ટ પ્રકારનો અગ્નિકૃત આલ્કલી ખડક. તે ચૂનાખડક જેવો દેખાતો હોવા છતાં ચૂનાખડકનો સમાનઅર્થી નથી, પરંતુ ઘણાં સ્થાનોમાં અંતર્ભેદિત અગ્નિકૃત આલ્કલી ખડકો સાથે મળી આવતો અંતર્ભેદિત કાર્બોનેટ ખડક છે. કાર્બોનેટાઇટ મુખ્યત્વે કૅલ્સાઇટ અને ડૉલોમાઇટ ખનિજોથી બનેલો, સ્ફટિકમય કણરચનાવાળો એક વિશિષ્ટ પ્રકારનો અગ્નિકૃત ખડક છે. તેના બંધારણમાં કૅલ્સાઇટ અને…
વધુ વાંચો >કાર્સ્ટ સ્થળર્દશ્ય
કાર્સ્ટ સ્થળર્દશ્ય : ચૂનાખડકવાળા વિસ્તારોમાં ઉદભવતાં સપાટી પરનાં અનિયમિત આકારવાળાં સ્થળર્દશ્યો. આ વિસ્તારોમાં ભૂગર્ભજળ એક વિશિષ્ટ પ્રાકૃતિક બળ તરીકે કાર્ય કરે છે. ભૂગર્ભજળની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ચૂનાખડકવાળા વિસ્તારોમાં ડૂબક બખોલ (swallow holes), ભૂગર્ભપ્રવહનમાર્ગ (underground channels), પ્રાકૃતિક કમાન (natural arch) કે પ્રાકૃતિક સેતુ (natural bridge) જેવી લાક્ષણિક રચનાઓ તૈયાર થાય છે.…
વધુ વાંચો >કાંપ (alluvium)
કાંપ (alluvium) : અર્વાચીન નદીઓની રચનાત્મક ક્રિયા દ્વારા ઉદભવતા જતા કણજન્ય નિક્ષેપો માટે ઉપયોગમાં લેવાતો સામાન્ય પર્યાય. આ પર્યાય હેઠળ નદીતળ, પૂરનાં મેદાનો, મુખત્રિકોણ, સરોવર, પહાડી પ્રદેશોના ઢોળાવના તળેટી વિસ્તારો તેમજ નદીનાળ પ્રદેશોમાં એકત્રિત થતા નિક્ષેપોનો સમાવેશ કરી શકાય. રેતી, માટી અને સિલ્ટ જેવા સૂક્ષ્મ કણોથી બનેલો સ્વચ્છ જળજન્ય નિક્ષેપ…
વધુ વાંચો >કિમ્બરલાઇટ
કિમ્બરલાઇટ : અલ્ટ્રાબેઝિક ખડક. મૂળ નામ માઇકાપેરિડોટાઇટ. મૅગ્મામાંથી બનેલો અંત:કૃત ઉત્પત્તિવાળો અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક. તેના ખનિજબંધારણમાં મુખ્યત્વે ઓલિવિન છે. તેની સાથે થોડા પ્રમાણમાં બાયોટાઇટ ખનિજ પણ મળી આવે છે. દક્ષિણ આફ્રિકાના કિમ્બરલી વિસ્તારમાં મળતો હોવાથી તેને કિમ્બરલાઇટ નામ અપાયું છે. અહીંના જ્વાળામુખી કંઠમાં આ ખડક પુરવણી સ્વરૂપે મળી આવે છે.…
વધુ વાંચો >કીરેટોફાયર
કીરેટોફાયર : એક પ્રકારનો જ્વાળામુખી ખડક. મૂળભૂત રીતે સોડા ફેલ્સ્પારયુક્ત ટ્રેકાઇટ લક્ષણવાળા જ્વાળામુખી ખડકને કીરેટોફાયર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલમાં આ શબ્દનો ઉપયોગ, આલ્બાઇટ અથવા આલ્બાઇટ-ઓલિગો ક્લેઝ, ક્લોરાઇટ, એપિડોટ અને કેલ્સાઇટ જેવાં વિશિષ્ટ ખનિજોના બનેલા બધા જ સેલિક (આછા રંગવાળા) લાવાના ખડકો તેમજ ડાઇક ખડકો માટે કરવામાં આવે છે.…
વધુ વાંચો >કુસ્થિત ખડક
કુસ્થિત ખડક : હિમનદીઓના વિસ્તારમાં મળતો અસ્થિર સ્થિતિમાં રહેલ ખડક. હિમનદીજન્ય ઘસારાથી ઉદભવતો શિલાચૂર્ણ જથ્થો હિમનદીની સાથે સાથે વહનક્રિયા પામે છે. આ પ્રકારના શિલાચૂર્ણમાં ખડકોના વિવિધ કદના નાનામોટા ટુકડા પણ હોય છે. મોટા ટુકડાને વિસંગત ખડક પણ કહે છે. ક્યારેક આવા વિસંગત ખડકો અસ્થિર સ્થિતિમાં ક્યાંક સ્થાપિત બની રહે છે,…
વધુ વાંચો >કૃમિમાર્ગો
કૃમિમાર્ગો : ખડક-સપાટી પરનાં જળવાઈ રહેલાં પ્રાણીઓનાં પદચિહનો. જળકૃત ખડકોમાં પ્રાચીન કાળનાં પ્રાણીઓ દ્વારા થયેલા હલનચલનના માર્ગો દર્શાવતાં પદચિહનો જેવાં લક્ષણો જોવા મળે છે. આવાં ચિહનોને કૃમિમાર્ગો તરીકે ઓળખાવાય છે. પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓનાં આ પ્રકારનાં માર્ગચિહનોને અંગ્રેજીમાં Tracks and Trails કહે છે. જળકૃત ખડકોમાં જોવા મળતાં આ જીવજન્ય લક્ષણોને…
વધુ વાંચો >કેઓલિનાઇટ (કેઓલિન)
કેઓલિનાઇટ (કેઓલિન) : માટી વર્ગનાં ખનિજો માટે અપાયેલું જૂથનામ. ચિનાઈ માટી (china clay) એ આ ખનિજ માટે વપરાતો પ્રચલિત પર્યાય છે. કેઓલિનાઇટ એ Al2(Si2O5)(OH)4ના સરખા બંધારણવાળાં કેઓલિનાઇટ, ડિકાઇટ અને નેક્રાઇટ, જેવાં જુદી જુદી અણુરચનાવાળાં ખનિજોને આપેલું જૂથનામ છે. કેઓલિનાઇટમાંનું કેઓલિન – Al2O3•2SiO2•2H2O – એ ચાઇના ક્લેનો મુખ્ય ઘટક ગણાય છે.…
વધુ વાંચો >કેટલ્સ
કેટલ્સ : હિમનદી-નિક્ષેપમાં મળી આવતાં કૂંડી આકારનાં બાકોરાં. આ પ્રકારનાં બાકોરાંનો વ્યાસ થોડાક મીટરથી માંડીને કેટલાક કિલોમીટર સુધીનો હોઈ શકે છે. હિમનદી-નિક્ષેપથી થોડા પ્રમાણમાં કે સંપૂર્ણપણે આચ્છાદિત બનેલા બરફના પીગળવાથી તે અસ્તિત્વમાં આવે છે. બરફના પીગળવાથી નિક્ષેપ માટે કોઈ આધાર રહેતો નથી. પરિણામે તે તૂટી પડે છે અને કેટલ્સની રચના…
વધુ વાંચો >કૅન્ક્રિનાઇટ
કૅન્ક્રિનાઇટ : ફેલ્સ્પૅથોઇડ સમૂહનું ખનિજ. રા. બં. – (Na-Ca)7-8 A16Si6O24 (CO3, SO4, Cl) 1.5-2, 1-5H2O અથવા 4(Na Al SiO4) CaCO3-H2O (લગભગ); સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ.-જથ્થામય; રં. – રંગવિહીન, સફેદ, પીળો, નારંગી, ગુલાબીથી રતાશ પડતો, લાલ, આછા વાદળીથી રાખોડી વાદળી; ચ. – કાચમય, મૌક્તિક, તૈલી, પારદર્શકથી અર્ધપારદર્શક; ભં. સ. –…
વધુ વાંચો >