વિ. પ્ર. ત્રિવેદી
બ્વાલૉ-દેપ્રેઓ, નિકૉલા
બ્વાલૉ-દેપ્રેઓ, નિકૉલા (જ. 1 નવેમ્બર 1636, પૅરિસ; અ. 13 માર્ચ 1711, પૅરિસ) : ફ્રેન્ચ વિવેચક અને કવિ. મૉલિયર, લા ફૉન્તેન અને રેસિનના મિત્ર, કાયદાનિષ્ણાત અને રાજ્યમાન્ય ઇતિહાસકાર. નવ્ય પ્રશિષ્ટતાવાદ(neo-classicism)ના પુરસ્કર્તા. પોતાની હયાતીમાં ફ્રાન્સ માટે જીવતીજાગતી દંતકથા બની ગયા હતા. પિતા સરકારમાં ઉચ્ચ પદાધિકારી. 2 વર્ષના હતા ત્યારે માતાનું અવસાન. પોતે…
વધુ વાંચો >ભગત, કહળસંગ
ભગત, કહળસંગ (જ. 1843; અ. 21 જાન્યુઆરી 1894, સમઢિયાળા); ગંગાસતી (જ.?; અ. 15 માર્ચ 1894, સમઢિયાળા); પાનબાઈ (જ. ?; અ. 19 માર્ચ 1894, સમઢિયાળા) : જાતિ કે વર્ણના ભેદભાવ વગર જીવન જીવી અનન્ય ભક્તિથી પરમતત્વની અનુભૂતિ કરનાર, સૌરાષ્ટ્રની સંતત્રિપુટી. સંતભક્ત કવિ કહળસંગ, કવયિત્રી ગંગાસતી અને તેમનાં પરમ શિષ્યા પાનબાઈની જગ્યા…
વધુ વાંચો >ભારત
ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…
વધુ વાંચો >ભારતીય અંગ્રેજી સાહિત્ય
ભારતીય અંગ્રેજી સાહિત્ય ઈ. સ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી વેપારાર્થે ભારત આવેલી ઈસ્ટ ઇંડિયા કંપનીએ બંગાળની ભૂમિ પર શાસનનો દોર હાથમાં લેવા માંડ્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નંખાયા તેની સાથે અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સંસ્કૃતિના સંપર્કથી ભારતીય સાહિત્ય અને સમાજમાં એક પ્રકારની નવચેતના અને રાષ્ટ્રીયતા જાગવા લાગી. તેની…
વધુ વાંચો >મલાયો-પૉલિનેશિયન ભાષાઓ
મલાયો-પૉલિનેશિયન ભાષાઓ : ઑસ્ટ્રોનેશિયન ભાષાઓ તરીકે પણ ઓળખાતું, મલેશિયા અને ઇન્ડોનેશિયન આર્કિપેલેગોના તેમજ ફિલિપાઇન્સ, વિયેટનામના કેટલાક પ્રદેશો, કંબોડિયા, તાઇવાન, માડાગાસ્કર અને મધ્ય તથા દક્ષિણ પેસિફિક (ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિની સિવાય) ટાપુઓમાં બોલાતી-લખાતી ભાષાઓનું એક મોટું જૂથ. સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાને લીધે આ ભાષાઓના અભ્યાસ પરત્વે તજ્જ્ઞોનું ધ્યાન સવિશેષ ખેંચાયું છે. તાઇવાનથી…
વધુ વાંચો >મહાપાત્ર, સીતાકાંત
મહાપાત્ર, સીતાકાંત (જ. 17 સપ્ટેમ્બર 1937, માહાંગા, ઓરિસા) : ઊડિયા કવિ. શિક્ષણ ઉત્કલ, અલ્લાહાબાદ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. નૃવંશશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ. 1961માં ભારતીય વહીવટી સેવા(આઈ.એ.એસ.)માં જોડાયા. તે પહેલાં રાજ્ય અને કેન્દ્રની યુનિવર્સિટીઓમાં બે વર્ષ માટે અધ્યાપન. ઊડિયા ભાષામાં 12 કાવ્યસંગ્રહો. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ તેમના કાવ્યસંગ્રહ ‘વર્ષા શકાલા’(‘અ મૉર્નિંગ ઑવ્ રેઇન’)ને ભારતીય…
વધુ વાંચો >મહેતા, કાશીરામ લલ્લુભાઈ
મહેતા, કાશીરામ લલ્લુભાઈ (જ. 1895, વલભીપુર; અ. 17 મે 1959, અમદાવાદ) : ભારતના મુક્તિસંગ્રામના અદના સૈનિક, ગાંધીયુગના સત્યનિષ્ઠ આદર્શ ગ્રામસેવક, કેળવણીકાર. પ્રાથમિક શિક્ષકો માટેની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષણ લીધું. પત્ની નર્મદાબહેન શિક્ષક તરીકે શરૂઆત વલભીપુરમાં. દરબારી શાળામાં બે રૂપિયાના માસિક પગારથી શિક્ષક રહ્યા. સોનગઢ ગુરુકુળમાં પણ હતા; પરંતુ ખીરસરાની શાળામાં બાળકોને…
વધુ વાંચો >માફિયા
માફિયા : કોઈ પણ સ્થળ કે કાળમાં છૂપી રીતે ગેરકાયદેસર કામ કરનારું ગુનેગારોનું સંગઠન. સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન જુદા જુદા સ્વરૂપમાં વ્યક્તિગત કે સમૂહસ્વરૂપે ગુનાઓ થતા જ રહ્યા છે. ગુનાને કોઈ સરહદો હોતી નથી. બધી સંસ્કૃતિઓમાં તે જોવા મળે છે. બધી જાતિઓમાં તે બનતા હોય છે. આર્થિક પ્રવૃત્તિના ભાગરૂપે તેનું અસ્તિત્વ…
વધુ વાંચો >માર્લો, ક્રિસ્ટોફર
માર્લો, ક્રિસ્ટોફર (જ. 6 ફેબ્રુઆરી 1564, કૅન્ટરબરી; અ. 30 મે 1593, ડેફ્ટફર્ડ) : અંગ્રેજ નાટ્યકાર અને કવિ. એલિઝાબેથના સમયના ‘યુનિવર્સિટી વિટ’ નામક વૃંદના સભ્ય. સામાજિક રૂઢિઓ વિરુદ્ધ બંડ કરવાની સ્વૈરવૃત્તિ અને તે મુજબનું આચરણ કરનારા લેખક. પિતા ચર્મકાર. શિક્ષણ કૅન્ટરબરીની કિંગ્ઝ સ્કૂલ અને કૉર્પસ ક્રિસ્ટી કૉલેજ, કેમ્બ્રિજમાં. બી.એ. 1584માં અને…
વધુ વાંચો >માલહર્બ, ફ્રાન્સ્વા દ
માલહર્બ, ફ્રાન્સ્વા દ (જ. 1555, કાન કે તેની નજીક, ફ્રાન્સ; અ. 16 ઑક્ટોબર 1628, પૅરિસ) : ફ્રેન્ચ કવિ. તેમણે પોતાની ઓળખ ‘શબ્દોને સુચારુ રીતે ગોઠવી આપનાર ઉત્તમ કીમિયાગર’ તરીકે આપી છે. સિદ્ધાંતનિષ્ઠ હોવાથી પોતે કાવ્યમાં ચુસ્ત સ્વરૂપ, આત્મસંયમ અને ભાષાની શુદ્ધતાના પ્રખર હિમાયતી હતા. ફ્રેન્ચ સૌષ્ઠવપ્રિયવાદ(classicism)નો પાયો નાંખનાર પુરોગામીઓમાં તેમનું…
વધુ વાંચો >