વનસ્પતિશાસ્ત્ર

પોષકસ્તર (tapetum)

પોષકસ્તર (tapetum) : પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર. તે લઘુબીજાણુજનન(microporogenesis)ની ચતુષ્ક (tetrad) અવસ્થાએ મહત્તમ વિકાસ સાધે છે. તે બીજાણુજનક (sporogenous) પેશીને સંપૂર્ણ આવરે છે અને નોંધપાત્ર દેહધાર્મિક મહત્ત્વ ધરાવે છે; કારણ કે તેના દ્વારા બીજાણુજનક પેશીને બધું જ પોષક દ્રવ્ય મળે છે. તે એક જ સ્તરનું બનેલું હોય છે અને…

વધુ વાંચો >

પ્યુનીકા

પ્યુનીકા : જુઓ દાડમ

વધુ વાંચો >

પ્રકાશ (જીવવિજ્ઞાન)

પ્રકાશ (જીવવિજ્ઞાન) સજીવોના અસ્તિત્વ માટે જરૂરી પરિબળો પૈકીમાંનું એક સૌથી મહત્વનું પરિબળ. આજે જે પ્રકારે જીવન અસ્તિત્વ ધરાવે છે તે પ્રકાશ વિના શક્ય નથી. પૃથ્વીના વિવિધ વિસ્તારો પર પ્રકાશ એકસરખી રીતે પથરાતો હોવાથી વનસ્પતિસમાજના બંધારણ પર ખાસ પ્રભાવ જણાતો નથી; આમ છતાં, કેટલાક વિશિષ્ટ વિસ્તારોમાં પ્રકાશની અગત્ય ઘણી વધી જાય…

વધુ વાંચો >

પ્રકાશશ્વસન (photorespiration)

પ્રકાશશ્વસન (photorespiration) જારક (aerobic) શ્વસન સાથે સામ્ય દર્શાવતો શ્વસનનો એક પ્રકાર. આ ક્રિયા દરમિયાન જારકશ્વસનની જેમ ઑક્સિજન(O2)નું ગ્રહણ અને કાર્બન ડાયૉક્સાઇડનો નિકાલ થાય છે; છતાં કાર્યશક્તિ મુક્ત થતી નથી [ફૉસ્ફોરાયલેટેડ શર્કરામાંથી ATP(એડિનોસાઇન ટ્રાઇફૉસ્ફેટ)નું સંશ્લેષણ થતું નથી]. જર્મન જૈવરસાયણવિજ્ઞાની વૉરબર્ગે 1920ના દાયકાના પ્રારંભમાં દર્શાવ્યું કે ઑક્સિજન પ્રકાશસંશ્લેષણની ક્રિયાનો અવરોધ કરે છે.…

વધુ વાંચો >

પ્રકાશ સંશ્લેષક જીવાણુ

પ્રકાશ સંશ્લેષક જીવાણુ : જુઓ સાયનોફાઈટા (નીલહરિત લીલ)

વધુ વાંચો >

પ્રકાશસંશ્લેષણ

પ્રકાશસંશ્લેષણ જીવંત સૃષ્ટિમાં ઊર્જા-નિવેશ(energy input)ની એકમાત્ર ક્રિયાવિધિ. પ્રકાશસંશ્લેષણ દ્વારા સંશ્લેષિત ન થયાં હોય તેવાં અકાર્બનિક રાસાયણિક સંયોજનોનું ઉપચયન (oxidation) કરીને ઊર્જા પ્રાપ્ત કરતાં રસાયણી સંશ્લેષક (chemosynthetic) બૅક્ટેરિયા અલ્પસંખ્યક હોવાથી ઊર્જાના સમગ્ર અંદાજપત્રમાં તેમનું માત્રાત્મક મહત્વ ઘણું ઓછું છે. લીલી વનસ્પતિઓમાં હરિતકણની મદદ વડે થતી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અપચયોપચય (redox) પ્રક્રિયા છે;…

વધુ વાંચો >

પ્રકાશ-સામયિકતા

પ્રકાશ-સામયિકતા પ્રકાશ અને અંધકાર-સમયની સાપેક્ષ લંબાઈઓને અનુલક્ષીને થતી વનસ્પતિની પ્રતિક્રિયા. પ્રકાશ વનસ્પતિની વૃદ્ધિ અને પુષ્પોદભવ પર અસર કરતું એક અગત્યનું પરિબળ છે; દા.ત., મકાઈની જુદી જુદી જાતો નિશ્ચિત સંખ્યામાં પર્ણો ઉત્પન્ન કર્યા પછી જ પુષ્પનિર્માણ કરે છે. જમૈકાના ડુંગરોમાં જોવા મળતી વાંસની એક જાતિ બત્રીસ વર્ષે પુષ્પ ધારણ કરે છે;…

વધુ વાંચો >

પ્રકાંડ

પ્રકાંડ ભ્રૂણાગ્રમાંથી સૂર્યપ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામતો વનસ્પતિનો અક્ષ. બીજના અંકુરણ દરમિયાન ભ્રૂણાગ્ર સીધો ઉપર તરફ વૃદ્ધિ અને વિકાસ સાધી પ્રરોહનું નિર્માણ કરે છે. પ્રરોહમાં પ્રકાંડ અને તેની શાખાઓ, પર્ણો, કલિકાઓ, પુષ્પો અને તેમાંથી ઉદભવતાં ફળોનો સમાવેશ થાય છે. શાકીય વનસ્પતિના પ્રકાંડ તેમજ બહુવર્ષાયુ વનસ્પતિના કુમળા પ્રકાંડ ક્લૉરોફિલ ધરાવતા હોવાથી…

વધુ વાંચો >

પ્રતિજીવિતા (antibiosis)

પ્રતિજીવિતા (antibiosis) : બે સજીવો વચ્ચે એકબીજાનો વિરોધ કરે તેવા, પ્રતિરોધાત્મક (antagonistic) પ્રકારના, અંતરજાતીય (interspecific) સંબંધો દર્શાવતો જીવવિજ્ઞાનનો એક પેટાવિભાગ. ઓગણીસમા સૈકામાં જીવવિજ્ઞાનીઓએ જોયું કે એક પ્રકારનો સૂક્ષ્મ જીવ (microbe) બીજા પ્રકારના સૂક્ષ્મ જીવની વૃદ્ધિ(growth)ને અવરોધે છે. આમાં એક સજીવ જાતિ દ્વારા ઉત્પન્ન થતાં કેટલાંક દ્રવ્યો અથવા તેના દ્વારા સર્જાતા…

વધુ વાંચો >

પ્રતિબંધકો

પ્રતિબંધકો : વનસ્પતિઓમાં વૃદ્ધિ તેમજ ઉત્સેચકીય પ્રક્રિયા અવરોધતા પદાર્થો. વૃદ્ધિ અવરોધતા પદાર્થોને વૃદ્ધિ-અવરોધકો પણ કહે છે. તેમના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે : (1) વનસ્પતિની સક્રિય વૃદ્ધિ દરમિયાન તેમની સાંદ્રતા ઘટે છે અને વૃદ્ધિના ઘટાડા દરમિયાન સાંદ્રતા વધે છે. (2) વનસ્પતિમાંથી અલગ કરેલાં અંગો કે પેશીઓની વૃદ્ધિ અવરોધે છે. તે…

વધુ વાંચો >