વનસ્પતિશાસ્ત્ર
પરિપુષ્પ (perianth)
પરિપુષ્પ (perianth) : દ્વિદળી વર્ગના ઉપવર્ગ અદલા (apetalae) અને એકદળી વર્ગની વનસ્પતિઓના પુષ્પમાં આવેલું સહાયક ચક્ર. આ સહાયક ચક્ર વજ્ર (calyx) અને દલપુંજ(corolla)માં વિભેદન પામેલું હોતું નથી અને મોટેભાગે એકચક્રીય હોય છે. આ ચક્ર સામાન્ય રીતે બહારનું હોય છે. તેના એકમને પરિદલપત્ર કહે છે. આ પરિપુષ્પ ઘણુંખરું ચકચકિત અને રંગીન…
વધુ વાંચો >પરિસ્થિતિકીય પિરામિડો
પરિસ્થિતિકીય પિરામિડો : જુઓ નિવસનતંત્ર
વધુ વાંચો >પરોક્ષ શોષણ
પરોક્ષ શોષણ : કોષમાં ક્ષારોનું થતું અચયાપચયિક (non-metabolic) શોષણ. વનસ્પતિકોષને ક્ષારોના નીચી સાંદ્રતાવાળા માધ્યમમાંથી ઊંચી સાંદ્રતા ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે આયનોનું શરૂઆતમાં ઝડપથી શોષણ થાય છે અને ત્યાર પછી ચયાપચયિક નિયમન હેઠળ એકધારું ધીમું શોષણ થાય છે. આરંભિક ઝડપી શોષણ પર તાપમાન કે ચયાપચયિક અવરોધકોની અસર થતી નથી એટલે…
વધુ વાંચો >પર્ણવિન્યાસ (phyllotaxy)
પર્ણવિન્યાસ (phyllotaxy) : વનસ્પતિના પ્રકાંડ કે તેની શાખા પર ઉદ્ભવતાં પર્ણોનો ઉત્પત્તિક્રમ અને તેની ગોઠવણી. આ ગોઠવણી ખૂબ નિયમિત અને ગણિતીય હોય છે. જુદી જુદી વનસ્પતિની જાતિઓમાં પર્ણવિન્યાસ જુદો જુદો હોય છે; પ્રત્યેક જાતિમાં પર્ણવિન્યાસ નિશ્ચિત પ્રકારનો હોય છે. સામાન્યત: પ્રકાંડ નળાકાર અને લાંબું હોય છે અને જમીનની બહાર રહે…
વધુ વાંચો >પલાશ
પલાશ : જુઓ, ખાખરો
વધુ વાંચો >પાઇનેસી
પાઇનેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના કૉનિફેરોપ્સીડા વર્ગનું એક કુળ. તે મધ્યજીવી (mesozoic) મહાકલ્પ(era)ના જુરૅસિક કલ્પથી જાણીતી છે. આ વનસ્પતિઓ ઊંચી પર્વતમાળા અને સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે. તે મુખ્યત્વે બહુવર્ષાયુ વૃક્ષ રૂપે હોય છે અને બે પ્રકારની શાખાઓ ધરાવે છે અપરિમિત વૃદ્ધિ દર્શાવતી લાંબી શાખાઓ અને પરિમિત વૃદ્ધિ દર્શાવતી ટૂંકી…
વધુ વાંચો >પાણકંદો
પાણકંદો : એકદળી (લીલીઓપ્સીડા) વર્ગમાં આવેલા લીલીએસી-(લસુનાદિ)ની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Urginea indica (Roxb.) Kunth (સં. કોલકંદ, વનપલાંડુ, પટાલુ; હિં. જંગલી પ્યાઝ, રાનકાંદા, કોલકાંદા; બ. વનપિયાજ; મ. રાનકાંદા; ગુ. જંગલી કાંદો, પાણકાંદો, કોળકંદ; તા. નારીવગયામ્; તે અદાવિતેલગડા, નાક્કાવુલ્લી ગડ્ડા; મલ. કટ્ટુલ્લી; કટુતિક્ત; ક. આદાઇરીરુલ્લી, બનપ્રાણ; અ. ઉન્મુલ; ફા. પિયાજ…
વધુ વાંચો >પાણકુંભો (જળશૃંખલા)
પાણકુંભો (જળશૃંખલા) : એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા એરેસી (સૂરણાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pstia stratiotes Linn. (સં. જલકુમ્ભિકા, વારિપર્ણો, હિં. જલકુમ્ભી; બં. ટાકાપાના; મ. પ્રાશની, પાણકુંભી, ગોંડાલી, સેડવેલ, શેર્વળ; ગુ. પાણકુંભો, જળશૃંખલા; તા. આગમાતમારાઈ; તે. આનેટેરીટામાર; મલ. કુટાપાયલ, મુટ્ટાપાયલ; ક. આંતરાગંગે; ઉ. બોરાઝાંઝી; અં. વૉટર લેટિસ, ટ્રૉપિકલ ડકવીડ) છે.…
વધુ વાંચો >પાનરવો (પાંડેરવો)
પાનરવો (પાંડેરવો) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિયોનૉઇડી (પલાશાદિ) ઉપકુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Erythrina variegata Linn. var. orientalis (Linn.) Merrill syn. E. indica Lam. (સં. મંદાર, પારિભદ્ર, રક્તકેસર, પારિજાત; હિં. દાદપ, મંદાર, ફરહદ, જલનીમ; બ. પલિતામંદાર, પાલિદામાર, પલિતુ-મુદાર; મ. પાંગરા, મંદાર; ગુ. પાનરવો, પાંડેરવો, તમ. કલ્યાણ-મુરુક્કુ, મરુક્કુ;…
વધુ વાંચો >પાપડી(વાલ)
પાપડી(વાલ) : દ્વિદળી (મેગ્નેલિયોપ્સીડા) વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (શિંબી) કુળના ઉપકુળ પૅપિલિયોનૉઇડી(ફેબેસી; પલાશાદિ)ની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lablab purpureus(L) Sweet syn. Dolichos lablab L, D. purpureus L; Vigna aristata Piper (સં. નિષ્પાવ, વલ્લ, રાજશિંબ, શ્વેતશિંબિક, હિં. સેમ. સેબી; બં. બોરા, વરવટી; મ. ધેવડા, વાલ પાપડી; ગુ. વાલ, વાલોળ, વાલ પાપડી, પાપડી;…
વધુ વાંચો >