વનસ્પતિશાસ્ત્ર
નીમ્ફોઇડીસ
નીમ્ફોઇડીસ : વનસ્પતિઓના દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની નાનકડી પ્રજાતિ. તે તરતી કે ભૂપ્રસારી (creeping), જલજ શાકીય 20 જેટલી જાતિઓ ધરાવે છે. તેનું વિશ્વના ઉષ્ણ, ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરણ થયેલું છે. આ પ્રજાતિને લીમ્નેથીમમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં તેની 5 જાતિઓ નોંધાઈ છે. તે પૈકી ગુજરાતમાં…
વધુ વાંચો >નીલગિરિ
નીલગિરિ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મિર્ટેસી (લવંગ) કુળની વનસ્પતિ. તેને Eucalyptus પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે. આ પ્રજાતિ 300 જેટલી સદાહરિત અને સુરભિત (aromatic) વૃક્ષ-જાતિઓ વડે બનેલી છે અને તે ઑસ્ટ્રેલિયા, તાસ્માનિયા, ન્યૂગિની અને પડોશી ટાપુઓની સ્થાનિક (indegenous) પેદાશ છે. ત્યાં તે વનોનો ઘણો મોટો ભાગ બનાવે છે. તેની વિવિધ…
વધુ વાંચો >નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ)
નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગના યુફોરબિયેસી (એરંડાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Croton tiglium Linn. (સં. દ્રવન્તી, જયપાલ, દન્તિબીજ, બૃહદંતી, જેપાલ; હિં. જમાલગોટા; બં. જયપાલ; પં. જપોલોટા મ. જેપાળબીજ; ગુ. નેપાળો; તા. લાલ., નિર્વીલ; તે. નૈપાલવેમું; તુ. બ્યારીબિટ્ટુ; ફા. બેદઅંજીહખતાઈ, તુમ્ખેબંદે; અ. હબુસ્સલાતીન; અં. પર્જિંગ ક્રોટોન) છે.…
વધુ વાંચો >નેપિયર ઘાસ
નેપિયર ઘાસ : એકદળી વર્ગમાં આવેલ પોએસી કુળનું તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum purpureum Schum. (નેપિયર ઘાસ, હાથીઘાસ) છે. તે બહુવર્ષાયુ (perennial) છે. અને તેનાં થુંબડાં ઝુંડ (clumps) મોટાં 1.0 મી. વ્યાસનાં થાય છે. વળી તેનાં મૂળિયાં ઊંડે સુધી પ્રસરે છે. તેનો સાંઠો(culm) 2થી 4 મી. લાંબો અને 1.2થી 2.5…
વધુ વાંચો >નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI), લખનૌ
નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI), લખનૌ : લખનૌમાં આવેલી રાષ્ટ્રીય વનસ્પતિ-સંશોધન સંસ્થા. તે ધ કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), નવી દિલ્હીની રાષ્ટ્રીય પ્રયોગશાળાનું એક ઘટક છે. મૂળભૂત રીતે તેની સ્થાપના 1948માં રાષ્ટ્રીય વનસ્પતિ-ઉદ્યાન (National Botanic Gardens) તરીકે થઈ હતી. ઉત્તરપ્રદેશની સરકારે આ ઉદ્યાનનું 1948માં આધુનિકીકરણ કરી તેનો વિસ્તાર…
વધુ વાંચો >નેસ્ટર્શીઅમ
નેસ્ટર્શીઅમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુ સિફેરી) કુળની એક પ્રજાતિ. તે સાત છોડરૂપ જાતિઓની બનેલી નીની પ્રજાતિ છે અને ઉત્તર ગોળાર્ધમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. આ જાતિઓ પાણીની તીખી ભાજીઓ (water cresses) તરીકે જાણીતી છે; જેમાં Nasturtium microphyllum (પાણીની તીખી ભાજી) N.…
વધુ વાંચો >નૅસ્ટિક (અનુકુંચી) હલનચલન
નૅસ્ટિક (અનુકુંચી) હલનચલન : પ્રકાશ, તાપમાન અને સ્પર્શ જેવાં બાહ્ય પરિબળોને લીધે વનસ્પતિઓનાં પર્ણો અને દલપત્રો જેવાં દ્વિપાર્શ્વીય અંગોનું હલનચલન. તે અનુપ્રેરિત (paratonic) હલનચલનનો એક પ્રકાર છે. કેટલાક અપવાદોને બાદ કરતાં નૅસ્ટિક હલનચલનો જે તે અંગ ઉપર બધી તરફથી સરખા પ્રમાણમાં અસર કરતાં તાપમાન અને વિસૃત (diffuse) પ્રકારો જેવાં પર્યાવરણીય…
વધુ વાંચો >નેહીમીઆહ, ગ્રુ (ખ્રિસ્તી ધર્મપ્રવેશસંસ્કાર)
નેહીમીઆહ, ગ્રુ (ખ્રિસ્તી ધર્મપ્રવેશસંસ્કાર) : 26 સપ્ટેમ્બર 1641, મૅનસેટ્ટર, પારીસ, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 25 માર્ચ 1712, લંડન) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી, કાયચિકિત્સક (physician) અને સૂક્ષ્મદર્શિક (microscopist). તે ઇટાલિયન સૂક્ષ્મદર્શિક માર્સેલો માલ્પિધીની જેમ વનસ્પતિ શરીરરચનાવિજ્ઞાનના સંસ્થાપક હતા. માલ્પિધીએ જ્યારે વનસ્પતિશરીરવિજ્ઞાન વિશે રૉયલ સોસાયટી, લંડનને હસ્તપ્રત રજૂ કરી, તે જ સમયે ગ્રુએ પ્રથમ…
વધુ વાંચો >નૈસર્ગિક પસંદગી
નૈસર્ગિક પસંદગી : જુઓ, પ્રાકૃતિક પસંદગી.
વધુ વાંચો >નૈસર્ગિક સંપત્તિ
નૈસર્ગિક સંપત્તિ સજીવોના જીવનને ટકાવવામાં ઉપયોગમાં આવતા જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણના ઘટકો. જમીન, હવા, પાણી, વનસ્પતિઓ, પ્રાણીઓ, ઊર્જા વગેરે નૈસર્ગિક સંપત્તિ ગણાય છે. મનુષ્ય નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને પ્રગતિ સાધવા માટે કરે છે. નૈસર્ગિક સંપત્તિનું વર્ગીકરણ : નૈસર્ગિક સંપત્તિના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે : (1)…
વધુ વાંચો >