વનસ્પતિશાસ્ત્ર

રેસા અને રેસાવાળા પાકો

રેસા અને રેસાવાળા પાકો રેસાઓ : કોઈ પણ પદાર્થના પહોળાઈની તુલનામાં અત્યંત લાંબા વાળ જેવા તંતુઓ. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ તે જાડી દીવાલો અને અણીદાર છેડાઓ ધરાવતો વિશિષ્ટ પ્રકારનો લાંબો કોષ છે. વ્યાપારિક દૃષ્ટિએ તે વિવિધ લંબાઈ ધરાવતો (મિમી.ના ભાગથી શરૂ કરી બે કે તેથી વધારે મીટર)ના એક અથવા સેંકડો કોષો વડે…

વધુ વાંચો >

રેસીડેસી (Resedaceae)

રેસીડેસી (Resedaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પેરાઇટેલ્સ ગોત્રનું એક કુળ. આ કુળમાં 6 પ્રજાતિઓ અને લગભગ 70 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી 60 જેટલી જાતિઓ પ્રથમત: ભૂમધ્યસમુદ્રીય પ્રજાતિ Resedaની છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં Reseda pruinosa, R. aucheri, oligomeris glaucescens અને ochradenus baccatus થાય છે. તેની જાતિઓ યુરોપ,…

વધુ વાંચો >

રોઝવુડ

રોઝવુડ : જુઓ સીસમ.

વધુ વાંચો >

રૉઝિન

રૉઝિન : ઉત્તર અમેરિકાનાં તથા યુરોપનાં પાઇનવૃક્ષોની અનેક જાતો(દા.ત., Pinus pinaster, P. sylvestric, P. palustris, P. taeda)માંથી મેળવાતા દ્રવ્ય. ટર્પેન્ટાઇન નિસ્યંદિત કરતાં પીળા (amber) રંગના ઘન સ્વરૂપે મળતું પોચું દ્રવ્ય રેઝિનમાંથી. રૉઝિનની મુખ્ય ત્રણ જાતો હોય છે. જીવંત વૃક્ષોમાંથી રેઝિન મેળવીને તેનું નિસ્યંદન કરતાં ગમ રૉઝિન મળે છે. અપરિષ્કૃત રેઝિન…

વધુ વાંચો >

રોઝેસી

રોઝેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી કેલિસીફ્લોરી, ગોત્ર રૉઝેલ્સ અને કુળ રોઝેસી. આ કુળમાં લગભગ 115 પ્રજાતિઓ અને 3,200 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ પૃથ્વીના મોટાભાગના પ્રદેશોમાં થયેલું છે. તે પૂર્વ એશિયા,…

વધુ વાંચો >

રૉન્ડેલેશિયા (Rondeletia)

રૉન્ડેલેશિયા (Rondeletia) : દ્વિદળી વર્ગમાં આવેલા રૂબીએસી કુળની એક શોભન પ્રજાતિ. તેની ભારતમાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી એક જાતિનું નામ Rondeletia speciosa છે. તેની ઊંચાઈ લગભગ 1.5 મી. જેટલી હોય છે. તેના છોડ બહુ ફેલાતા નથી. પર્ણો સાદાં, સંમુખ, ઉપપર્ણીય (stipulate) નાનાં અને સદાહરિત હોય છે. તેની ઉપરની સપાટી રોમિલ હોય…

વધુ વાંચો >

રોહિષ ઘાસ

રોહિષ ઘાસ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cymbopogon nardus (Linn.) Rendle syn. Andropogon nardus Linn.; C. caesius syn. A. shoenanthus var. caesius Hack (સં. રોહિષ તૃણ, ધૂપસુગંધિકા; હિં. રોસા ઘાસ, પાલખડી, ગંધેજ ઘાસ; બં. રામકર્પૂર; ક. કિરૂગંજણી, કાચી હુલ્લી, કડિલ્લુ; મ. રોહિસ ગવત; અં.…

વધુ વાંચો >

રહાનિયેલ્સ

રહાનિયેલ્સ : ત્રિઅંગી વનસ્પતિઓના અશ્મીભૂત સાઇલો-ફાઇટોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રની વનસ્પતિઓ સૌથી આદ્ય કક્ષાની વાહકપેશીધારી, મૂળવિહીન અને પર્ણવિહીન હોય છે. તેઓ ભૂમિગત ગાંઠામૂળી (rhizome) અને યુગ્મશાખી હવાઈ-પ્રરોહો ધરાવે છે. ભૂમિગત ગાંઠામૂળીની નીચેની સપાટીએથી મૂલાંગો(rhizoids)ના સમૂહો ઉત્પન્ન થાય છે. હવાઈ-પ્રરોહ લીલા, પ્રકાશસંશ્લેષી અને નગ્ન હોય છે. તેની સમગ્ર સપાટી ઉપર…

વધુ વાંચો >

રહૅમ્નેસી

રહૅમ્નેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તેને બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે ઉપવર્ગ મુક્તદલા, શ્રેણી બિંબપુષ્પી (Disciflorae) અને ગોત્ર સીલાસ્ટ્રેલ્સમાં મૂકવામાં આવ્યું છે. આ કુળ લગભગ 58 પ્રજાતિઓ અને 900 જેટલી જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે ઠંડા પ્રદેશોમાં થતું નથી.…

વધુ વાંચો >

લઘુતમનો સિદ્ધાંત

લઘુતમનો સિદ્ધાંત : સ્થાયી સ્થિતિએ લગભગ સીમાંત (critical) લઘુતમ જથ્થામાં પ્રાપ્ય આવશ્યક દ્રવ્ય દ્વારા સજીવની વૃદ્ધિ અને પ્રજનન પર થતી અસર દર્શાવતો સિદ્ધાંત. આપેલી પરિસ્થિતિમાં સજીવ વૃદ્ધિ અને પ્રજનન સારી રીતે કરી શકે તે માટે આવશ્યક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હોવાં જરૂરી છે. આ મૂળભૂત જરૂરિયાતો સજીવની જાતિ અને પરિસ્થિતિ મુજબ…

વધુ વાંચો >