ર. ના. મહેતા

આનંદપુર

આનંદપુર : ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ. આશરે ઈ. પૂ. બીજી કે પહેલી સદીથી વિકસેલા આ નગરનો મુખ્ય ભાગ શર્મિષ્ઠા તળાવની પશ્ચિમ અને દક્ષિણ બાજુએ આશરે એક કિલોમીટરના વિસ્તારનો છે. તેની આજુબાજુ તેના જૂના અવશેષો છૂટાછવાયા આશરે એકથી દોઢ કિલોમીટરમાં વિસ્તરેલા છે. વલભીના મૈત્રક રાજાઓએ અહીંના બ્રાહ્મણોને દાન આપ્યાની…

વધુ વાંચો >

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં)

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ,…

વધુ વાંચો >

આમરી

આમરી : સિંધુ નદીને કિનારે આવેલા પ્રાચીન સંસ્કૃતિના ટીંબા. નન્દિગોપાલ મજુમદારે 1929માં અને કેસલે 1959-62 સુધીમાં સિંધુ નદીને કિનારે આવેલા આમરીના ટીંબામાં ઉત્ખનનો કર્યાં હતાં. તે હાલ પાકિસ્તાનમાં છે. તેમાંથી મળેલા અવશેષો એ તામ્રાશ્મયુગના હોવાનું અને આશરે ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીના હોવાનું દર્શાવે છે. આમરીના પ્રાચીન ટીંબાઓમાંથી મળેલાં માટીનાં વાસણો…

વધુ વાંચો >

આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો : કછવાહોની રાજધાનીનું નગર. એ જયપુરની પાસે પહાડોથી વીંટળાયેલી ખીણમાં આવેલું છે. એના કિલ્લાની દીવાલો આ પહાડો પર બાંધીને આખા નગરને સુરક્ષિત કરેલું છે, જેમાં કછવાહોના રાજમહેલો આવેલા છે. આમેરની વસાહત આશરે દશમી શતાબ્દી જેટલી પ્રાચીન હોવા છતાં ત્યાંના રાજમહેલો પ્રમાણમાં નવા છે. રાજા માનસિંહ (1592-1615) અને રાજા…

વધુ વાંચો >

આહડ

આહડ : રાજસ્થાનમાં ઉદયપુરની ઈશાન તરફ આશરે ચાર કિમી. દૂર આવેલી મહત્વની પ્રાચીન વસાહત. અહીં ઐતિહાસિક યુગનાં ઘણાં મંદિરો, શિલ્પો આદિ મળી આવે છે. આ નગરની સ્થાપના ઘણા પ્રાચીન સમયમાં થઈ હોવાનું અહીંના પુરાવસ્તુ અવશેષો દર્શાવે છે. આ વિસ્તારમાં તાંબાની ખાણો આવેલી છે. આ ખાણોમાંથી કાચો માલ કાઢીને તે શુદ્ધ…

વધુ વાંચો >

ઇજિપ્ત

ઇજિપ્ત આફ્રિકા ખંડના ઈશાન કોણમાં આવેલો દેશ. તે આશરે 220 ઉ. અ.થી 320 ઉ. અ. અને 250 પૂ. રે.થી 360 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો આરબ રિપબ્લિક ઑવ્ ઇજિપ્ત આરબ જગતમાં સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. વિસ્તાર : 10,01,449 ચો.કિમી. (આંતરિક જળવિસ્તાર સહિત) જ્યારે ભૂમિવિસ્તાર 9,97,677 ચોકિમી. છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો…

વધુ વાંચો >

ઇટાલી

ઇટાલી દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો…

વધુ વાંચો >

ઇરાક

ઇરાક મધ્યપૂર્વનો લોકશાહી આરબ દેશ. તે 29o 20´ થી 37o 33´ ઉ. અ. અને 38o 53´ થી 48o 16´ પૂ. રે. વચ્ચેનો 4,38,446 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘મોસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ…

વધુ વાંચો >

ઉત્ખનન

ઉત્ખનન : અતીતની જ્ઞાનપ્રાપ્તિ માટે દ્રવ્યગત સાધનોનો ઉપયોગ દર્શાવતી પુરાતત્વની મુખ્ય પદ્ધતિ. પુરાવસ્તુઓ આકસ્મિક રીતે અથવા વ્યવસ્થિત તપાસ દ્વારા મળે છે. તેની મદદથી શક્ય તેટલું માનવીય પ્રવૃત્તિનું તથા નૈસર્ગિક પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનાં બે અંગો છે : સર્વેક્ષણ અને ઉત્ખનન. સર્વેક્ષણથી પુરાવસ્તુઓનાં પ્રાપ્તિસ્થાનો શોધીને તે સ્થળે દેખાતી વિવિધ માનવકૃત…

વધુ વાંચો >

ઍન્ડરસન જૉહાન ગુન્નાર

ઍન્ડરસન જૉહાન ગુન્નાર (જ. 3 જુલાઈ 1874, નીસ્ટા, સ્વીડન; અ. 29 ઑક્ટોબર 1960, સ્ટૉકહોમ) : જાણીતા ભૂસ્તરશાસ્ત્રી અને પુરાવસ્તુવિદ. ઍન્ડરસને ચીનના પ્રાગૈતિહાસના અધ્યયનમાં ચુ-કુશીનની ગુફાઓ શોધીને 1921થી પગરણ માંડ્યાં. 1927માં એ ગુફામાંથી પ્રાગૈતિહાસિક માનવીના અવશેષો મળ્યા તે સિનૅન્થ્રૉપસને નામે ઓળખાય છે. 1921માં તેમણે યાંગ-શાઓ-ત્સુનના નવાશ્મયુગનાં માટીનાં વાસણો શોધી કાઢ્યાં, તેથી…

વધુ વાંચો >