રાસાયણિક ઇજનેરી

અધિશોષણ

અધિશોષણ (adsorption) : ઘન, પ્રવાહી અથવા વાયુરૂપ પદાર્થ-(અધિશોષ્ય, adsorbate)નું, બીજા ઘન અથવા પ્રવાહી પદાર્થ(અધિશોષક, adsorbant)ની સપાટી કે આંતરપૃષ્ઠ (interface) ઉપર આસંજન દ્વારા સંકેન્દ્રિત થવું. અધિશોષણ પ્રાવસ્થા વચ્ચેનાં આંતર-આણ્વિક બળો(intermolecular forces)ને આભારી હોય છે. તે એક પૃષ્ઠઘટના છે. વિશોષણ (desorption) એ અધિશોષણથી વિરુદ્ધની પ્રક્રિયા છે. જગતની ઉત્પત્તિ અને વિકાસમાં આ પ્રક્રિયાઓનો…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયોલૉજી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ બાયોલૉજી: જાદવપુર (કૉલકાતા) ખાતેની રાષ્ટ્રીય સંશોધનસંસ્થા. મૂળ 1935માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ નામથી ડૉ. જે. સી. રે (તેના સ્થાપક-નિયામક) અને તેમના દીર્ઘર્દષ્ટિવાળા સાથીદારોની પ્રેરણાથી સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થપાઈ હતી. 1956માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે તેનો હવાલો સંભાળતાં તેનું નવું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર…

વધુ વાંચો >

ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ

ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ : જુઓ વીજધ્રુવ વિભવ

વધુ વાંચો >

કોપાલ

કોપાલ : કેટલાંક ઝાડના રસમાંથી મળી આવતાં કુદરતી રેઝિન. કોપાલના ઍસિડ આંક ડામરના કરતાં સામાન્ય રીતે વધારે હોય છે. જુદી જુદી જગ્યાના ઝાડમાંથી મળતા કોપાલને તે પ્રમાણે નામ આપેલાં છે, જેમ કે કૌરી કોપાલ, મનિલા કોપાલ, કાગો કોપાલ વગેરે. કૉંગો કોપાલ અગત્યનું રેઝિન છે. તેનો ઉપયોગ સૌપ્રથમ ફ્રા ફોર્ચ્યુનેટો ડી…

વધુ વાંચો >

પ્રણોદકો (propellants)

પ્રણોદકો (propellants) : પૂર્વનિર્ધારિત, નિયંત્રિત માત્રામાં દહન પામી ગરમી તથા વાયુઓ ઉત્પન્ન કરવા દ્વારા પ્રણોદી (નોદક) (propulsive) હેતુઓ માટે ઉપયોગી ગતિજ ઊર્જા ઉત્પન્ન કરતાં રાસાયણિક ઇંધનો. પાત્રમાંના પદાર્થને વાયુવિલયો (aerosols) રૂપે બહાર ફેંકતા દાબિત (compressed) વાયુને પણ પ્રણોદક કહેવામાં આવે છે. પ્રણોદકનો મુખ્ય હેતુ સંયોજનના ખૂબ ઝડપી દહન દ્વારા પ્રતિ…

વધુ વાંચો >

પ્રવાહી-ઘન પ્રણાલી

પ્રવાહી-ઘન પ્રણાલી : જુદા જુદા તાપમાને અને દબાણે એકબીજા સાથે સમતોલનમાં રહેલી ઘન અને પ્રવાહી પ્રાવસ્થાનું બનેલું તંત્ર. ઘન અને પ્રવાહીના મિશ્રણને ગાળણ (filtration) દ્વારા આસાનીથી છૂટું પાડી શકાય છે. ગાળણમાં ગાળણ-માધ્યમ ઘન કણોને તેમાંથી પસાર થતાં રોકે છે. ગાળણનો દર વધારવા માટે માધ્યમની બંને બાજુઓમાં દબાણનો તફાવત ઉત્પન્ન કરવામાં…

વધુ વાંચો >

પ્રવાહી–પ્રવાહી નિષ્કર્ષણ (liquid-liquid extraction)

પ્રવાહી–પ્રવાહી નિષ્કર્ષણ (liquid-liquid extraction) : એકબીજામાં લગભગ અદ્રાવ્ય (અમિય) એવી બે પ્રવાહી પ્રાવસ્થાને એકબીજાના ઘનિષ્ઠ સંપર્કમાં લાવી એકમાં ઓગળેલા પદાર્થને અલગ કરવાની દ્રવ્યમાન સ્થાનાંતરણવિધિ (mass transfer operation). આ પદ્ધતિ રાસાયણિક વિભવના તફાવત ઉપર આધારિત હોવાથી તે અણુના આમાપ (size) કરતાં તેના રાસાયણિક પ્રકાર પ્રત્યે વધુ સંવેદી છે. આ વિધિમાં ત્રિઘટકીય…

વધુ વાંચો >

પ્રવાહી-પ્રવાહી પ્રણાલી

પ્રવાહી-પ્રવાહી પ્રણાલી : બે અથવા વધુ પ્રવાહીઓ ભેગાં થવાથી બનતી પ્રણાલી. જો એકબીજામાં મિશ્ર (miscible) એવા બે કે વધુ પ્રવાહીઓને ભેગાં કરવામાં આવે તો એક જ પ્રાવસ્થા (phase) ધરાવતું સમાંગ દ્રાવણ મળે છે. જો બે પ્રવાહીઓ એકબીજા સાથે અમિશ્ર હોય તો તેવે વખતે બે પ્રવાહી પ્રાવસ્થા ધરાવતી પ્રણાલી મળે છે;…

વધુ વાંચો >

પ્રવાહી-વાયુ પ્રણાલી

પ્રવાહી-વાયુ પ્રણાલી : એકબીજા સાથે સમતોલનમાં રહેલ પ્રવાહી અને વાયુની પ્રાવસ્થાનું બનેલું તંત્ર. વાયુ-પ્રવાહી પ્રણાલીઓનો અભ્યાસ નિસ્યંદન (distillation), અવશોષણ (absorption), અવલેપન (stripping), આર્દ્રીકરણ (humidification), વિઆર્દ્રીકરણ (dehumidification) વગેરેના અભ્યાસમાં અત્યંત ઉપયોગી છે. એકરૂપ પ્રવાહી મિશ્રણમાંથી જુદા જુદા ઘટકોને નિસ્યંદન દ્વારા છૂટા પાડી શકાય છે. વિવિધ રાસાયણિક ઉદ્યોગો જેવા કે પેટ્રોલિયમ રિફાઇનરી,…

વધુ વાંચો >

ફીણ (foam)

ફીણ (foam) : પ્રવાહીના પ્રમાણમાં નાના કદમાં, પ્રવાહીની ફિલ્મ દ્વારા એકબીજાથી અલગ રહેલા વાયુના પરપોટાના અસંતુલિત (non equilibrium) પ્રકીર્ણન(dispersion)થી બનેલો પદાર્થ. પરપોટાને અલગ પાડતી પ્રવાહીની ફિલ્મ જાડી (આશરે 1 મિમી.) હોય તો પરપોટા ગોલીય (spherical) હોય છે પણ જો પ્રવાહીની ફિલ્મ પાતળી (આશરે 0.01 મિમી.) હોય તો તેમનો આકાર બહુફલકીય…

વધુ વાંચો >