રામજીભાઈ ઠા. સાવલિયા
ભીમદેવ પહેલો
ભીમદેવ પહેલો (અગિયારમી સદી) : ગુજરાતનો પરાક્રમી રાજા. તે ભીમદેવ નાગરાજ અને લક્ષ્મીનો પુત્ર અને દુર્લભરાજનો માનીતો ભત્રીજો હતો. દુર્લભરાજના આગ્રહથી ઈ. સ. 1022માં એનો રાજ્યાભિષેક થયો. ઈ. સ. 1025માં મહમૂદ ગઝનવીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું. તેણે મુલતાનથી લોદ્રવા (જેસલમેર પાસે) અને ચિકલોદર માતાનો ડુંગર…
વધુ વાંચો >ભીમદેવ બીજો
ભીમદેવ બીજો (જ. ?; અ. 1242) : ગુજરાતનો સોલંકી વંશનો રાજા. મૂળરાજ બીજા પછી એનો નાનો ભાઈ ભીમદેવ બીજો ઈ. સ. 1178(વિ. સં. 1234)માં યુવાન વયે ગાદીએ આવ્યો અને ઈ. સ. 1242 (વિ. સં. 1298) સુધી એટલે 63 વર્ષ રાજ્ય કર્યું. આ રાજાના અનેક અભિલેખો મળ્યા છે, જેમાંના ઘણા દાનશાસનરૂપે…
વધુ વાંચો >મધ્યમિકા
મધ્યમિકા : રાજસ્થાનમાં ચિતોડ પાસે આવેલી પ્રાચીન નગરી. આજે પણ એનાં ખંડેર ચિતોડના કિલ્લાથી 11 કિમી. ઉત્તરમાં જોઈ શકાય છે. આ પ્રદેશ પર ઈ. પૂ. 321માં મૌર્યવંશના રાજા ચંદ્રગુપ્ત અને એના પૌત્ર સમ્રાટ અશોકનું શાસન હોવાનું વૈરાટના અશોકના બે શિલાલેખ(ઈ. પૂ. 250)થી પુરવાર થાય છે. ત્યારબાદ ઈ. પૂ. 200ની આસપાસ…
વધુ વાંચો >મલયગિરિ
મલયગિરિ : હેમચંદ્રાચાર્યના સમકાલીન સહવિહારી વિદ્વાન સંસ્કૃત ટીકાકાર. તેમણે પોતાની અનેક કૃતિઓમાં પોતાનો કંઈ પણ પરિચય કે રચનાવર્ષ આપેલાં નથી. અમુક કૃતિઓમાં આપેલા ‘कुमारपाल राज्ये’ — એવા ઉલ્લેખથી તેમજ પોતાના શબ્દાનુશાસન વ્યાકરણમાં આપેલા ‘अऱुणत् कुमारपालोडरातीन्’ – એ ઉદાહરણથી તેઓ કુમારપાળના સમયમાં થયા હશે એમ માની શકાય. મલયગિરિએ મુખ્યત્વે આગમો પર…
વધુ વાંચો >મલ્લવાદી સૂરિ
મલ્લવાદી સૂરિ : ચોથી સદીમાં ગુજરાતમાં થયેલ જૈન સૂરિ. મલ્લવાદી નામના શ્વેતપટ ક્ષમાશ્રમણે શીલાદિત્ય રાજાની સભામાં બૌદ્ધોને ઈ. સ. 357(વિ. સં. 414)માં હરાવી સૌરાષ્ટ્રમાંથી દૂર કર્યાની વિગત ‘પ્રભાવકચરિત’માં નોંધવામાં આવી છે. મલ્લવાદીએ બારખંડનો ‘દ્વાદશાનયચક્ર’ નામે નયગ્રંથ તૈયાર કર્યો હતો. એ જૈન ન્યાયનો ઘણો મહત્વનો પ્રાચીન ગ્રંથ ગણાય છે. મૈત્રકકાલમાં આ…
વધુ વાંચો >મહારાજા અજિતસિંહ
મહારાજા અજિતસિંહ : મુઘલ બાદશાહ ફર્રુખસિયરના ગુજરાતના સૂબેદાર (1715–17 અને 1719–21). ગુજરાતમાં શાહજાદા મુહમ્મદ આઝમશાહની સૂબેદારી દરમિયાન દુર્ગાદાસની આગેવાની નીચે બાદશાહ ઔરંગઝેબે રાઠોડો સાથેનું સમાધાન સ્વીકાર્યું હતું; પરંતુ મહારાજા અજિતસિંહને પોતાને મળેલી જાગીરોથી સંતોષ નહોતો. તેઓ મારવાડનું સમગ્ર રાજ્ય જીતી લેવા આતુર હતા. સુજાતખાનના અવસાન(ઈ. સ. 1701)થી એમના પર રહેલો…
વધુ વાંચો >મહારાજા જશવંતસિંહ
મહારાજા જશવંતસિંહ (ઈ. સ. 1659–62 અને 1670–72) : જોધપુરના મહારાજા અને ઔરંગઝેબના ગુજરાતના સૂબેદાર. શાહજહાંના નાના પુત્ર મુરાક્ષના સમય(ઈ. સ. 1657)માં જોધપુરના મહારાજા જશવંતસિંહ માળવાના સૂબેદાર નિમાયેલા. ઈ. સ. 1659માં ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી મહારાજા જશવંતસિંહને સોંપી. દખ્ખણમાં શિવાજી સામે કામગીરી કરી રહેલા શાઇસ્તખાનને મદદ કરવા અને સોરઠના ફોજદાર કુત્બુદ્દીનને નવો…
વધુ વાંચો >મહેન્દ્ર (મહેન્દુ)
મહેન્દ્ર (મહેન્દુ) : અગિયારમી સદીમાં થઈ ગયેલો નડૂલનો ચાહમાન રાજા. ચાહમાનો(ચૌહાણો)નાં કેટલાંક રાજ્યો રાજસ્થાનમાં સ્થપાયાં, તેમાં શાકંભરી(સાંભર-અજમેર)નું રાજ્ય ગણનાપાત્ર છે. શાકંભરીનું ચાહમાન રાજ્ય વાસુદેવે સાતમી સદીમાં સ્થાપ્યું. એના વંશમાં થયેલ દુર્લભરાજના પિતા સિંહરાજના કનિષ્ઠ ભાઈ લક્ષ્મણે નડૂલ કે નાડોલ(જોધપુર પાસે)માં ચાહમાન રાજ્યની એક અલગ શાખા સ્થાપી. એના પુત્ર શોભિતે આબુ…
વધુ વાંચો >માતૃદેવી
માતૃદેવી : પ્રાચીન ભારતમાં પ્રચલિત માતૃશક્તિનું મૂર્તિસ્વરૂપ. ભારત ધર્મપરાયણ દેશ હોવાથી એમાં અનેક ધર્મસંપ્રદાયો તેમજ અનેકવિધ દેવી-દેવતાઓની ઉપાસના થતી જોવા મળે છે. પ્રાચીન કાલમાં પ્રકૃતિના દરેક તત્ત્વમાં જોવા મળતી વિશિષ્ટ શક્તિને કોઈ દેવતા-સ્વરૂપે ગણવામાં આવતી. આમાં માતૃ-દેવતાની કલ્પના જગતમાં વધુ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં પણ શક્તિને માતૃસિદ્ધાંત સાથે સાંકળવામાં…
વધુ વાંચો >માંડવાનો કૂવો
માંડવાનો કૂવો : ગુજરાત રાજ્યમાં માંડવા (તા. કપડવંજ, જિ. ખેડા) ગામમાંનો મુઘલકાળમાં બંધાયેલો કૂવો. આ સ્થાન વાત્રકના ડાબા કાંઠે આમલિયારાથી આઠ કિલોમીટર દૂર આવેલું છે. આ કૂવો મહેમદાવાદના ભમરિયા કૂવા સાથે સામ્ય ધરાવે છે. આ કૂવાનું બાંધકામ ઈંટોથી કરવામાં આવ્યું છે, જે તેની વિશેષતા છે. કૂવાનો વ્યાસ 8 મીટર છે.…
વધુ વાંચો >