રામજીભાઈ ઠા. સાવલિયા
પ્રભાકરવર્ધન
પ્રભાકરવર્ધન (શાસનકાળ : 580–606) : થાણેશ્વરના પુષ્યભૂતિ વંશના મહારાજા આદિત્યવર્ધનના પુત્ર અને ઉત્તરાધિકારી. પ્રભાકરવર્ધને હૂણ, સિંધુરાજ, ગુર્જર, ગાંધારાધિપ, લાટ અને માલવની રાજસત્તાઓનો પરાભવ કરી, ઉત્તર ભારતના પ્રદેશો પર પોતાની અધિસત્તા સ્થાપી. એના આ વિજયોથી એ ‘પ્રતાપશીલ’ તરીકે ખ્યાતિ પામ્યો. એણે ‘પરમભટ્ટારક’ અને ‘મહારાજાધિરાજ’ જેવાં મહાબિરુદ ધારણ કર્યાં. પ્રભાકરવર્ધનની મહારાણી યશોમતી…
વધુ વાંચો >પ્રવરપુર
પ્રવરપુર : દખ્ખણમાં વાકાટક વંશના રાજાઓનું પાટનગર. વાકાટક વંશની જ્યેષ્ઠ શાખાના રાજા દામોદરસેન ઉર્ફે પ્રવરસેન બીજા(ઈ. સ. 420–450)એ પ્રવરપુર નામના નવા નગરની સ્થાપના કરી હતી. પાછળથી આ નગરને તેણે પોતાની રાજધાની બનાવી. વર્ધા જિલ્લામાં વર્ધાથી 6 કિમી. દૂર ધામ નદીના કિનારા પર આવેલ પવનાર નામનું ગામ પ્રાચીન પ્રવરપુર હોવાનું ત્યાંથી…
વધુ વાંચો >પ્રવરસેન પ્રથમ
પ્રવરસેન પ્રથમ (જ. ?; અ. ઈ.સ. 330) : ઈ. સ.ની ત્રીજી-ચોથી સદીમાં થયેલ વાકાટક વંશનો શ્રેષ્ઠ રાજવી. વાકાટક વંશના સ્થાપક પ્રથમ રાજા વિન્ધ્યશક્તિ પછી તેનો પુત્ર પ્રવરસેન પહેલો ગાદીએ આવ્યો. તે વિષ્ણુ વૃદ્ય ગોત્રનો બ્રાહ્મણ હતો. એ વાકાટક વંશનો સર્વશ્રેષ્ઠ રાજા હતો. તેણે ‘સમ્રાટ’નું બિરુદ ધારણ કર્યું હતું. એણે પોતાના…
વધુ વાંચો >પ્રવરસેન બીજો
પ્રવરસેન બીજો : વાકાટક વંશનો રાજવી. આ વંશમાં પ્રવરસેન દ્વિતીય નામના બે રાજા થયા હતા. આ વંશની વત્સગુલ્મ શાખામાં વિન્ધ્યશક્તિ બીજાનો પુત્ર પ્રવરસેન બીજો (ઈ. સ. 400થી 410) રાજા થયો. તેના રાજ્યકાલ વિશે વધુ માહિતી મળતી નથી. અજંતાના લેખમાં જણાવ્યા મુજબ તે ઉત્કૃષ્ટ અને ઉદાર રાજ્યશાસન માટે વિખ્યાત હતો. આ…
વધુ વાંચો >પ્રસેનજિત રાજા
પ્રસેનજિત રાજા : ઉત્તર ભારતની મધ્યમાં ઈ.પૂ. છઠ્ઠી સદીમાં થઈ ગયેલ કોશલનો રાજા. કોશલ પ્રસિદ્ધ અને શક્તિશાળી રાજ્ય હતું. કોશલના રાજા મહાકોશલનો પુત્ર પ્રસેનજિત એક વીર, વિદ્વાન અને યોગ્ય રાજા હતો. પ્રસેનજિતે તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું હતું. તે પિતાની જેમ પ્રતાપી હતો; તેને ‘પાંચરાજાઓના દળનો પ્રધાન’ કહેવામાં આવ્યો છે. એણે…
વધુ વાંચો >બાદામી
બાદામી : કર્ણાટક રાજ્યના બીજાપુર જિલ્લામાં આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 15° 55´ ઉ. અ. અને 75° 41´ પૂ. રે.. આ નગર જિલ્લાના છેક દક્ષિણ ભાગમાં આવેલું છે. પ્રાચીન સમયમાં તે ‘વાતાપિ’ નામથી ઓળખાતું હતું અને પ્રથમ ચાલુક્યવંશી રાજાઓના રાજ્યનું પાટનગર હતું. તે બે…
વધુ વાંચો >ભારતીય-યવન સિક્કાઓ
ભારતીય-યવન સિક્કાઓ (Indo-Greek Coins) : પશ્ચિમોત્તર ભારતના ભારતીય-યવન (ઇન્ડો-ગ્રીક) રાજાઓના સિક્કાઓ. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તથા પંજાબમાં યવન (ગ્રીક) રાજાઓના શાસન દરમિયાન તેમણે અહીં નવીન સિક્કા-પદ્ધતિ દાખલ કરી હતી. સિકંદરના અવસાન પછી સીરિયામાં સેલુક નામે યવન સરદારની રાજસત્તા સ્થપાઈ હતી. એના સમયમાં ભારતમાં ચિનાબ-પ્રદેશમાં સૌભૂતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે…
વધુ વાંચો >ભારશિવ વંશ
ભારશિવ વંશ : કુષાણ સામ્રાજ્યના અંત અને ગુપ્તયુગના ઉદય પહેલાં ઈ.સ. ચોથી શતાબ્દીમાં શાસન કરી ગયેલ વંશ. એમણે ઉત્તર ભારતમાં પોતાની કીર્તિ ફેલાવી. પુરાણો અનુસાર એમની રાજસત્તાનાં કેન્દ્ર વિદિશા, પદ્માવતી (વર્તમાન–પદમ પવાયા), કાન્તિપુરી (કન્તિત, જિ. મીર્જાપુર) અને મથુરા હતાં. કાશીમાં ગંગાકિનારે એમણે દસ અશ્વમેધ યજ્ઞો કર્યા હતા, જેની સ્મૃતિ આજે…
વધુ વાંચો >ભાવબૃહસ્પતિ
ભાવબૃહસ્પતિ (ઈ.સ. 12મી સદી) (જ. ?, વારાણસી): સોલંકીકાલીન ગુજરાતના પાશુપત મતના વિદ્વાન આચાર્ય. તેઓ ગાર્ગ્ય ગોત્રના કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. ભાવબૃહસ્પતિ નંદીશ્વરનો અવતાર ગણાતા. બાળપણમાં એમને અધ્યયન વિના પૂર્વના સંસ્કારોના બળે ચૌદ પ્રકારની વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપત વ્રત ગ્રહણ કર્યું હતું. પોતે પરમ પાશુપતાચાર્ય હતા અને પાશુપત મતને…
વધુ વાંચો >ભિન્નમાલ
ભિન્નમાલ : પ્રાચીન ગુર્જરદેશનું પાટનગર. સાતમી સદીમાં શ્રીમાલ-ભિલ્લમાલ-ભિન્નમાલની આસપાસનો પ્રદેશ ગુર્જરદેશ કહેવાતો. આ પ્રદેશ હાલ આબુના વાયવ્યે, આજના રાજસ્થાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. પ્રાચીન ગુર્જરદેશનું પહેલું રાજકીય તથા સાંસ્કૃતિક પાટનગર શ્રીમાલ કે ભિલ્લમાલ ગણાય છે. ભિલ્લમાલ અંગે શ્રીમાલપુરાણ કે શ્રીમાલમાહાત્મ્ય રચાયું છે. આ પુરાણમાં એના નામ પડવા અંગેની કથા આપેલી…
વધુ વાંચો >