રાજ્યશાસ્ત્ર

એબાદી, શીરીન

એબાદી, શીરીન (જ. 21 જૂન 1947, ઈરાન) : 2003ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા ઈરાનનાં મુસ્લિમ મહિલા. તેઓ તહેરાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલાં અને ફારસી સાહિત્યના રસિયા શીરીને વ્યવસાય તરીકે કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું હતું. આ ક્ષેત્રમાં પ્રગતિ સાધતાં તેઓ 1975થી 79 દરમિયાન ઈરાનનાં પ્રથમ મહિલા-ન્યાયમૂર્તિના હોદ્દા સુધી પહોંચ્યાં. 1979ની ઇસ્લામિક…

વધુ વાંચો >

ઍમરી, એલ. એસ.

ઍમરી, એલ. એસ. (જ. 22 નવેમ્બર 1873, ગોરખપુર; અ. 16 સપ્ટેમ્બર 1955, લંડન) : બ્રિટિશ રાજનીતિજ્ઞ, ‘સામ્રાજ્યને પસંદગી’ના હિમાયતી તથા જકાત-સુધારણાના પુરસ્કર્તા. પિતા ભારત સરકારની જાહેર સેવામાં હતા. શિક્ષણ હૅરો તથા ઑક્સફર્ડમાં. 1899-1909ના ગાળામાં ઇંગ્લૅન્ડના ‘ટાઇમ્સ’ વૃત્તપત્ર સાથે જોડાયેલા. શરૂઆતમાં એક વર્ષ (1899-1900) દક્ષિણ આફ્રિકાના યુદ્ધ માટેના પ્રમુખ ખબરપત્રી અને…

વધુ વાંચો >

ઍમસ્ટરડૅમ

ઍમસ્ટરડૅમ : નેધરલૅન્ડ્ઝની રાજધાની, દેશના વ્યાપાર અને ઉદ્યોગનું પ્રમુખ કેન્દ્ર તથા પૂર્ણ વિકસિત બંદર. ભૌ. સ્થાન : 52o 22′ ઉ. અ. અને 4o 54′ પૂ. રે.. દેશની પશ્ચિમે, ઉત્તર હોલૅન્ડ પ્રાંતમાં, ઉત્તર સમુદ્રની નાની ખાડી પર આ નગર વસેલું છે. શહેરની વચ્ચેથી ઍમસ્ટેલ નદી વહે છે. તેના પર 1270માં બનાવવામાં…

વધુ વાંચો >

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ : રાજકીય અટકાયતીઓ અને કેદીઓ પ્રત્યે અમાનુષી વર્તાવ તેમજ માનવહકનાં ઉલ્લંઘનો સામે દુનિયાનો લોકમત જાગ્રત કરતી લંડનસ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા. માનવહકનો પ્રસાર અને તેનું સંવર્ધન તેનાં મુખ્ય કાર્ય રહ્યાં છે. સાર્વત્રિક ન્યાય અને સ્વાતંત્ર્ય માટે ઝઝૂમનાર અને તે દ્વારા શાંતિ પ્રસરાવનાર સંસ્થા તરીકે તેને 1977માં શાંતિનું નોબેલ પારિતોષિક અર્પણ…

વધુ વાંચો >

એમ્બોયા, ટૉમ

એમ્બોયા, ટૉમ (જ. 15 ઑગસ્ટ 1930, કીલીમા એમ્બોગા નૈરોબી પાસે; અ. 5 જુલાઈ 1969, નૈરોબી) : કેન્યાના સન્માન્ય રાજકીય નેતા તથા સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. તે લુઓ જાતિના હતા અને કેનિયન આફ્રિકન નૅશનલ યુનિયન(KANU)ના એક સ્થાપક હતા. તે સંસ્થા દ્વારા કેન્યાએ સ્વાતંત્ર્ય હાંસલ કર્યું હતું (1963). શરૂઆતની કારકિર્દી દરમિયાન તેઓ મજૂર મંડળોમાં…

વધુ વાંચો >

એરહાર્ડ લુડવિગ

એરહાર્ડ, લુડવિગ (જ. 4 ફેબ્રુઆરી 1897, ફર્થ, જર્મની; અ. 5 મે 1977, બૉન) : જર્મનીના અર્થશાસ્ત્રી અને મુત્સદ્દી. ફ્રૅંકફર્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફી(Ph.D.)ની ઉપાધિ. 1939 સુધી ન્યુરેમ્બર્ગ ખાતે માર્કેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન કર્યું. નાઝી લેબર ફ્રન્ટમાં જોડાવાનો ઇન્કાર કરતાં તેમને 1992માં બરતરફ કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન…

વધુ વાંચો >

એરિસ્ટિડિઝ

એરિસ્ટિડિઝ (જ. ઈ. પૂર્વે 530; અ. ઈ. પૂર્વે 468) : ન્યાયીપણા માટે જાણીતો ઍથેન્સનો મુત્સદ્દી અને સેનાપતિ. ઈ. પૂ. 490માં મૅરેથોનની લડાઈમાં સેનાપતિ પદ સંભાળીને તેણે ઈરાની સૈન્યને સખત હાર આપી હતી. બીજાં વરસે તે ‘આર્કન ઇપોનિમસ’ તરીકે ચૂંટાયો હતો. તે પ્રબળ ભૂમિદળનો હિમાયતી હતો. જ્યારે તેનો પ્રતિસ્પર્ધી થેમિસ્ટોક્લીઝ શક્તિશાળી…

વધુ વાંચો >

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…

વધુ વાંચો >

એલચી

એલચી : અન્ય રાજ્યમાં સ્થાયી પ્રતિનિધિ તરીકે રહેતો રાજદૂત. દુનિયાનાં રાજ્યો પોતાનું હિત જાળવવા, પારસ્પરિક સંબંધો ગાઢ બનાવવા, અન્ય રાજ્યો સાથે સંપર્કમાં રહે છે અને તે માટે અરસપરસ પ્રતિનિધિઓની આપલે કરે છે. અન્ય રાજ્યમાં નિમાયેલ આવો પ્રતિનિધિ એલચી અથવા તો રાજદૂત કહેવાય છે. એલચી સંબંધી વ્યવસ્થા સંભાળવા માટેનો વિભાગ તે…

વધુ વાંચો >

ઍલ સાલ્વૅડોર

ઍલ સાલ્વૅડોર : મધ્ય અમેરિકાના પૅસિફિક દરિયાકાંઠા પર આવેલું પ્રજાસત્તાક. તે મધ્ય અમેરિકાના સાત દેશોમાંનો નાનામાં નાનો દેશ છે. તેની ઉત્તર તથા પૂર્વમાં હૉન્ડુરાસ, દક્ષિણમાં 335 કિમી. લાંબો પૅસિફિક સમુદ્રનો દરિયાકાંઠો તથા વાયવ્યમાં ગ્વાટેમાલા છે. ભૌ. સ્થાન : 13o 50’ ઉ. અ. અને 88o 50’ પ. રે.ની આજુબાજુ. કુલ વિસ્તાર…

વધુ વાંચો >