રસાયણશાસ્ત્ર
મધુરકો
મધુરકો : ખાંડ (સૂક્રોઝ) કરતાં વધુ ગળપણવાળા કુદરતી અથવા સંશ્લેષિત પદાર્થો. મધુરકોના મુખ્યત્વે બે વિભાગ છે : (અ) પોષક (nutritive) મધુરકો તથા (બ) બિનપોષણક્ષમ (non-nutritive) મધુરકો. પોષક મધુરકોમાં શેરડીની ખાંડ, ફળોની શર્કરાઓ, મધ વગેરેનો સમાવેશ થાય છે. બિનપોષણક્ષમ મધુરકોનું ગળપણ ખાંડના મુકાબલે ઘણું વધુ હોવા છતાં તેનું કૅલરી-મૂલ્ય નહિવત્ હોય…
વધુ વાંચો >મકર્યુરી (પારો)
મકર્યુરી (પારો) : તત્વોના આવર્તક કોષ્ટકના 12મા (અગાઉના IIA) સમૂહનું રાસાયણિક તત્વ. સંજ્ઞા Hg. ભારતમાં આ તત્વને ‘રસ’ તરીકે ઓળખવામાં આવતું અને આયુર્વેદનાં ઘણાં ઔષધોમાં તેનો સંયોજનરૂપે ઉપયોગ થતો હતો. ગ્રીક અને રોમન વૈજ્ઞાનિકોને પણ તેના વિશે જાણકારી હતી. ઈ. પૂ. 500 અગાઉ ભૂમધ્ય-સમુદ્રના પ્રદેશોમાં સંરસીકરણ (amalgamation) દ્વારા ધાતુઓના નિષ્કર્ષણ…
વધુ વાંચો >મર્સર, જૉન
મર્સર, જૉન (જ. 21 ફેબ્રુઆરી 1791, બ્લૅક બર્ન, લૅન્કેશાયર, વાયવ્ય ઇંગ્લૅન્ડ, યુ.કે.; અ. 30 નવેમ્બર 1866) : કાપડ-છપાઈના આંગ્લ નિષ્ણાત અને સ્વયંશિક્ષણ પામેલા રસાયણવિદ. તેમણે 1850માં ‘મર્સ-રાઇઝેશન’ નામની પ્રક્રિયાની પેટન્ટ લીધી હતી; આ પ્રક્રિયાને પરિણામે સુતરાઉ કાપડના પોતમાં ઘણો ફેરફાર થઈ શક્યો; કાપડના પોતની મજબૂતી વધી તથા તેમાં રેશમ જેવી…
વધુ વાંચો >મંદ દ્રાવણો
મંદ દ્રાવણો (dilute solutions) : દ્રાવક(solvent)ની સરખામણીમાં દ્રાવ્ય (solute) (ઓગળેલો પદાર્થ) ઓછા જથ્થામાં હાજર હોય તેવી પ્રણાલી. આવાં દ્રાવણો માટેના સામાન્ય નિયમો કોઈ પણ મંદ દ્રાવણ (વાયુ + પ્રવાહી; પ્રવાહી + પ્રવાહી, ……. વગેરે) માટે વાપરી શકાય છે; પરંતુ સામાન્ય રીતે ઘન પદાર્થના પ્રવાહીમાંનાં દ્રાવણ માટે તેમનો વધુ ઉપયોગ થાય…
વધુ વાંચો >માછલીનું તેલ
માછલીનું તેલ : માછલીના દેહમાંથી મળતું ચરબીયુક્ત તેલ. સામાન્ય રીતે તે ખોરાક તરીકે તેમજ રંગ તથા વાર્નિશ ઉદ્યોગમાં શુષ્કન તેલ (drying oil) તરીકે અને સાબુ-ઉદ્યોગમાં વપરાય છે. હૅલિબટ, રૉકફિશ, મુસી (dog-fish) તથા સૂપફિન શાર્કનાં યકૃતતેલ (liver oil) વિટામિન Aના મહત્વના સ્રોતો છે. ટ્યૂના, બાંગડા (mackerel), છૂરિયો (saw fish) જેવી માછલીઓના…
વધુ વાંચો >માનવનિર્મિત (રાસાયણિક) તત્વો
માનવનિર્મિત (રાસાયણિક) તત્વો : કુદરતમાં સામાન્ય રીતે પ્રાપ્ય ન હોય, પણ માનવી દ્વારા પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવ્યાં હોય તેવાં રાસાયણિક તત્વો. 1896માં બેકેરલ દ્વારા વિકિરણધર્મિતા(radioactivity)ની શોધ થઈ તે અગાઉ એમ માનવામાં આવતું હતું કે પરમાણુ એ તત્વનો અસ્તિત્વ ધરાવી શકે તેવો નાનામાં નાનો કણ છે અને એક તત્વના પરમાણુનું બીજા…
વધુ વાંચો >માર્કસ, રુડોલ્ફ આર્થર
માર્કસ, રુડોલ્ફ આર્થર (જ. 21 જુલાઈ 1923, મૉન્ટ્રિયલ, કૅનેડા) : રસાયણશાસ્ત્રમાં અતિઉત્તેજિત પ્રાયોગિક વિકાસ (highly stimulated experimental developments) માટે 1992ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારવિજેતા. તેઓ મેકગિલ યુનિવર્સિટીમાંથી 1943માં ગ્રૅજ્યુએટ થયા અને 1946માં તેમણે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1988માં તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી પ્રાપ્ત થયેલી. 1983માં પણ આવી જ પદવીથી તેમને…
વધુ વાંચો >માર્ક, હર્માન ફ્રાન્સિસ
માર્ક, હર્માન ફ્રાન્સિસ (જ. 3 મે 1895, વિયેના, ઑસ્ટ્રિયા; અ.?) : જાણીતા જર્મન વિજ્ઞાની. હર્માન માર્કનો વિદ્યાભ્યાસ વિયેના વિશ્વવિદ્યાલયમાં થયો. 1921માં તેમણે પીએચ.ડી. અને 1956માં ડૉક્ટર ઑવ્ નૅચરલ સાયન્સની અને તે પછી 1942માં અપસલા વિશ્વવિદ્યાલયની પીએચ.ડી., 1949માં લીગ વિશ્વવિદ્યાલયની ડૉક્ટર ઑવ્ એન્જિનિયરિંગની પદવીઓ મેળવી 1957માં લોવેલ ટૅકનૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટની ડૉક્ટરેટ તથા…
વધુ વાંચો >માર્ગ્રાફ, ઍન્ડ્રિયાસ સિગ્સિમંડ
માર્ગ્રાફ, ઍન્ડ્રિયાસ સિગ્સિમંડ (જ. 1709, બર્લિન; અ. 1782) : જર્મનીના રસાયણવિજ્ઞાની. બર્લિનમાં તેમના પિતા દવાના વેપારી હતા. તેમની સાથે તેઓ કામ કરતા હતા. તેમણે જર્મનીનાં અનેક શહેરોમાં અભ્યાસ કર્યો. 1754થી ’60 સુધી તેમણે બર્લિનમાં આવેલી જર્મન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રસાયણ-વિષયક સંશોધનકાર્યમાં તેમણે સૂક્ષ્મદર્શકનો ઉપયોગ પ્રયોજ્યો. તેમની…
વધુ વાંચો >માર્ટિન, આર્ચર જૉન પૉર્ટર
માર્ટિન, આર્ચર જૉન પૉર્ટર (જ. 1 માર્ચ 1910, લંડન) : બ્રિટિશ જૈવ રસાયણવિદ્ અને પેપર-ક્રૉમેટોગ્રાફીના સહસંશોધક. માર્ટિન 1921થી 1929 સુધી બેડફર્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ, 1932માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા અને પ્રો. જે. બી. એસ. હૉલ્ડેનથી પ્રભાવિત થયા હોવાથી ત્યાં જ જૈવરસાયણમાં વિટામિનો ઉપર સંશોધન કરીને 1938માં પીએચ.ડી.ની પદવી મેળવી.…
વધુ વાંચો >