રસાયણશાસ્ત્ર
બૉઇલ, રૉબર્ટ
બૉઇલ, રૉબર્ટ (જ. 25 જાન્યુઆરી 1627, લિસ્પોર, આયર્લેન્ડ; અ. 30 ડિસેમ્બર 1691, લંડન) : વાયુઓના ગુણધર્મોને લગતા પ્રયોગો માટે જાણીતા પ્રાકૃતિક ફિલસૂફ અને બ્રિટિશ રસાયણવિદ. તેઓ દ્રવ્યના કણમય સ્વરૂપના ખ્યાલને અને એ રીતે રાસાયણિક તત્વોના આધુનિક સિદ્ધાંતને ટેકો આપનારા હતા. પ્રથમ અર્લ ઑવ્ કોર્કનાં 14 સંતાનો પૈકી તેઓ સૌથી નાના…
વધુ વાંચો >બૉનર, જેમ્સ ફ્રેડરિક
બૉનર, જેમ્સ ફ્રેડરિક (જ. 1910, આન્સલે, એન. ઈ.) : જૈવરસાયણવિજ્ઞાની અને દેહધર્મવિજ્ઞાની. તેમણે 1934–35 દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાના માનાર્હ ફેલો તરીકે સેવા આપી અને ત્યારપછી કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાં 1936થી 1981 સુધી કાર્યરત રહ્યા. તેમણે જીવવિજ્ઞાનનું એક અત્યંત ક્રાંતિકારી મધ્યસ્થ સૂત્ર (central dogma) આપ્યું. આમ, પ્રોટીનસંશ્લેષણની પ્રક્રિયામાં DNA (Deoxyribonucleic…
વધુ વાંચો >બોરિક ઍસિડ (રસાયણ)
બોરિક ઍસિડ (રસાયણ) : બૉરોન અને ઑક્સિજન ધરાવતાં ઍસિડ-સંયોજનો પૈકીનો એક. જોકે સામાન્યત: આ પદ H3BO3 અથવા B(OH)3 સંયોજન માટે વપરાય છે. તે ઑર્થોબૉરિક ઍસિડ, બોરેસિક ઍસિડ કે ટ્રાઇઑક્સોબૉરિક(III) ઍસિડ તરીકે પણ ઓળખાય છે. પ્રાપ્તિ : કુદરતમાં તે કેટલીક ખનિજોમાં, કેટલાક કૂવાના પાણીમાં તેમજ ગરમ પાણીના ઝરામાં મળી આવે છે.…
વધુ વાંચો >બોરેટ
બોરેટ : બોરોન અને ઑક્સિજન બંને ધરાવતાં (બોરિક ઑક્સાઇડ, B2O3 સાથે સંબંધિત) ઋણાયનોનાં આયનિક સંયોજનો માટેનું જાતિગત (generic) નામ. જોકે સામાન્ય રીતે આ પદ ઑર્થોબોરિક ઍસિડ(H3BO3)ના ક્ષારો માટે વપરાય છે. લિથિયમ બોરેટ સાદો આયન B(OH)4– ધરાવે છે. પણ મોટાભાગનાં બોરેટ સંયોજનો સમતલીય (planar) BO3 સમૂહ અથવા ચતુષ્ફલકીય (tetrahedral) BO3(OH) સમૂહ…
વધુ વાંચો >બૉરેન
બૉરેન (boranes) : બૉરોન (B) અને હાઇડ્રોજન(H)ના દ્વિઅંગી (binary) સંયોજનોના વર્ગ પૈકીનું કોઈ એક સંયોજન. તેમને બૉરોન હાઇડ્રાઇડ પણ કહે છે. આલ્કેન સાથે સામ્ય ધરાવતા હોવાથી તેમને બૉરેન કહેવામાં આવે છે. વર્ગનું સાદામાં સાદું સંયોજન બૉરેન (BH3) છે, પણ તે વાતાવરણના દબાણે અસ્થાયી હોઈ ડાઇબૉરેન(B2H6)માં ફેરવાય છે. બૉરોનના હાઇડ્રાઇડ બીજાં…
વધુ વાંચો >બૉરોન
બૉરોન : આવર્તક કોષ્ટકના 13મા (અગાઉના IIIજા) સમૂહનું રાસાયણિક અધાતુતત્વ. સંજ્ઞા, B. હમ્ફ્રી ડેવીએ 1807માં અને ગે-લ્યૂસૅક તથા થેનાર્ડે 1808માં બૉરિક ઍસિડમાંથી લગભગ એકીવખતે આ તત્વ શોધ્યું હતું. બૉરિક ઍસિડના અપચયન માટે ડેવીએ વિદ્યુતવિભાજનનો અને ગે-લ્યૂસૅક અને થેનાર્ડે પોટૅશિયમનો ઉપયોગ કર્યો હતો. 1892માં હેન્રિ મોઇસાંએ 98 % કરતાં વધુ શુદ્ધતાવાળું…
વધુ વાંચો >બોલ્ટ્ઝમૅન અચળાંક
બોલ્ટ્ઝમૅન અચળાંક (Boltzmann constant) : અણુ અથવા પરમાણુની ગતિજ ઊર્જા(kinetic energy)ને તાપમાન સાથે સાંકળી લેતો અચળાંક. સંજ્ઞા k. વાયુ અચળાંક Rને એવોગેડ્રો (Avogadro) સંખ્યા NA વડે ભાગવાથી તેનું મૂલ્ય મળે છે k = 1.3800662 x 10–23 જૂલ પ્રતિ કેલ્વિન. હીલિયમ અથવા આર્ગન જેવા એક-પારમાણ્વિક (monatomic) વાયુ એકબીજાને લંબ એવી ત્રણ…
વધુ વાંચો >બૉશ, કાર્લ
બૉશ, કાર્લ (Bosch, Carl) (જ. 27 ઑગસ્ટ 1874, કોલોન, જર્મની; અ. 26 એપ્રિલ 1940, હાઇડલબર્ગ) : એમોનિયાના સંશ્લેષણ માટેની હેબર-બૉશ-પદ્ધતિ વિકસાવનાર ઔદ્યોગિક રસાયણવિદ. એન્જિનિયર પિતાના પુત્ર કાર્લે રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી લાઇપઝિગમાંથી 1898માં ડૉક્ટરેટ મેળવી. બાડીશે એનિલિન ઉન્ડ સોડા ફૅબ્રિક (BASF) નામના રંગના કારખાનામાં 1899થી નોકરી શરૂ કરી અને 1902થી 1907…
વધુ વાંચો >બોહરિયમ (bohrium)
બોહરિયમ (bohrium) : આવર્તક કોષ્ટકમાંની અનુએક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Bh; પરમાણુક્રમાંક 107. DSI. ડર્મસ્ટેટ ખાતે શીત-સંગલન (cold fusion) પ્રક્રિયા દ્વારા આ તત્વ મેળવવામાં આવ્યું હતું. 1981માં આ તત્વ (107) માટે 209Bi-ની પાતળી પતરી (વરખ, foil) ઉપર આયનીકૃત 54Cr પરમાણુઓના પ્રવેગિત પુંજ(beam)નો મારો ચલાવીને તે મેળવવામાં આવેલું. અંદર આવતા…
વધુ વાંચો >બ્યૂટાડાઇઈન
બ્યૂટાડાઇઈન : C4H6 અણુસૂત્ર ધરાવતા બે એલિફેટિક હાઇડ્રૉકાર્બન સંયોજનો પૈકીનું ગમે તે એક. જોકે સામાન્ય રીતે આ શબ્દ સંશ્લેષિત રબરમાંના મુખ્ય ઘટક 1, 3 – બ્યૂટાડાઇઈન (બ્યૂટા – 1, 3 – ડાઇઇન, વિનાઇલ ઇથીલિન, એરિથ્રિન કે ડાઇવિનાઇલ) માટે વપરાય છે. તેનું બંધારણીય સૂત્ર CH2 = CH – CH = CH2…
વધુ વાંચો >