રસાયણશાસ્ત્ર
ફૉસ્ફરસ
ફૉસ્ફરસ : આવર્તકોષ્ટકના 15મા (અગાઉના V A) સમૂહમાં આવેલું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા P. જર્મન વૈજ્ઞાનિક હેન્નિગ બ્રાન્ટે 1969માં આ તત્વ શોધ્યું હતું. ફૉસ્ફરસનો અર્થ ‘પ્રકાશ લાવનાર’ એવો થાય છે. (ગ્રીક phos = પ્રકાશ, phoros = લાવનાર.) 1681માં બૉઇલે ફૉસ્ફરસ બનાવવાની રીત શોધી, જ્યારે 1771માં શીલેએ હાડકાંની રાખમાંથી આ તત્વ…
વધુ વાંચો >ફૉસ્ફાઇડ
ફૉસ્ફાઇડ : ફૉસ્ફરસનાં ધનવિદ્યુતીય (electropositive) ધાતુ સાથેનાં દ્વિગુણી (binary) સંયોજનો. ઇલેક્ટ્રૉનીય સંરચનાની ર્દષ્ટિએ ફૉસ્ફરસ તેની સૌથી બહારની કક્ષામાં ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રૉન (2p3) ધરાવે છે. આથી તે ધાતુઓની જેમ ઇલેક્ટ્રૉન ગુમાવીને PCl3 જેવાં સંયોજનો બનાવી શકે છે, જ્યારે અધાતુની જેમ ઇલેક્ટ્રૉન સ્વીકારીને પણ સંયોજનો બનાવી શકે છે; દા.ત., સોડિયમ, મૅગ્નેશિયમ, ઍલ્યુમિનિયમ…
વધુ વાંચો >ફૉસ્ફીન
ફૉસ્ફીન : રાસાયણિક ર્દષ્ટિએ ફૉસ્ફરસ ટ્રાઇહાઇડ્રાઇડ કે હાઇડ્રોજન ફૉસ્ફાઇડ તરીકે ઓળખાતું ફૉસ્ફરસનું હાઇડ્રોજન સાથેનું સંયોજન. સૂત્ર PH3 અણુભાર 34. 1783માં ગેંગેમ્બ્રેએ એ સફેદ ફૉસ્ફરસને આલ્કલી સાથે ગરમ કરી આ સંયોજન શોધ્યું હતું. જમીનમાં રહેલા ફૉસ્ફેટના જૈવિક અપચયનથી પણ તે મળે છે. ફૉસ્ફીન વિવિધ રીતે મેળવી શકાય છે : (i) સફેદ…
વધુ વાંચો >ફૉસ્ફેટ
ફૉસ્ફેટ : PO43– સૂત્ર ધરાવતા ઋણાયન તથા ઑર્થોફૉસ્ફૉરિક ઍસિડમાંથી મેળવાયેલા ક્ષારો. બૃહદ અર્થમાં ફૉસ્ફેટ શબ્દ જેમાં ફૉસ્ફરસની ઉપચયન અવસ્થા +5 હોય તેવા ઍસિડમાંથી મળતા બધા આયનો અને ક્ષારો માટે વપરાય છે. આ બધા ઍસિડ P4O10માંથી મળે છે; દા.ત., (HPO3)n મેટાફૉસ્ફૉરિક ઍસિડ H5P3O10 ટ્રાઇફૉસ્ફૉરિક અથવા ટ્રાઇપૉલિફૉસ્ફૉરિક ઍસિડ H4P2O7 પાયરોફૉસ્ફૉરિક ઍસિડ H3PO4…
વધુ વાંચો >ફૉસ્ફૉરિક ઍસિડ
ફૉસ્ફૉરિક ઍસિડ : ફૉસ્ફરસનો સૌથી અગત્યનો ઑક્સિઍસિડ. તકનીકી રીતે તે ઑૅર્થોફૉસ્ફૉરિક ઍસિડ તરીકે ઓળખાય છે. અણુસૂત્ર, H3PO4 તેને બનાવવાની આર્દ્ર વિધિ(wet process)માં ચૂર્ણિત ફૉસ્ફેટ-ખડક અથવા હાડકાંની રાખ પર સાંદ્ર સલ્ફયુરિક ઍસિડની પ્રક્રિયા દ્વારા અપરિષ્કૃત (crude) ઍસિડ મેળવી શકાય છે. પ્રક્રિયા દરમિયાન મળતા અદ્રાવ્ય કૅલ્શિયમ સલ્ફેટને ગાળી લીધા પછી દ્રાવણને સંકેન્દ્રિત…
વધુ વાંચો >ફૉસ્ફૉરેસન્સ (સ્ફુરદીપ્તિ) અને ફ્લૉરેસન્સ (પ્રસ્ફુરણ અથવા પ્રતિદીપ્તિ)
ફૉસ્ફૉરેસન્સ (સ્ફુરદીપ્તિ) અને ફ્લૉરેસન્સ (પ્રસ્ફુરણ અથવા પ્રતિદીપ્તિ) : પદાર્થ ઉપર વિકિરણના રૂપમાં ઊર્જા આપાત થતાં પદાર્થનું દીપ્તિમાન થવું અને વિકિરણનો સ્રોત ખસેડી લેવાતાં સંદીપ્તિનું લુપ્ત થવું (પ્રસ્ફુરણ, પ્રતિદીપ્તિ) અથવા ચાલુ રહેવું (સ્ફુરદીપ્તિ). બંને પદાવલિ દીપ્ત ર્દશ્યમાન વિકિરણનું ઉત્સર્જન વર્ણવવા વપરાય છે. પ્રકાશરૂપે ઊર્જા બહાર ફેંકવાની બધી વિધિઓને સામાન્ય રીતે પ્રકાશસંદીપ્તિ…
વધુ વાંચો >ફ્યૂઝલ ઑઇલ
ફ્યૂઝલ ઑઇલ : એમાઇલ આલ્કોહૉલયુક્ત બાષ્પશીલ તૈલમિશ્રણ. અગાઉ તેને ગ્રેઇન ઑઇલ, પૉટેટો ઑઇલ, એમાઇલ આલ્કોહોલ વગેરે નામો આપવામાં આવતાં. આલ્કોહૉલીય આથવણ દરમિયાન તે થોડા પ્રમાણમાં મળે છે. ફ્યૂઝલ ઑઇલના મુખ્ય ઘટકો આઇસોએમાઇલ આલ્કોહૉલ તથા 2–મિથાઇલ–1–બ્યૂટેનૉલ હોય છે. આ મિશ્રણમાંથી ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યૂટાઇલ, હેક્ઝાઇલ તથા હેપ્ટાઇલ આલ્કોહોલ પણ અલગ પાડી શકાયાં…
વધુ વાંચો >ફ્રાન્સિયમ
ફ્રાન્સિયમ : આવર્ત કોષ્ટકના IA સમૂહનું (આલ્કલી ધાતુસમૂહનું) ટૂંકું આયુષ્ય ધરાવનાર સૌથી ભારે વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Fr. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ માંડ 30 ગ્રા. જેટલું હોવાથી કુદરતી ફ્રાન્સિયમ(223Fr)ને જોઈ અને વજન કરી શકાય તેટલા જથ્થામાં અલગ કરવું અશક્ય છે. તેને માટે પ્રથમ એકા-સિઝિયમ નામ સૂચવાયેલું. તે વર્જિનિયમ નામે પણ…
વધુ વાંચો >ફ્રાશ વિધિ
ફ્રાશ વિધિ : જુઓ સલ્ફર
વધુ વાંચો >ફ્રીઑન
ફ્રીઑન : પ્રશીતન (refrigeration) અને વાતાનુકૂલનમાં વપરાતાં મિથેન તથા ઇથેનના ફ્લોરીન ધરાવતા બહુ-હેલોજનયુક્ત વ્યુત્પન્નો. મોટાભાગના ફ્રીઑનમાં ફ્લોરીન ઉપરાંત ક્લોરિન કે બ્રોમીન હોય છે. ટ્રાઇક્લૉરોફ્લૉરોમિથેન તથા ડાઇક્લૉરોડાઇફ્લોરો મિથેનને અનુક્રમે ફ્રીઑન–11 તથા ફ્રીઑન–12 કહે છે. ફ્રીઑન ઉત્તમ રાસાયણિક તેમજ ઉષ્મીય સ્થાયિત્વ ધરાવતાં, સળગી ન ઊઠે તેવાં, ખૂબ ઓછાં વિષાળુ પ્રવાહી સંયોજનો છે.…
વધુ વાંચો >