રસાયણશાસ્ત્ર

નામ-પ્રક્રિયાઓ

નામ-પ્રક્રિયાઓ : સંશોધકના નામ ઉપરથી પ્રચલિત થયેલી કાર્બનિક પ્રક્રિયાઓ. વર્ષો અગાઉ નામ-પ્રક્રિયાઓ મુજબ અભ્યાસ કરવાનું પ્રચલિત થયેલું, પરંતુ જેમ જેમ પ્રક્રિયાઓના પ્રક્રમ જાણીતા થવા લાગ્યા તેમ તેમ આ રીત ઓછી વપરાશમાં રહી. હાલ પ્રક્રિયાઓનું તેમના વિશિષ્ટ પ્રકારો તથા પ્રક્રમ અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રચલિત નામ-પ્રક્રિયાઓ અનેક છે. જેમાંની ફ્રિડલ-ક્રાફ્ટ્સ,…

વધુ વાંચો >

નાયક, કે. જી.

નાયક, કે. જી. (જ. 1 ઑગસ્ટ 1885, કતારગામ, જિ. સૂરત; અ. 19 નવેમ્બર 1974, વડોદરા) : ગુજરાતના અગ્રણી વૈજ્ઞાનિક. આખું નામ કુંવરજી ગોસાંઈજી નાયક. સામાન્ય ખેડૂત-પરિવારમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કતારગામમાં, માધ્યમિક શિક્ષણ સૂરત ખાતે મિશન સ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈની વિલ્સન કૉલેજમાં. 1901માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા અઢારમા નંબરે, 1905માં…

વધુ વાંચો >

નાયલૉન

નાયલૉન : પૉલિએમાઈડ વર્ગના સંશ્લેષિત રેસાઓના એક સમૂહનું સામાન્ય નામ. 1930માં ડ્યૂ પોંટ કંપનીના સંશોધન-વિભાગે વૉલેસ કૅરોથર્સના માર્ગદર્શન નીચે સૌપ્રથમ કૃત્રિમ રેસા તૈયાર કર્યા. 1939માં આ કૃત્રિમ રેસાઓમાંથી બનાવેલાં મોજાં બજારમાં મુકાયાં ત્યારે ખૂબ સનસનાટી મચી ગઈ હતી. સ્ત્રીઓનાં કપડાં જે અત્યાર સુધી રેશમમાંથી તૈયાર કરાતાં તે નાયલૉનનાં થવા લાગ્યાં.…

વધુ વાંચો >

નિઓબિયમ

નિઓબિયમ : આવર્તક કોષ્ટકના 5મા (અગાઉના VA) સમૂહનું મૃદુ, તન્ય (ductile) અને ભૂખરા-ભૂરા (grey-blue) રંગનું ધાત્વિક તત્વ. સંજ્ઞા Nb, પરમાણુક્રમાંક 41 અને પરમાણુભાર 92.9064. 1801માં બ્રિટિશ રસાયણશાસ્ત્રી ચાર્લ્સ હેચેટે તેની શોધ કરી હતી. જ્યારે બ્લોમસ્ટ્રેન્ડે તેને 1864માં સૌપ્રથમ છૂટું પાડ્યું હતું. તે મુખ્યત્વે બ્રાઝિલ, નાઇજિરિયા અને કૅનેડામાંથી મળી આવે છે.…

વધુ વાંચો >

નિકલ

નિકલ : આવર્તક કોષ્ટકના 10મા (અગાઉ VIIIA) સમૂહમાં આવેલું સંક્રમણ ધાતુતત્વ. સંજ્ઞા Ni, પરમાણુક્રમાંક 28 અને પરમાણુભાર 58.6934 પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 0.008 % છે. જ્યારે આગ્નેય (igneous) ખડકોમાં તે 0.01 % છે. નિકલ મુખ્યત્વે રશિયા, અમેરિકા (ઑન્ટેરિયો), કૅનેડા, ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, ક્યૂબા તથા નૉર્વેમાં મળી આવે છે. તેની…

વધુ વાંચો >

નિકોટીન

નિકોટીન : તમાકુનાં સૂકવેલાં પાંદડાંઓમાંથી મેળવાતું પ્રવાહી  આલ્કેલૉઇડ. નિકોટિઆના ટેબેકમ તથા નિકોટિઆના રસ્ટિકામાં તે 2 % થી 8 % પ્રમાણમાં સાઇટ્રેટ કે મેલેટ લવણો તરીકે હોય છે. સિગારેટના અવશિષ્ટ(wastes)માંથી તેનું નિષ્કર્ષણ કરી શકાય છે. રાસાયણિક રીતે તે (S) – 3 – (1 – મિથાઇલ – 2 – પાયરોલીડીનાઇલ) પિરીડીન C10H14N2…

વધુ વાંચો >

નિયોડિમિયમ

નિયોડિમિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉ IIIA) સમૂહમાં આવેલ લૅન્થેનાઈડ શ્રેણીમાંનું દુર્લભ મૃદાધાતુતત્વ. સંજ્ઞા Nd, પરમાણુક્રમાંક 60 તથા પરમાણુભાર 144.24. સામાન્ય રીતે તેને મોનેઝાઇટ, બેસ્ટ્નેસાઇટ, એલેનાઇટ જેવાં ખનિજોમાંથી મેળવવામાં આવે છે. ખનિજોનું ભંજન કરવા સલ્ફયુરિક ઍસિડ સાથે ગરમ કરવામાં આવે છે. 1885માં વેલ્સબાખે આ તત્વ શોધેલું. તેણે કહેવાતા ડિડિમિયમ(didymium) તત્વ(ખરેખર…

વધુ વાંચો >

નિયૉન

નિયૉન : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના VIIIB કે શૂન્ય) સમૂહનો, નિષ્ક્રિય વાયુશ્રેણીનો સભ્ય. સંજ્ઞા Ne, પરમાણુક્રમાંક 10 અને પરમાણુભાર 20.179. તેની શોધ ઇંગ્લૅન્ડમાં સર વિલિયમ રામ્સે તથા મૉરિસ ટ્રૅવર્સે 1898માં પ્રવાહી હવાના અભ્યાસ દરમિયાન કરી હતી. એમ માનવામાં આવે છે કે પૃથ્વીના વજનનો 5 × 10–7 % ભાગ નિયૉનનો છે. પૃથ્વીના…

વધુ વાંચો >

નિસ્યંદન (distillation)

નિસ્યંદન (distillation) : પ્રવાહીને ઉકાળી, બાષ્પમાં ફેરવી, એ વરાળને ઠારી પ્રવાહી રૂપે એકઠી કરવાની વિધિ. એ રીતે ઠરેલી વરાળને નિસ્યંદિત (distillate) કહે છે. નિસ્યંદન અથવા આસવનનો મુખ્ય હેતુ બાષ્પશીલ ઘટકોને અબાષ્પશીલ (nonvolatile) પદાર્થોથી અથવા બાષ્પશીલ ઘટકોના મિશ્રણમાંથી અલગ કરવાનો છે. જો મિશ્રણમાં બે ઘટકો હોય તો તેવા નિસ્યંદનને દ્વિઅંગી (binary)…

વધુ વાંચો >

નિસ્યંદિત (distilled) પાણી

નિસ્યંદિત (distilled) પાણી : નિસ્યંદન દ્વારા જેમાંના ઓગળેલા ક્ષારો અને અન્ય સંયોજનો દૂર કરવામાં આવ્યાં હોય એવું શુદ્ધ પાણી. નિસ્યંદિત પાણી અતિશુદ્ધ પાણી છે. તે મેળવવા પ્રથમ આલ્કલાઇન પરમૅન્ગેનેટયુક્ત સાદા પાણીને નિસ્યંદિત કરવામાં આવે છે. પરમૅન્ગેનેટ પાણીમાંના કાર્બનિક દ્રવ્ય અને કાબૉર્નિક ઍસિડને દૂર કરે છે. આ રીતે મળેલા પાણીને સલ્ફ્યુરિક…

વધુ વાંચો >