રસાયણશાસ્ત્ર

ક્લૉરોફૉર્મ

ક્લૉરોફૉર્મ (CHCl3) : શસ્ત્રક્રિયા માટે દર્દીને બેભાન કરવા વપરાતું ભૂતકાળનું મહત્વનું ઔષધ. ત્રણ ભિન્ન વ્યક્તિઓ દ્વારા સૌપ્રથમ વાર આ પ્રવાહી બનાવવામાં આવ્યું. 1831માં જર્મનીમાં જસ્ટસ વૉન લિબિગ, અમેરિકામાં સૅમ્યુઅલ ગુથરી અને ફ્રાન્સમાં યુજીન સૂબેરાંએ લગભગ એક જ સમયે તે બનાવ્યું; પણ 1934માં ઍલેક્ઝાન્ડર ડુમાએ તેને ‘ક્લૉરોફૉર્મ’ નામ આપ્યું અને તેના…

વધુ વાંચો >

ક્લૉરોસલ્ફૉનિક ઍસિડ

ક્લૉરોસલ્ફૉનિક ઍસિડ : ક્લોરિન અને સલ્ફરયુક્ત અકાર્બનિક ઑક્સિઍસિડ. સૂત્ર ClSO2OH. ધૂમાયમાન સલ્ફ્યુરિક ઍસિડ- (H2SO4SO3)માં શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ શોષાતો બંધ થાય ત્યાં સુધી પસાર કરતાં તે મળે છે. SO3 + HCl → ClSO2OH આ ઍસિડને હાઇડ્રોજન ક્લોરાઇડના પ્રવાહમાં નિસ્યંદિત કરવામાં આવે છે. 145°થી 160°સે. મળેલ પ્રવાહીને સંઘનિત કરવામાં આવે છે.…

વધુ વાંચો >

ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ

ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ : સમઅણુ પ્રમાણમાં ક્વિનોન (Q) અને હાઇડ્રોક્વિનોન (QH2) (ક્વિનહાઇડ્રોન) ધરાવતો સંદર્ભ વીજધ્રુવ. 1921માં બિલમૅને દ્રાવણનાં pH મૂલ્યો (H+ આયન સાંદ્રતા) માપવા માટે તેનો ઉપયોગ સૂચવ્યો હતો. હાઇડ્રોક્વિનોન-ક્વિનોન એક અપચયન-ઉપચયન (reduction-oxidation) અથવા રેડૉક્સ પ્રણાલી છે જે નીચે પ્રમાણે દર્શાવી શકાય : સમઅણુ (1:1) પ્રમાણમાં લીધેલા Q અને QH2 એકબીજા…

વધુ વાંચો >

ક્વિનીન (રસાયણ)

ક્વિનીન (રસાયણ) : દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયામાં થતા સિંકોના વૃક્ષની છાલમાંથી છૂટું પાડવામાં આવેલું અગત્યનું આલ્કેલૉઇડ. તે મલેરિયા અને અન્ય પ્રકારના તાવ અને દુખાવો દૂર કરવા તેમજ હૃદયનો તાલભંગ (arrhythmia) દૂર કરવા માટે ઔષધ તરીકે વપરાતું. તેનું સાચું સંરચના-સૂત્ર રજૂ કરવાનું માન પી. રેબેને ફાળે જાય છે. સૂત્ર નીચે મુજબ…

વધુ વાંચો >

ક્વિનોન

ક્વિનોન : ઍરોમૅટિક ડાયકીટોન સંયોજનોનો એક વર્ગ. તેમાં કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ ચક્રીય બંધારણના ભાગ રૂપે હોય છે. ‘ક્વિનોન’ શબ્દ આખા સમૂહ માટે વપરાય છે. પણ મહદંશે તે p-બેન્ઝોક્વિનોન (I) માટે વપરાય છે. o-બેન્ઝોક્વિનોન (II) પણ જાણીતો છે જ્યારે મેટા સમઘટક શક્ય નથી. નૅફ્થેલીન વર્ગના ત્રણ સામાન્ય ક્વિનોન 1, 4-નૅફ્થોક્વિનોન;…

વધુ વાંચો >

ક્ષેત્રગલન (zone melting) અને ક્ષેત્રશુદ્ધીકરણ (zone refining)

ક્ષેત્રગલન (zone melting) અને ક્ષેત્રશુદ્ધીકરણ (zone refining) : તત્વ અથવા સંયોજનને શુદ્ધ કરવા અથવા તેના સંઘટનનું ગલનની ક્રિયા દ્વારા નિયંત્રણ કરવા માટે વપરાતી કાર્યપદ્ધતિ. તેમાં ઘન પદાર્થના એક છેડા તરફના થોડા ભાગને (ક્ષેત્રને) પિગાળવામાં આવે છે. આથી ઘનમાં રહેલી અશુદ્ધિઓનું ઘન-પ્રવાહી ધાર આગળ પુનર્વિતરણ થાય છે કારણ કે પ્રવાહી અને…

વધુ વાંચો >

ખાંડ

ખાંડ : ડાયસેકેરાઇડ શર્કરા સુક્રોઝ માટે સામાન્ય ભાષામાં વપરાતો શબ્દ. ‘શર્કરા’ શબ્દનો ઉલ્લેખ મનુસ્મૃતિમાં છે. ખાંડ માટે સંસ્કૃત શબ્દ ‘શર્કરા’ છે જે આરબો દ્વારા ‘શક્કર’ બન્યો. તેમાંથી જૂના લૅટિનમાં ‘સુકારમ’ અને અંગ્રેજીમાં ‘શુગર’ બન્યો. શેરડી તેનું મુખ્ય પ્રાપ્તિસ્થાન છે. શેરડીનું વાવેતર ભારતમાંથી ઈ. પૂ. 1800-1700 દરમિયાન ચીનમાં પ્રસર્યું. વહાણખેડુઓ દ્વારા…

વધુ વાંચો >

ગજ્જર, ત્રિભુવનદાસ કલ્યાણદાસ

ગજ્જર, ત્રિભુવનદાસ કલ્યાણદાસ (જ. 3 ઑગસ્ટ 1863, સૂરત; અ. 16 જુલાઈ 1920) : ગુજરાતના કેળવણીકાર, સુપ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી, ઉચ્ચ કોટિના શિક્ષક તથા ભારતીય રસાયણ-ઉદ્યોગના આદ્ય પ્રવર્તક. સૂરતમાં વૈશ્ય સુથાર જ્ઞાતિના અગ્રેસર ગણાતા કુટુંબમાં તેમનો જન્મ થયેલો. માતા ફૂલકોરબહેન. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે બી.એ. તથા એમ.એ. થયા બાદ તેઓ થોડો સમય…

વધુ વાંચો >

ગળી (ultramarine) (અકાર્બનિક)

ગળી (ultramarine) (અકાર્બનિક) : સલ્ફરયુક્ત ઍલ્યુમિનોસિલિકેટ ધરાવતો વાદળી રંગનો વર્ણક. મધ્યયુગમાં જળયુક્ત (hydrated) લાજવર્દ(lapis lazuli)ને ખાંડીને તે મેળવવામાં આવતો. એશિયામાંથી વહાણો દ્વારા તે લાવવામાં આવતો હોવાથી તેનું અંગ્રેજી નામ અલ્ટ્રામરિન (beyond the sea) પડ્યું છે. તૈલ-ચિત્રો (oil paintings) માટે તે ખાસ પસંદ કરવામાં આવતો, પણ તે મોંઘો પડતો. તેનો રંગ…

વધુ વાંચો >

ગળી (કાર્બનિક, indigo, indigotin (C16H10O2N2)

ગળી (કાર્બનિક, indigo, indigotin (C16H10O2N2) : પ્રાચીન કાળથી ભારતમાં વપરાતો ગળીના છોડમાંથી મેળવાયેલ સૌપ્રથમ રંગક (dye). ગળીનું ઉદગમસ્થાન ભારત છે. આ રંગકનું જ્ઞાન ભારતમાંથી ઇજિપ્શિયનો તથા રોમનો સુધી પહોંચ્યું. ઇજિપ્તના મૃતદેહો(mummy)નાં 5000 વર્ષ જૂનાં કપડાં ગળીથી વાદળી રંગે રંગાયેલાં જણાયાં છે. તેરમી સદીમાં માર્કો પોલોએ તેનો ઉલ્લેખ કર્યો છે તથા…

વધુ વાંચો >