રસાયણશાસ્ત્ર

અણુકદ

અણુકદ (molar volume) : એક ગ્રામ અણુભાર (એક મોલ) પદાર્થે ઘન, પ્રવાહી કે વાયુરૂપમાં રોકેલું કદ. અણુભાર તથા વિશિષ્ટ કદના ગુણાકાર અથવા અણુભારને વિશિષ્ટ ઘનતા વડે ભાગતાં મળતા આંકડાને અણુકદ કહે છે. ઘણી વાર એક મોલ આદર્શ વાયુએ  સે. અને 1 વાતાવરણના દબાણે રોકેલ કદ માટે પણ ‘અણુકદ’ શબ્દ વપરાય…

વધુ વાંચો >

અણુચાળણી

અણુચાળણી (molecular sieves) : વિશિષ્ટ પ્રકારની અણુરચના ધરાવતા, અતિસૂક્ષ્મ છિદ્રાળુ (ultraporous) (d = 5 – 10 Å) અને વિવિધ અણુઓ પ્રત્યે ચાળણી તરીકે વર્તતાં ઝિયોલાઇટ પ્રકારનાં સ્ફટિકમય ઍલ્યુમિનોસિલિકેટ સંયોજનો. તેમનું સામાન્ય સૂત્ર  છે જ્યાં M ધાતુનો આયન અને n તેની સંયોજકતા છે. કુદરતમાં મળી આવતાં ઝિયોલાઇટ જેવાં કે ચેબેઝાઇટ [(Ca,Na2)Al2Si4O12,6H2O)], મેલિનાઇટ…

વધુ વાંચો >

અણુઘૂર્ણન

અણુઘૂર્ણન (molecular rotation) : પ્રકાશક્રિયાશીલ પદાર્થના વિશિષ્ટ ઘૂર્ણન ને તેના અણુભારથી ગુણતાં મળતી સંખ્યા. અહીં અણુઘૂર્ણન અને MW અણુભાર છે. અણુઘૂર્ણનની આ રીતે મેળવેલી કિંમત ઘણી ઊંચી હોવાથી સમીકરણની જમણી બાજુને 1૦૦ વડે ભાગીને આ કિંમત દર્શાવવામાં આવે છે. ધ્રુવીભૂત પ્રકાશના તલને એક અથવા બીજી દિશામાં ફેરવવાના ગુણધર્મને પ્રકાશક્રિયાશીલતા કહેવામાં…

વધુ વાંચો >

અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement)

અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement) : અણુમાંના પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું સહસંયોજકતાબંધ સહિત સ્થળાંતર (migration) થતું હોય તેવી પ્રક્રિયા. અણુસૂત્રમાં ફેરફાર ન થાય તેવી રીતના પુનર્વિન્યાસમાં સમઘટકો (isomers) ઉત્પન્ન થતા હોવાથી તે સમઘટકીકરણ (isomerisation) તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે પુનર્વિન્યાસ વિસ્થાપન (substitution), યોગશીલ (addition) અને વિલોપન (elimination) પ્રક્રિયાના અનુસંધાનમાં થાય છે.…

વધુ વાંચો >

અણુભાર (Molecular weight)

અણુભાર (Molecular weight) ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યોર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) પ્રમાણે કાર્બનના સમસ્થાનિક(isotope)(C-12)ના વજનના બારમા ભાગ કરતાં કોઈ પણ પદાર્થનો અણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતો આંક. એક મોલ (Mole) (6.02 × 1023 અણુ) પદાર્થના વજનને ગ્રામ અણુભાર (ગ્રામ મોલ) કહે છે. કોઈ પણ પદાર્થના અણુસૂત્રમાં રહેલાં તત્વોના…

વધુ વાંચો >

અણુવક્રીભવન (molar refraction)

અણુવક્રીભવન (molar refraction) : નીચેના સમીકરણ વડે વ્યાખ્યાયિત અને અણુસંરચના ઉપર આધારિત ભૌતિક રાશિ. RM =  અણુવક્રીભવન,  = પદાર્થનો વક્રીભવનાંક, M = પદાર્થનો અણુભાર, અને ρ = પદાર્થની ઘનતા છે. RM પદાર્થનો વિશિષ્ટ ગુણધર્મ છે અને તેનાં પરિમાણ (dimensions), કદનાં છે. અણુવક્રીભવનનો અર્થ, પદાર્થના એક મોલમાં રહેલ અણુઓનું ખરેખર કદ,…

વધુ વાંચો >

અતિવોલ્ટતા

અતિવોલ્ટતા (over-voltage) : દ્રાવણના વિદ્યુતવિભાજન દરમિયાન વીજધ્રુવના અવલોકિત મૂલ્ય અને તે જ સંજોગોમાં વીજપ્રવાહની ગેરહાજરીમાં વીજધ્રુવના વિભવના ઉષ્માગતિજ (પ્રતિવર્તી) મૂલ્ય વચ્ચેનો તફાવત. તેને અતિવિભવ (overpotential) પણ કહે છે. તેનો એકમ વોલ્ટ છે. દ્રાવણમાંથી હાઇડ્રોજન અને ઑક્સિજન ઉત્પન્ન કરતું વિઘટન વોલ્ટેજ(decomposition potential) કૅથોડ (ઋણધ્રુવ) અને ઍનોડ(ધન ધ્રુવ)ના ગુણધર્મ ઉપર આધાર રાખે…

વધુ વાંચો >

અદભુત કાર્બ-સંયોજનો

અદભુત કાર્બ-સંયોજનો (fascinating organic compounds) : વિવિધ પ્રકારના અટપટા આકાર અણુબંધારણ  ધરાવતાં કાર્બનિક સંયોજનો. નીચે દર્શાવેલ કેટલાક અણુઓનાં બંધારણ જોતાં જ તેની અદભુતતા સ્પષ્ટ સમજાશે. ડીવાર બેન્ઝિનનો આકાર ઉઘાડેલ પુસ્તક જેવો, પ્રિઝમેનનો પ્રિઝમ (ત્રિપાર્શ્વ) જેવો, ક્યૂબેનનો ઘન જેવો, ફેરોસીનનો સૅન્ડવિચ જેવો, બાસ્કેટીનનો બાસ્કેટ જેવો અને ઍડેમેન્ટેનનો આકાર પાંજરા જેવો છે, જ્યારે…

વધુ વાંચો >

અધાતુઓ

અધાતુઓ (nonmetals) : રાસાયણિક તત્વોના ધાતુ અને અધાતુ એ બે વિભાગોમાંનો એક. અધાતુ તત્વો ઘન હોય તો બરડ, ઓછી ઘનતાવાળા અને ઉષ્મા તથા વિદ્યુતનાં અવાહક (non-conductors) હોય છે. અધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં ઘણી ભિન્નતા માલૂમ પડે છે. ઑક્સિજન વાયુરૂપ છે, બ્રોમીન પ્રવાહીરૂપ છે જ્યારે આયોડીન ઘનરૂપ છે. પ્રવાહી કે ઘન અધાતુઓને…

વધુ વાંચો >

અધિશોષણ

અધિશોષણ (adsorption) : ઘન, પ્રવાહી અથવા વાયુરૂપ પદાર્થ(અધિશોષ્ય, adsorbate)નું, બીજા ઘન અથવા પ્રવાહી પદાર્થ(અધિશોષક, adsorbant)ની સપાટી કે આંતરપૃષ્ઠ (interface) ઉપર આસંજન દ્વારા સંકેન્દ્રિત થવું. અધિશોષણ પ્રાવસ્થા વચ્ચેનાં આંતર-આણ્વિક બળો(intermolecular forces)ને આભારી હોય છે. તે એક પૃષ્ઠઘટના છે. વિશોષણ (desorption) એ અધિશોષણથી વિરુદ્ધની પ્રક્રિયા છે. ઘણી જૈવિક તથા ઔદ્યોગિક ઉત્પાદન-પ્રક્રિયાઓમાં અધિશોષણ…

વધુ વાંચો >