રસાયણશાસ્ત્ર

સૂચકો (indicators)

સૂચકો (indicators) : કોઈ એક રાસાયણિક પદાર્થ અથવા આયનની હાજરી પોતાના રંગ દ્વારા સૂચવતો પદાર્થ. રાસાયણિક વિશ્લેષણની કદમિતીય (volumetric) પદ્ધતિમાં આવા સૂચકોનો વિશેષ ઉપયોગ થાય છે. સૂચકો અવલોકનકારને એ બાબતનો ખ્યાલ આપે છે કે કોઈ એક – (i) દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક કે તટસ્થ, (ii) ઉપચયન-અપચયન (oxidation-reduction) પ્રક્રિયા સંપૂર્ણ…

વધુ વાંચો >

સેક થૉમસ રૉબર્ટ (Cech Thomas Robert)

સેક, થૉમસ રૉબર્ટ (Cech, Thomas Robert) (જ. 8 ડિસેમ્બર 1947, શિકાગો) : ફક્ત આનુવંશિક (hereditary) અણુ મનાતા આર.એન.એ.(ribonucleic acid, RNA)ના ઉદ્દીપકીય (catalytic) કાર્યની શોધ બદલ 1989ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. સહવિજેતા હતા સીડની ઓલ્ટમેન. થૉમસ રૉબર્ટ સેક સેક ગ્રિનેલ(આયોવા)ની ગ્રિનેલ યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1970માં બી.એ.ની પદવી મેળવી.…

વધુ વાંચો >

સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા

સેન્ટ્રલ ગ્લાસ ઍન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે દેશમાં પ્રથમ જે ચાર કેન્દ્રીય સંશોધન સંસ્થાઓ સ્થાપવાનું નક્કી કર્યું તેમાંની એક સંસ્થા. આ સંસ્થાએ 1944થી નાના પાયે કાર્ય કરવાનું શરૂ કર્યું અને તેનું વિધિવત્ ઉદઘાટન 26 ઑગસ્ટ 1950ના દિવસે થયું. આ સંશોધન સંસ્થાએ પચાસના દાયકામાં જે…

વધુ વાંચો >

સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI) ધનબાદ

સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFRI), ધનબાદ : ભારતના ઇંધનના, ખાસ કરીને કોલસો અને લિગ્નાઇટ જેવા, સ્રોતોને લગતાં પાયારૂપ અને પ્રયુક્ત સંશોધનો માટેની અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા. તે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની એક છે, જેને ISO – 9001 પ્રમાણીકરણ (certification) સૌપ્રથમ પ્રાપ્ત થયું હતું.…

વધુ વાંચો >

સૅન્ડવિચ-સંયોજનો (Sandwich compounds)

સૅન્ડવિચ–સંયોજનો (Sandwich compounds) : જેમાં ધાતુનો પરમાણુ કે આયન બે કે વધુ સમતલ સંલગ્નીઓ (ligands) વચ્ચે પ્રગૃહીત (trapped) હોય તેવાં સંકીર્ણ સંયોજનો માટેનું જાતિગત (generic) નામ. જો ત્રણ સંલગ્ની વચ્ચે બે ધાતુ આયનો ગોઠવાયેલાં હોય તો તેને દ્વિમાપી (double decker) સૅન્ડવિચ-સંયોજન કહે છે. ફેરોસીનની સંરચના સૌથી પહેલું સૅન્ડવિચ-સંયોજન 1951માં બે…

વધુ વાંચો >

સેપોજેનિન (Sapogenin)

સેપોજેનિન (Sapogenin) : સેપોનિનના જળવિભાજનથી મળતાં ઉચ્ચ આણ્વીય એગ્લાયકોનિક સમૂહોવાળાં સંયોજનો. છોડવાઓની અનેક જાતિઓમાં તે સ્ટીરૉઇડ અથવા ટ્રાઇટર્પિનૉઇડ સમૂહોનાં વ્યુત્પન્નો તરીકે ગ્લાયકોસાઇડ સ્વરૂપે મળે છે; આથી સેપોનિનના જળવિભાજનથી સેપોજેનિનની સાથે સાથે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ઝાયલોઝ (xylose), રહેંમ્નોઝ (rhamnose), એરેબિનોઝ (arabinose) જેવી શર્કરાઓ પણ મળે છે. સેપોનિનનું શુદ્ધીકરણ કરવું ઘણું મુશ્કેલ હોવાથી…

વધુ વાંચો >

સેપોનિન (Saponin)

સેપોનિન (Saponin) : પાણી સાથે હલાવતાં સાબુની માફક ફીણ જેવું કલિલી દ્રાવણ આપતાં વિષાળુ ગ્લાયકોસાઇડ સંયોજનોનો એક પ્રકાર. વનસ્પતિસૃષ્ટિમાં તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એશિયા તથા ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય તથા ઉપોષ્ણ (subtropical) વિસ્તારોમાં તેમજ પ્રશાંત (Pacific) મહાસાગરના દ્વીપોમાં થતાં વૃક્ષો અને છોડવાઓની જાતો (species) સોપબેરી (soapberry) તરીકે…

વધુ વાંચો >

સેબેતિયે પૉલ (Sabatier Paul)

સેબેતિયે, પૉલ (Sabatier, Paul) [જ. 5 નવેમ્બર 1854, કારકાન્સોન, ફ્રાન્સ; અ. 14 ઑગસ્ટ 1941, ટૂલોઝ (Toulouse), ફ્રાન્સ] : ફ્રેન્ચ કાર્બનિક રસાયણવિદ અને 1912ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. પૅરિસ ખાતે ઈકોલે નૉર્મલે સુપિરિયોર(Ecole Normale Superieure)માં અભ્યાસ કર્યા બાદ તેઓ કૉલેજ દ ફ્રાન્સમાં માર્સેલિન બર્થોલોટના મદદનીશ બન્યા અને ત્યાંથી 1880માં પીએચ.ડી.ની…

વધુ વાંચો >

સેલિસિલેટ

સેલિસિલેટ : વિવિધ પ્રકારના ચામડીના વિકારો તથા દુખાવો ઘટાડતાં સંયોજનોનું જૂથ. સેલિસિલિક ઍસિડ (જુઓ આકૃતિ) ‘સેલિક્સ’ નામના વૃક્ષની છાલમાંથી મેળવાય છે. તેના પરથી તેનું નામ પડ્યું છે. તે એક રંગવિહીન, સ્ફટિકી સેન્દ્રિય અમ્લ (acid) છે અને વૃક્ષોમાં અંત:સ્રાવ(hormone)નું કામ કરે છે. તે ‘ઍસ્પિરિન’ના સક્રિય ઉપ-ઘટક (component) જેવું બંધારણ ધરાવે છે.…

વધુ વાંચો >

સેલ્યુલોઝ (રસાયણશાસ્ત્ર)

સેલ્યુલોઝ (રસાયણશાસ્ત્ર) : વનસ્પતિમાં મળી આવતો ગ્લુકોઝ એકમોની લાંબી, અશાખાન્વિત (unbranched) શૃંખલા ધરાવતો બહુશર્કરાયુક્ત (polysaccharide) ઘટક. સૂત્ર (C6H10O5)n. ઈ. પૂ. 3500ના અરસામાં ઇજિપ્શિયનો કેટલાક જલજ (aquatic) બરુ(reeds)ની મજ્જા(pith)માંથી લખવા માટેનો પપાયરસ (papyrus) નામનો કાગળ બનાવતા હતા. ‘સેલ્યુલોઝ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1840 આસપાસ કૃષિવિજ્ઞાની જીન બાપ્ટિસ્ટ પાયેને કર્યો હતો. તે છોડ…

વધુ વાંચો >