રમણ સોની

પટેલ, પન્નાલાલ નાનાલાલ

પટેલ, પન્નાલાલ નાનાલાલ (જ. 7 મે 1912, માંડલી, જિ. ડુંગરપુર, રાજસ્થાન; અ. 6 એપ્રિલ 1989, અમદાવાદ) : જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા. અગ્રણી ગુજરાતી નવલકથાકાર, ઉપરાંત વાર્તાકાર, નાટ્યલેખક અને સંસ્મરણાત્મક ગદ્યના લેખક. માતા હીરાબા. પિતા ધાર્મિક પુસ્તકોના વાચક ઉપરાંત કથાકાર અને કથાગાયક. બાળક પન્નાલાલે મીઠી હલકે ગાયેલા ભજનથી પ્રસન્ન થઈને ઈડરના રાજા એમની…

વધુ વાંચો >

પ્રકૃતિવાદ (naturalism) (1)

પ્રકૃતિવાદ (naturalism) (1) : પશ્ચિમી સાહિત્યમાં થયેલું એક વિશિષ્ટ આંદોલન. ‘પ્રકૃતિવાદ’ માટે ‘નિસર્ગવાદ’ શબ્દપ્રયોગ પણ થાય છે. તે આંદોલન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી (પહેલાં ફ્રાન્સમાં, પછી તરત જર્મનીમાં) આરંભાઈને વીસમી સદીના પૂર્વાર્ધ સુધી વિસ્તર્યું ને પછી વિરમી ગયું. આ વાદના મહત્વના પ્રવર્તક ગણાયેલા એમિલ ઝોલાનો નિબંધ ‘ધી એક્સપેરિમેન્ટલ નૉવેલ’(1880) આ વાદનું…

વધુ વાંચો >

પ્રગતિવાદ

પ્રગતિવાદ : સમાજ અને સાહિત્યની પ્રગતિશીલતા સાથે સંકળાયેલો એક વિચારમૂલક અભિગમ. ‘પ્રગતિ’ શબ્દનો અર્થ છે – આગળ ચાલવું, વિકાસ કરવો. પરંતુ એક વાદ તરીકે પ્રગતિવાદ માર્ક્સવાદી વિચારધારાનું સાહિત્ય કે કલામાં પ્રતિફલન છે. ‘પ્રોગ્રેસિવિઝમ’ એવી સંજ્ઞા પશ્ચિમી સાહિત્ય-સંદર્ભમાં રચાયેલી મળતી નથી, પણ ‘પ્રોગ્રેસિવ લિટરેચર’ એવી સાહિત્ય અંગેના એક વિશિષ્ટ વલણને નિર્દેશતી…

વધુ વાંચો >

ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ

ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ (જ. 20 માર્ચ 1898, ઉમરાળા, ભાવનગર; અ. 27 નવેમ્બર 1968, નડિયાદ) : ગાંધીયુગીન સાક્ષરપેઢીના વિવેચક ઉપરાંત ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1920માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ. અસહકારના આંદોલનમાં જોડાતાં એમ.એ.નો અભ્યાસ પડતો મૂકેલો. 1923માં ઉમરેઠની રાષ્ટ્રીય શાળામાં ને 1924માં ભરૂચની શાળામાં શિક્ષક. 1927–28 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશના…

વધુ વાંચો >

મહેતા, નીતિન શાંતિલાલ

મહેતા, નીતિન શાંતિલાલ (જ. 12 એપ્રિલ 1944, જૂનાગઢ) : કવિ, વિવેચક, સંપાદક. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. (1968). અને એમ.એ. (1971) થઈને મણિબેન નાણાવટી કૉલેજ, મુંબઈમાં (1973–1984) અને પછી મ. સ. યુનિવર્સિટી વડોદરા(1984–1991)માં ગુજરાતીના અધ્યાપક. હાલ (1991થી) મુંબઈ યુનિવર્સિટી, મુંબઈમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. આ દરમિયાન 1968–70માં ‘યા-હોમ’ના સંપાદક મંડળમાં, 1972–73 ‘ગ્રંથ’માં તથા…

વધુ વાંચો >

સાહિત્ય-વિવેચન

સાહિત્ય–વિવેચન સાહિત્યકૃતિ અંગેના વિચારણીય પ્રતિભાવથી લઈને સાહિત્યના સિદ્ધાંતોની વિચારણા સુધીનાં અનેક ઘટકો અને સ્તરોને સમાવતો વિચારવ્યાપાર. આ પ્રત્યેક ઘટક વિશેની સ્વતંત્ર, તેમજ એ ઘટકોને પરસ્પર સાંકળતી વિચારણાઓની એક સુદીર્ઘ અને સતત વિકસતી રહેલી પરંપરા બંધાયેલી છે. એટલે કે વિવેચન એક શાસ્ત્ર છે. જોકે આત્મલક્ષી આસ્વાદન અને વસ્તુલક્ષી તત્ત્વગ્રહણ – એવા…

વધુ વાંચો >