રમણીક શાહ
સાવયધમ્મ દોહા (શ્રાવક-ધર્મ દોહા)
સાવયધમ્મ દોહા (શ્રાવક–ધર્મ દોહા) : વિ. સં. 990 લગભગ માળવાની ધારાનગરીમાં દિગમ્બર મુનિ દેવસેન દ્વારા રચાયેલ અપભ્રંશ દોહાસંગ્રહ. તેમાં જૈન ધર્મના ગૃહસ્થોનાં કર્તવ્યોનું વર્ણન છે. દેવસેન સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. સાવયધમ્મ દોહા ઉપરાંત તેમણે સંસ્કૃતમાં ‘આલાપપદ્ધતિ’ અને પ્રાકૃતમાં ‘દર્શનસાર’, ‘આરાધનાસાર’, ‘તત્ત્વસાર’ અને ‘ભાવસંગ્રહ’ નામના ગ્રંથો પણ લખ્યા છે. ‘સાવયધમ્મ…
વધુ વાંચો >સુપાર્શ્ર્વનાથ તીર્થંકર
સુપાર્શ્ર્વનાથ તીર્થંકર : જૈન ધર્મના સાતમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડ પૂર્વ વિદેહ ક્ષેત્રના રમણીય-વિજયમાં ક્ષેમપુરી નામે નગરીમાં સર્વ જીવોના કલ્યાણની વાંછા કરનાર નંદિષેણ નામે રાજા હતા. અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી, અનેકવિધ આરાધનાઓ કરી, વીશસ્થાનકની સાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી, સમાધિમરણ પામી તેઓ છઠ્ઠા…
વધુ વાંચો >સુમતિનાથ તીર્થંકર
સુમતિનાથ તીર્થંકર : જૈન ધર્મના પાંચમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ જંબૂદ્વીપના પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં શંખપુર નામે સુંદર નગરીમાં સર્વત્ર વિજયપતાકા ફેલાવનાર વિજયસેન નામે રાજા અને સુદર્શના નામે રાણીના પુરુષસિંહ નામે પુત્ર હતા. યુવાવસ્થાને પામેલા કુમાર પુરુષસિંહ દેવાંગનાઓ સમાન આઠ કન્યાઓને પરણ્યા, પણ યુવાવસ્થામાં જ વિનયનંદન નામના સૂરિ ભગવંતના…
વધુ વાંચો >