રક્ષા મ. વ્યાસ
બ્રાઝાવિલ પરિષદ
બ્રાઝાવિલ પરિષદ (1944) (1) : આફ્રિકામાં ફ્રેંચોની સત્તા હેઠળનાં સંસ્થાનોમાં શાસકીય સુધારા દાખલ કરવા અંગે વિચારણા કરવા યોજાયેલી પરિષદ. જૂનું કોંગો રાજ્ય (હાલનું ઝાયર) ફ્રાંસનું સંસ્થાન હતું. બ્રાઝાવિલ શહેર આ સંસ્થાનનું પાટનગર હતું. 1944માં આ શહેરમાં સૌપ્રથમ વાર પશ્ચિમ અને વિષુવવૃત્તીય ફ્રેંચ આફ્રિકાના નેતાઓ એકત્રિત થયા હતા. આ પરિષદનો મુખ્ય…
વધુ વાંચો >બ્રૂનો, ગિયોદાર્નો
બ્રૂનો, ગિયોદાર્નો (જ. 1548, નોલા નેપલ્સ; અ. 17 ફેબ્રુઆરી 1600 રોમ) : જાણીતા ઇટાલિયન તત્વચિંતક, ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને ગૂઢવાદી ચિંતક. સાચું નામ ફિલિપ્પો બ્રૂનો, ઉપનામ ‘ઈલ નોલાનો’. તેમના સિદ્ધાંતોએ આધુનિક વિજ્ઞાનનો પાયો નાખ્યો. તેઓ માનવીય મૂલ્યોની સરાહના કરનાર અને એ માટે જીવનું જોખમ ઉઠાવનાર ચિંતક હતા. તેમણે 1562માં નેપલ્સ ખાતે…
વધુ વાંચો >બ્રેખ્ત, આર્નોલ્ડ
બ્રેખ્ત, આર્નોલ્ડ (જ. 26 જાન્યુઆરી 1884, લુબેક, જર્મની; અ. 11 સપ્ટેમ્બર 1977, યુટીન, પશ્ચિમ જર્મની) : જર્મનીમાંથી દેશનિકાલ પામેલ લોકસેવક, વિચારક અને અગ્રણી રાજ્યશાસ્ત્રી. રાજ્યશાસ્ત્રના વૈજ્ઞાનિક સિદ્ધાંતોના ગૂઢ અર્થો પ્રગટ કરવા અંગે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. જર્મનીની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ તેઓ 1906માં લિપઝિગ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રના સ્નાતક બન્યા.…
વધુ વાંચો >બ્રેઝનેવ સિદ્ધાંત
બ્રેઝનેવ સિદ્ધાંત : ‘સમાજવાદ ભયમાં મુકાય ત્યારે સોવિયેત સંઘનો દરમિયાનગીરી કરવાનો અધિકાર’ પ્રસ્થાપિત કરવા રજૂ થયેલ સિદ્ધાંત. રશિયાના અગ્રણીમુત્સદ્દી અને 1964થી 82 સુધી સોવિયેત સામ્યવાદી પક્ષના વડા રહેલા બ્રેઝનેવે આ સિદ્ધાંત પ્રતિપાદિત કરેલો હોવાથી એ ‘બ્રેઝનેવ સિદ્ધાંત’ના નામથી જાણીતો થયો હતો. વીસમી સદીના સાઠીના દસકા દરમિયાન અમેરિકા અને સોવિયેત સંઘ…
વધુ વાંચો >બ્રૅડલી, ફ્રાંસિસ હ્યુબર્ટ
બ્રૅડલી, ફ્રાંસિસ હ્યુબર્ટ (જ. 1846, ઇંગ્લૅન્ડ; અ. 1924, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ચિંતક અને વિવેચક. તેમણે ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. 1870(?)માં તેઓ મર્ટન કૉલેજમાં ફેલો નિમાયા, અને જીવનપર્યંત આ જ સ્થાને કામગીરી બજાવી. તેઓ યુવાનવયમાં કિડનીના રોગનો ભોગ બન્યા હતા અને તેથી શેષ આયુષ્ય અર્ધઅપંગ અવસ્થામાં તેમને ગુજારવું પડ્યું હતું. શેક્સપિયરના…
વધુ વાંચો >બ્લાંક, લૂઈ
બ્લાંક, લૂઈ (જ. 29 ઑક્ટોબર 1811, માડ્રિડ; અ. 6 ડિસેમ્બર 1882, કેન્સ) : ફ્રેંચ સમાજવાદી, રાજનીતિજ્ઞ અને ઇતિહાસકાર. તેમનું પૂરું નામ બ્લાંક ઝ્યાં જૉસેફ લૂઇ હતું. તેમણે રોડેઝ અને ફ્રાંસ ખાતે શાલેય અભ્યાસ કર્યો. ત્યારબાદ બે વર્ષ ખાનગી શિક્ષક તરીકે કામ કર્યું. તેઓ 1839માં ‘રેવ્યુ દ પ્રૉગ્રેસ’ નામક ફ્રેંચ વર્તમાનપત્ર…
વધુ વાંચો >બ્લુમ, લિયો
બ્લુમ, લિયો (જ. 9 એપ્રિલ 1872, પૅરિસ; અ. 30 માર્ચ 1950, જોઉ એન જોસાસ, ફ્રાંસ) : ફ્રાંસના સમાજવાદી રાજનીતિજ્ઞ અને દેશના પ્રથમ સમાજવાદી તથા પ્રથમ યહૂદી પ્રધાનમંત્રી. 1894માં કાયદાની વિદ્યાશાખાના સ્નાતક બન્યા. 1896થી 1919નાં વર્ષો દરમિયાન ‘કાઉન્સિલ ઑવ્ સ્ટેટ’માં તેઓ સરકારના કાનૂની સલાહકાર રહ્યા; સાથોસાથ વકીલાત શરૂ કરી. ફ્રાંસનાં વિવિધ…
વધુ વાંચો >બ્લેકવેલ એલિઝાબેથ
બ્લેકવેલ એલિઝાબેથ (જ. 3 ફેબ્રુઆરી 1821, બ્રિસ્ટૉલ, ઇંગ્લૅન્ડ; અ. 31 મે 1910, હેસ્ટિંગ્સ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : આધુનિક શૈલીના અમેરિકાનાં/વિશ્વનાં સૌપ્રથમ મહિલા-તબીબ. તબીબી અભ્યાસશાખામાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા. મહિલાઓને તબીબી અભ્યાસ માટે ઉત્તેજન આપી તેમણે પાયાનું કાર્ય કર્યું. મહિલાઓના અધિકારો માટેની લડતનાં પણ તેઓ અગ્રણી નેતા હતાં. તેમના પિતા સેમ્યુઅલ બ્લેકવેલ…
વધુ વાંચો >બ્લેર, ટૉની (એન્થની ચાર્લ્સ લિન્ટન)
બ્લેર, ટૉની (એન્થની ચાર્લ્સ લિન્ટન) : (જ. 6 મે 1953, એડિનબરો) : બ્રિટનના મજૂર પક્ષના નેતા અને 1997થી વડાપ્રધાન. 1975માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને બૅરિસ્ટર બન્યા. 1983માં મજૂર પક્ષના રોજફિલ્ડના સુરક્ષિત મતવિસ્તારમાંથી ચૂંટાઈને સંસદની આમસભામાં પ્રવેશ્યા. 1988માં મજૂર પક્ષના છાયા પ્રધાનમંડળમાં ઊર્જા-મંત્રી તરીકે 35 વર્ષની નાની વયે પસંદ થયા…
વધુ વાંચો >ભજનલાલ (ચૌધરી)
ભજનલાલ (ચૌધરી) [જ. 6 ઑક્ટોબર 1930, કોરનવાલી (હાલના પાકિસ્તાનમાં આવેલું ગામ)] : હરિયાણા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને અગ્રણી રાજકારણી. ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમણે જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં રસ લેવાનું શરૂ કર્યું. 1960થી સક્રિય રાજકારણમાં ભાગ લેવાની શરૂઆત કરી અને 1964થી 1968નાં વર્ષો દરમિયાન હરિયાણામાં આવેલા હિસ્સારની નગર પંચાયત સમિતિના…
વધુ વાંચો >