રક્ષા મ. વ્યાસ
પ્રજાસમાજવાદી પક્ષ
પ્રજાસમાજવાદી પક્ષ : પ્રજાલક્ષી સમાજવાદને વરેલો પક્ષ. સ્થાપના : ઑગસ્ટ 1952. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં સમાજવાદી વિચારધારામાં વિશ્વાસ ધરાવતા કેટલાક યુવાન સભ્યોએ સમાજવાદી ચિંતન વિશે ભારતીય સંદર્ભમાં વિચારણા આરંભી. પરિણામે 1934માં કૉંગ્રેસની અંદર જ કૉંગ્રેસ સમાજવાદી જૂથની રચના કરવામાં આવી. જયપ્રકાશ નારાયણ, યૂસુફ મહેરઅલી, અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા,…
વધુ વાંચો >પ્રધાનમંડળ
પ્રધાનમંડળ : સંસદીય લોકશાહીમાં સરકારનો સૌથી અગત્યનો અને સર્વોચ્ચ વહીવટી એકમ. લોકશાહી પદ્ધતિમાં કારોબારીનાં કાર્યો સવિશેષ મહત્વનાં હોય છે. કાર્યો કરવાની તેની પદ્ધતિના આધારે લોકશાહીના બે પેટાપ્રકાર પડે છે : સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. સંસદીય લોકશાહીને ઓળખવાનો એક માપદંડ તેની પ્રધાનમંડળપ્રથા છે. તે સરકારનો ધરીરૂપ એકમ છે. ઘણી વાર…
વધુ વાંચો >પ્રભાવતીદેવી
પ્રભાવતીદેવી (જ. 1906; અ. 15 એપ્રિલ 1973) : ગાંધી વિચારધારાને વરેલાં અગ્રણી મહિલા અને સ્વાતંત્ર્ય-સેનાની. પિતા બ્રિજકિશોર પ્રસાદ કાગ્રેસના નેતા હતા. પ્રાથમિક શિક્ષણ ઘરે જ લીધું, પરંતુ જાણીતા નેતાઓનાં વ્યાખ્યાનો સાંભળવા જાહેર મિટિંગોમાં તેઓ હાજરી આપતાં. સામાજિક કુરિવાજોથી તેઓ દૂર રહી સાદગીભર્યા જીવન પ્રત્યે આકર્ષાયાં. પ્રભાવતીદેવી 14 વર્ષની વયે 1920માં…
વધુ વાંચો >ફર્નાન્ડીઝ, જ્યૉર્જ
ફર્નાન્ડીઝ, જ્યૉર્જ (જ. 3 જૂન, 1930, મૅંગ્લોર, કર્ણાટક) : અગ્રણી કામદાર નેતા. કોંકણીભાષી જમીનદાર પરિવારમાં જન્મ. પિતા જૉન અને માતા એલિસ. લૈલા કબીર સાથે લગ્ન. પિતાની ઇચ્છા તેમને કૅથલિક પાદરી બનાવવાની હતી, જે માટે મગ્લોરની સેંટ પીટર્સ સેમિનરીમાં તેમને અભ્યાસાર્થે દાખલ કર્યા હતા; પરંતુ ત્યાંના પાદરીઓની બેવડી જીવનપદ્ધતિ જોઈને પાદરીજીવન…
વધુ વાંચો >ફલી સામ નરીમાન
ફલી, સામ નરીમાન (જ. 10 જૂન 1929, રંગૂન, મ્યાનમાર) : બંધારણવિદ, કાયદાશાસ્ત્રી અને પ્રથમ પંક્તિના ઍડ્વોકેટ. મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં અભ્યાસ કરી તેના સ્નાતક બન્યા. સોલી સોરાબજી, અનિલ દીવાન અને અશોક દેસાઈ જેવા કાયદાના ક્ષેત્રના ખેરખાંઓ તેમના સહાધ્યાયી અને મિત્રો હતા; તો વાય. વી. ચંદ્રચૂડ અને નાની પાલખીવાળા જેવા ખેરખાં…
વધુ વાંચો >ફલ્ટન
ફલ્ટન : મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રિયાસત. ઇતિહાસપ્રસિદ્ધ નિંબાળકર રજવાડાની તે રાજધાની હતું. સાતારા જિલ્લાના ઈશાન ખૂણે મહાડ–પંઢરપુર રાજ્યમાર્ગ પર સાતારાથી 60 કિમી. દૂર અને પુણેના અગ્નિ ખૂણે 150 કિમી. દૂર બાણગંગા નદીના કાંઠે તે વસેલું છે. તેનો પ્રાચીન ઇતિહાસ…
વધુ વાંચો >ફલ્ટન, જૉન સ્કૉટ બેરન
ફલ્ટન, જૉન સ્કૉટ, બેરન (જ. 27 મે 1902, ડુંડી, સ્કૉટલૅન્ડ; અ. 14 માર્ચ 1986, થૉર્નટન ડાલે, નૉર્થ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ કેળવણીકાર. તેમણે સેંટ એન્ડ્રુઝ અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સ ખાતે પ્રાધ્યાપક તરીકે થોડો સમય સેવાઓ આપી. બીજા વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >ફલ્ટન, રૉબર્ટ
ફલ્ટન, રૉબર્ટ (જ. 14 નવેમ્બર, 1765, લેંકેશાયર કાઉન્ટી, પેન્સિલ્વેનિયા, અમેરિકા; અ. 1815) : અમેરિકી શોધક, સિવિલ એન્જિનિયર અને કલાકાર. શાળાકીય અભ્યાસ બાદ ઝવેરાતના વેપારીને ત્યાં શિખાઉ કારીગર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે ત્યાં હાથીદાંત પર લઘુચિત્રો અને છબીચિત્રો (પોર્ટ્રેટ) કંડારવાની કળામાં નામના પ્રાપ્ત કરી. 1793 પછી તેમણે આ શોખ…
વધુ વાંચો >ફલ્ટન સમિતિ
ફલ્ટન સમિતિ : ઇંગ્લૅન્ડમાં વહીવટી જાહેર સેવાઓની સુધારણા માટે 1968માં નિમાયેલ સમિતિ. તેનો મુખ્ય ઉદ્દેશ નવી શિક્ષણપદ્ધતિ તથા બદલાયેલી જવાબદારીઓના સંદર્ભમાં જાહેર સેવાઓમાં જરૂરી સુધારાઓ માટેની ભલામણ કરવાનો હતો. વહીવટી તંત્રમાં સામાન્યજ્ઞ અને વિશેષજ્ઞ એમ બે મુખ્ય કાર્યશ્રેણી હોય છે. વહીવટના કુશળ સંચાલનમાં આ બે શ્રેણીઓમાંથી કોને પ્રાધાન્ય આપવું તે…
વધુ વાંચો >ફાઇનર, હરમાન
ફાઇનર, હરમાન (જ. 24 ફેબ્રુઆરી 1898; અ. 4 માર્ચ 1969) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી. તેમણે શાલેય અને ઉચ્ચશિક્ષણ લંડન ખાતે મેળવ્યું. તેઓ 1922માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી એમ.એસસી. થયા અને રોકફેરલ ફેલો તરીકે તેમણે 1924માં અમેરિકાનો તથા બીજી વાર 1932માં તે જ રૂએ અમેરિકાનો તથા ઇટાલી અને મધ્યયુરોપનો પ્રવાસ કર્યો. અમેરિકાની…
વધુ વાંચો >