મ. શિ. દૂબળે
પારગમ્યતા (permeability)
પારગમ્યતા (permeability) : બહુકોષીય સજીવોમાં કોઈ એક કોષના રસપડમાંથી પાસેના કોષમાં થતું પદાર્થોનું પ્રસરણ. પારગમ્યતાને લીધે પર્યાવરણ અને સજીવોના કોષો વચ્ચે પણ પદાર્થોની આપલે થતી હોય છે. સામાન્યપણે પ્રવાહીમાં રહેલા રાસાયણિક ઘટકો સંકેંદ્રિત દ્રાવણોમાંથી ઓછા સંકેંદ્રણવાળા દ્રાવણ તરફ વહેતા હોય છે. દાખલા તરીકે, ખાંડનું પ્રમાણ વધુ હોય તેવા દ્રાવણને ખાંડનું…
વધુ વાંચો >પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ
પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ : હડકવા (rabies) પરનો પાશ્ચર-સંશોધિત ઉપચાર થઈ શકે તે અર્થે લુઇ પાશ્ચર અને તેમના અનુયાયીઓ દ્વારા ઈ. સ. 1888માં પૅરિસમાં સ્થાપવામાં આવેલી સંશોધન-સંસ્થા (Institut Pasteur). 1895માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી પાશ્ચરે તેનું પ્રમુખપદ સંભાળ્યું હતું. હાલમાં તે ફ્રાન્સનું રસીનું ઉત્પાદન કરનાર સૌથી મોટું કેન્દ્ર છે. આ સંસ્થાની સૂક્ષ્મજીવવિજ્ઞાન,…
વધુ વાંચો >પિનેલ ફિલિપ્પ
પિનેલ, ફિલિપ્પ (જ. 20 એપ્રિલ, 1745, સેંટ ઍંડર; અ. 25 ઑક્ટોબર, 1826, પૅરિસ, ફ્રાન્સ) : માનસિક રોગના પ્રખ્યાત ફ્રેંચ ચિકિત્સક. કારકિર્દીની શરૂઆત ગણિતના શિક્ષક તરીકે કરી. સાથે સાથે તેઓ વિજ્ઞાન અને ખાસ કરીને આયુર્વિજ્ઞાનના ક્ષેત્રને લગતાં પુસ્તકોનું ભાષાંતર પણ કરતા હતા. આ ઉપરાંત માનસિક રોગની ઇસ્પિતાલના દર્દીઓનું અવલોકન કરીને તે…
વધુ વાંચો >પીએચ (pH)
પીએચ (pH) : દ્રાવણની ઍસિડિકતા કે બેઝિકતા દર્શાવતો અંક. તે ફ્રેન્ચ પદ puissance de hydrogen (હાઇડ્રોજનની પ્રબળતા, સાંદ્રતા કે વિભવ) માટેની સંજ્ઞા છે. જલીય દ્રાવણોની હાઇડ્રોજન આયન સાંદ્રતા દર્શાવવાની આ પ્રણાલી ડૅનિશ જૈવરસાયણવિદ સોરેન સોરેન્સને 1909માં શોધી હતી. તે પ્રમાણે દ્રાવણનું pH મૂલ્ય એટલે દ્રાવણમાંના હાઇડ્રોજન (ખરેખર હાઇડ્રોનિયમ, H3O+) આયનોની…
વધુ વાંચો >પીતજ્વર (yellow fever)
પીતજ્વર (yellow fever) : મચ્છર કરડવાથી માનવ-શરીરમાં ‘B’ સમૂહના અર્બો-વિષાણુઓ પ્રવેશવાથી ઉદભવતો એક રોગ. આ વિષાણુઓ મચ્છર અને માનવ ઉપરાંત કૂકડા અને ઉંદર જેવાં પ્રાણીઓમાં પણ પ્રવેશીને ત્યાં વૃદ્ધિ પામતા હોય છે. આ રોગ મુખ્યત્વે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં પ્રચલિત છે. ક્યૂલેક્સ મચ્છર (આઇડિસ ઇજિપ્ટિ) કરડવાથી માનવ-શરીરમાં પીતજ્વરના…
વધુ વાંચો >પૃષ્ઠવંશી (vertebrata)
પૃષ્ઠવંશી (vertebrata) કરોડરજ્જુ (vertebral column) ધરાવતી પ્રાણીસૃષ્ટિનો એક વિશાળ સમૂહ. બધાં પ્રાણીઓને અપૃષ્ઠવંશી (invertebrata) અને પૃષ્ઠવંશી (vertebrata) એવા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. વર્ગીકરણની દૃષ્ટિએ પૃષ્ઠવંશી પ્રાણીઓને મેરુદંડી (chordata) સમુદાયના એક ઉપસમુદાય(subphylum)માં ગણવામાં આવે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓની ગર્ભાવસ્થાના ઉત્તરકાળ દરમિયાન મેરુદંડ (notochord) ઉપરાંત અથવા તો તેના સ્થાને ખંડિત કરોડરજ્જુ પ્રસ્થાપિત…
વધુ વાંચો >પેન્ટોઝ ફૉસ્ફેટ પથ
પેન્ટોઝ ફૉસ્ફેટ પથ : શરીરની કેટલીક પેશીઓમાં ગ્લુકોઝના વિઘટન સાથે સંકળાયેલ અજારક પ્રક્રિયાની હારમાળા. આ પથનું અનુસરણ કરવાથી ગ્લુકોઝ મૉનોફૉસ્ફેટનું રૂપાંતર પેન્ટોઝ ફૉસ્ફેટ(રિબ્યુલોઝ-5-ફૉસ્ફેટ)માં થાય છે. અહીં સામાન્ય ગ્લાયકોલાયટિક પથમાં પ્રવેશ કરવાને બદલે, હેક્ઝોઝ મૉનોફૉસ્ફેટ (ગ્લુકોઝ મૉનોફૉસ્ફેટ), એક બીજા પથને અનુસરતો હોવાથી આ પથને HMP Shunt (હેક્ઝોઝ મૉનોફૉસ્ફેટ અનુવર્તી પથ) તરીકે…
વધુ વાંચો >પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર)
પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર) : શરીરની બહાર કરવામાં આવતું પેશીઓનું સંવર્ધન. પેશી ઉપરાંત શરીરની બહાર કરવામાં આવતા છૂટાછવાયા કોષોના સંવર્ધનને પણ પેશીસંવર્ધન કહે છે. સજીવોના શરીરમાંથી વિશિષ્ટ જનીનોને અલગ કરીને તેમનું અન્ય સજીવોની પેશીમાં કુશળતાપૂર્વક પ્રસ્થાપન, વિષાણુઓનું અલગીકરણ, આર્થિક રીતે વધુ ઉપયોગી વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન, કૅન્સર જેવા માનવીને હાનિકારક…
વધુ વાંચો >પૅશ્ચુરીકરણ
પૅશ્ચુરીકરણ : ચોક્કસ સમય સુધી નિશ્ર્ચિત તાપમાને પદાર્થને ગરમ કરી તેને સાચવવાની એક પ્રક્રિયા. `પાશ્ચરીકરણ’ના નામે તે જાણીતી છે. વિશેષ કરીને દૂધ સાચવવા આ પ્રક્રિયા મોટા પાયે અપનાવવામાં આવે છે. ગરમી આપવાની આ પ્રક્રિયાથી વાઇન કે બિયર જેવાં પીણાંનો બગાડ થતો અટકાવી શકાય. તેની શોધ લુઈ પૅશ્ચરે 1850-1860ના અરસામાં કરી.…
વધુ વાંચો >પોષણ-માધ્યમ (nutrient medium)
પોષણ-માધ્યમ (nutrient medium) : બૅક્ટેરિયા, ફૂગ જેવા સૂક્ષ્મ જીવો તેમજ વાનસ્પતિક કે પ્રાણીજન્ય કોષોનાં જતન, સંગ્રહ, વૃદ્ધિ કે ગુણન માટે પ્રયોગશાળામાં વપરાતાં પોષકતત્વયુક્ત સંવર્ધન-માધ્યમો. જરૂરિયાત અનુસાર વિવિધ સૂક્ષ્મ જીવો કે કોષોનાં વિશિષ્ટ ખોરાકનાં માધ્યમો રચાય છે. તેમાં પર્યાવરણ પણ એક મહત્ત્વનું પરિવર્તનબળ હોય છે. દેહધાર્મિક પ્રક્રિયા માટે આવશ્યક એવા ન્યૂનતમ…
વધુ વાંચો >