મ. ઝ. શાહ

બિગ્નોનિયા

બિગ્નોનિયા : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક  પ્રજાતિ. આ પ્રજાતિ સ્વરૂપની ર્દષ્ટિએ બે મુખ્ય પ્રકારની જાતિઓ ધરાવે છે : (1) વૃક્ષ અને (2) આરોહી. Bignonia megapotamica એ બગીચામાં અથવા રસ્તાની બેઉ બાજુએ રોપવામાં આવતી વૃક્ષજાતિ છે. આ વૃક્ષ મધ્યમ ઊંચાઈનું થાય છે. પર્ણો સાધારણ નાનાં, થોડાં લાંબાં ચળકતાં અને…

વધુ વાંચો >

બૂચ

બૂચ : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Millingtonia hortensis Linn. f. (હિં. બં., आकाशनीम, नीम चमेली, मीनी-चम्बेली; મ. આકાશ નીમ્બ, નીમી-ચમ્બેલી; ગુ. બૂચ, લટક ચમેલી, આકાશ લીમડો; અં. ઇડિયન કૉર્ક ટ્રી, ટ્રી જૅસ્મિન) છે. તે એક એકલ પ્રરૂપ (monotypic) પ્રજાતિ છે અને બર્મા અને મલાયાની…

વધુ વાંચો >

બેલોપેરોન

બેલોપેરોન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. મોટાભાગની જાતિઓ આછા પાતળા છાંયડામાં નાના છોડ સ્વરૂપે થાય છે અને મોટા છોડની નીચે ઉપક્ષુપ (undershrub) તરીકે રોપવામાં આવે છે. આ બધી જાતિઓને બારેમાસ પુષ્પો બેસે છે. તેમની જાતિ અનુસાર પુષ્પોના રંગમાં વૈવિધ્ય હોય છે. તેની કેટલીક મુખ્ય જાતિઓ નીચે…

વધુ વાંચો >

બોગનવિલા

બોગનવિલા : દ્વિદળી વર્ગમાં આવેલા નિક્ટેજિનેસી કુળની એક શોભન વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bougainvillea spectabilis છે. ડૉ. બોગનવેલ નામના એક ફ્રેન્ચ નાવિકે દક્ષિણ અમેરિકામાંથી આ જાત આણી અને તે પરથી આનું નામ બોગનવિલા પડ્યું છે. આમ તો એ છોડ અને વેલ એ બેની વચમાંની જાત છે. એને કાંટા હોય છે.…

વધુ વાંચો >

બૉટલબ્રશ

બૉટલબ્રશ : દ્વિદળી વર્ગમાં આવેલા મીર્ટેસી કુળની એક વનસ્પતિ. તે સુંદર, સદાહરિત ક્ષુપ કે નાના વૃક્ષસ્વરૂપે મળી આવતી Callistemon નામની પ્રજાતિ છે અને ઑસ્ટ્રેલિયા અને ન્યૂ કૅલેડોનિયાના ટાપુઓમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની સાત જેટલી જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. અત્યંત ઠંડા અને શુષ્ક પ્રદેશો સિવાય સમગ્ર દેશમાં આ જાતિઓને…

વધુ વાંચો >

બૉન્સાઈ

બૉન્સાઈ : વૃક્ષને તદ્દન નાનું રાખી કૂંડામાં ઉછેરવાની એક ઉદ્યાનવિદ્યાકીય (horticultural) પદ્ધતિ. બૉન્સાઇ જાપાની શબ્દ છે. જાપાની સ્ત્રીઓ એમના પગની પાનીઓ નાનપણમાં સખત બાંધી રાખી નાની રાખવા પ્રયત્ન કરે છે. તે જ પ્રમાણે સો-દોઢ સો વર્ષનું વૃક્ષ એની શાખાઓ, પર્ણો, પુષ્પ, ફળ, વડવાઈઓ (હોય તો) બધું એક કૂંડામાં 50થી 60…

વધુ વાંચો >

બ્રાઉનિયા

બ્રાઉનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક શોભન પ્રજાતિ. તે મૂળ સેન્ટ્રલ અમેરિકા અને ટ્રિનિદાદથી ભારતમાં આવેલી મનાય છે. કચનાર, કેસિયા, અશોક વૃક્ષ – એ બધાં એના જાતભાઈ છે. તેની એક જાણીતી જાતિનું વૈજ્ઞાનિક નામ Brownea grandiceps છે. મધ્યમ ઊંચાઈનું આ વૃક્ષ એનાં લીલાંછમ મધ્યમ કદનાં પર્ણો અને…

વધુ વાંચો >

બ્રાયોફાઇલમ

બ્રાયોફાઇલમ : દ્વિદળી વર્ગના વનસ્પતિસમૂહમાં આવેલા ક્રેસ્યુલેસી કુળની એક પ્રજાતિ. તેની એક જાણીતી જાતિ Bryophyllum pinnatum. (Lam.) Kurz. syn. B. calycinum Salisb. (ગુ. એલચો, પર્ણકૂટી, પાનફૂટી, ઝખ્મે-હયાત, ખાટ-ખટુંબો, ઘાયમારી) છે. કેટલીક જગ્યાએ તેને પાષાણભેદ કહે છે. પાષાણભેદનો સાચો છોડ Bergenia ligulata Ergl. syn.; Saxifraga lingulata Wall. છે. લગભગ 0.75 મી.થી…

વધુ વાંચો >

ભીંગડાવેલ

ભીંગડાવેલ : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gmelina hystrix Schult. (ગુ. ભીંગડાવેલ, અર્જુનવેલ, શંખવેલ) છે. તે કાંટાવાળી ભારે વેલ છે અને તેની શાખાઓ પ્રકાંડમાંથી સમાંતરે વિકસી બધી દિશામાં ફેલાતી હોવાથી તે વિપથગામી (straggler) સ્વરૂપની છોડ અને વેલ વચ્ચેની જાતિ ગણાય છે. તેનાં પર્ણો મધ્યમ કદનાં…

વધુ વાંચો >

ભોંયઆમલી

ભોંયઆમલી : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phyllanthus fraternus Webster. syn. P. niruri Hook f. છે. તે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી શાકીય જાતિ છે અને ભારતના ગરમ પ્રદેશોમાં ખાસ કરીને ખેડાયેલી ભૂમિમાં હંમેશાં શિયાળુ-અપતૃણ તરીકે થાય છે. તે સંભવત: બાંગ્લાદેશ અને પશ્ચિમ ભારતની મૂલનિવાસી…

વધુ વાંચો >