મિહિર જોશી
બીઓ ઝાં બૅપ્ટિસ્ટ
બીઓ ઝાં બૅપ્ટિસ્ટ (જ. 21 એપ્રિલ 1774, પૅરિસ; અ. 3 ફેબ્રુઆરી 1862, પૅરિસ) : ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી અને પોલરીમિતિની પહેલ કરનાર વૈજ્ઞાનિક. પિતા જૉસેફ બીઓ ફ્રેંચ સરકારમાં તિજોરી અધિકારી હતા. 1792માં ઝ્યૉ બીઓ ફ્રેંચ લશ્કરમાં જોડાયા અને એક વર્ષ સેવા આપી, જે દરમિયાન બ્રિટન સામે યુદ્ધમાં પણ લડ્યા. ત્યારબાદ ‘લેકોલ સોંત્રાલ…
વધુ વાંચો >બીચ, આલ્ફ્રેડ એલી
બીચ, આલ્ફ્રેડ એલી (જ. 1 સપ્ટેમ્બર 1826, સ્પ્રિંગફિલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 1 જાન્યુઆરી 1896, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના એક ખ્યાતનામ શોધક તથા પ્રકાશક. તેમના પિતાનું નામ મોઝેસ યેલ તથા માતાનું નામ નૅન્સી ડે હતું. બીચ જ્યારે મૅસેચૂસેટ્સમાં આવેલી મોનસન એકૅડેમીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાએ ‘ન્યૂયૉર્ક સન’ નામનું પ્રકાશન ખરીદી…
વધુ વાંચો >બેલ, ઍલેક્ઝાંડર ગ્રેહામ
બેલ, ઍલેક્ઝાંડર ગ્રેહામ (જ. 3 માર્ચ 1847 એડિનબેરો; અ. 2 ઑગસ્ટ 1922, બાડેક, નોવા સ્કોશિયા) : વૈજ્ઞાનિક, અન્વેષક અને બધિરો માટે ઘણુંબધું કાર્ય કરનાર. તેમના પિતા પ્રોફેસર ઍલેક્ઝાંડર મેલવિલે બેલ વાક્-શિક્ષક (speech teacher) હતા.; માતા એલિઝા ગ્રેઇસ સારાં કલાકાર હતાં. 14 વર્ષની ઉંમરે ઍલેક્ઝાંડરે એડિનબરોની રૉયલ હાઈસ્કૂલમાંથી વિનીત થઈને ઍડિનબરો…
વધુ વાંચો >બ્રાઉન, કાર્લ ફર્ડિનાન્ડ
બ્રાઉન, કાર્લ ફર્ડિનાન્ડ (જ. 6 જૂન 1850, ફુલ્દા, હેઝે-કેઝલ; અ. 20 એપ્રિલ 1918, બ્રૂકલીન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : ભૌતિકશાસ્ત્રમાં ગુગ્લિમો માર્કોની સાથે 1909માં સંયુક્તપણે નોબેલ પારિતોષિક મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. રેડિયો ટ્રાન્સમિટરમાં કરવામાં આવેલા ફેરફાર બદલ આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેમણે યુગ્મિત (coupled) ટ્રાન્સમિટર વડે યુગ્મિત રિસીવર બનાવ્યાં, જેના દ્વારા બિનતારી…
વધુ વાંચો >બ્રાઉનિયન ગતિ
બ્રાઉનિયન ગતિ (બ્રાઉની હલનચલન) (Brownian movement) : તરલમાં અવલંબિત કણોની ગતિજ સક્રિયતા (kinetic activity). પાણીમાં અવલંબિત પરાગકણો(pollen grains)નો સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કરતાં 1827માં વનસ્પતિવિદ રૉબર્ટ બ્રાઉને જોયું કે આ કણો અવિરત (ceaseless), યાર્દચ્છિક (random) અથવા વાંકીચૂંકી (zigzag) અને વૃંદન (swarming) ગતિ (motion) ધરાવે છે. આ ગતિ બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખાય…
વધુ વાંચો >બ્રિજમૅન, પર્સી વિલિયમ્સ
બ્રિજમૅન, પર્સી વિલિયમ્સ (જ. 21 એપ્રિલ 1882, કૅમ્બ્રિજ, મેસેચૂસેટ્સ; અ. 20 ઑગસ્ટ 1961, રેન્ડોલ્ફ, ન્યૂ હૅમ્પશાયર) : ઊંચા તાપમાન અને દબાણે આવેલા પદાર્થના અભ્યાસ માટે પ્રખ્યાત બનેલા પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી. તેમને અતિ ઊંચું દબાણ ઉત્પન્ન કરવા માટેના ઉપકરણની શોધ તથા તેના વડે ઉચ્ચ દબાણક્ષેત્રે શોધખોળો કરવા માટે, 1946નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક…
વધુ વાંચો >માઇક્રોફોન
માઇક્રોફોન (Microphone) : વીજધ્વનિક (electro-acoustic) ઉપકરણ (device). તેમાં ધ્વનિના તરંગોને તેને અનુરૂપ વીજતરંગોમાં રૂપાંતરિત કરવા ટ્રાન્સડ્યૂસર(transducer)નો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક માઇક્રોફોનોનું વર્ગીકરણ દબાણ ઉપર, પ્રચલન (gradient) ઉપર, દબાણ તથા પ્રચલન બંને ઉપર અને તરંગ પર આધારિત એમ ચાર પ્રકારે કરવામાં આવે છે. દબાણ-પ્રકારના માઇક્રોફોનમાં દબાણમાં ફેરફારને અનુરૂપ વીજતરંગો ઉત્પન્ન…
વધુ વાંચો >માઇક્રોવેવ
માઇક્રોવેવ (Microwaves) : એક પ્રકારના વીજચુંબકીય તરંગો (electromagnetic waves). તરંગલંબાઈ મુજબ તેમને ડેસિમીટર તરંગ, સેન્ટિમીટર તરંગ અને મિલિમીટર તરંગ તરીકે વિભાજિત કરવામાં આવે છે. આ આયનીકરણ કરતા ન હોય (non-ionizing) એવા તરંગો છે. તેની શક્તિ 10–5 eVથી 0.01 eV જેટલી હોય છે. વીજચુંબકીય વર્ણપટમાં માઇક્રોવેવની પડોશમાં ઓછી તરંગ-લંબાઈના વિસ્તારમાં પારરક્ત વિકિરણો…
વધુ વાંચો >માઇક્રોવેવ ઘટકો
માઇક્રોવેવ ઘટકો (microwave elements) માઇક્રોવેવ ઉપર ખાસ પ્રકારની અસરો ઉપજાવતા ભૌતિક ઘટકો. તે માઇક્રોવેવ પરિપથ ઘટકો (microwave circuit elements) તરીકે પણ ઓળખાય છે. આ વિવિધ ભૌતિક ઘટકો (physical elements) નીચે પ્રમાણે છે : જુઓ આકૃતિ 1. તરંગપથક (waveguide) : કોઈ એક પ્રણાલીમાં માઇક્રોવેવનું પ્રસરણ (transmission) એક સ્થાનેથી બીજા સ્થાને કરવા…
વધુ વાંચો >મુક્ત ઊર્જા
મુક્ત ઊર્જા (free energy) : પ્રણાલીના સ્વયંભૂ (spontaneous) રૂપાંતરણ(transfromation)માંથી પ્રાપ્ય મહત્તમ કાર્યની આગાહી કરવા માટેની યથાર્થ (exact) ઉષ્માગતિજ રાશિ. તે રૂપાંતરણ અથવા પ્રક્રિયાની સ્વયંસ્ફૂરિતતા (સ્વયંભૂતા) માટેનું અભિલક્ષણ (criterion) પૂરું પાડે છે અને પ્રક્રિયા કેટલી મહત્તમ માત્રા (extent) સુધી થશે અથવા કેટલી મહત્તમ નીપજ આપશે તેનું સૂચન કરે છે. રાસાયણિક સમતોલનની…
વધુ વાંચો >