માનસશાસ્ત્ર
ગઝેલ, આનૉર્લ્ડ
ગઝેલ, આનૉર્લ્ડ (જ. 21 જૂન 1880, આલ્મા, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 29 મે 1961, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : નવજાત શિશુના માનસિક વિકાસના આદ્ય સંશોધક. બાળમનોવિજ્ઞાનના સ્થાપક સ્ટેનલી હૉલના વિદ્યાર્થી ગઝેલે અમેરિકાની ક્લાર્ક યુનિવર્સિટીમાંથી 1906માં મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1915માં તેમણે યેલ યુનિવર્સિટીમાંથી તબીબી ડિગ્રી પણ મેળવી હતી. તેમણે યેલ…
વધુ વાંચો >ગત્યાત્મક માનસશાસ્ત્ર
ગત્યાત્મક માનસશાસ્ત્ર (dynamic psychology) : મનુષ્યનાં વર્તન અને ક્રિયાઓ સમજવા માટેની માનસશાસ્ત્રની એક શાખા. રૉબર્ટ સેશન્સ વુડવર્થનું નામ ગત્યાત્મક માનસશાસ્ત્રના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ છે. 1910થી 1960 સુધીનાં પચાસ વર્ષોમાં વુડવર્થે વર્તનરૂપી મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ કેવી રીતે અને શા માટે થાય છે એ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે વુડવર્થના વિચારો…
વધુ વાંચો >ગુનાશાસ્ત્ર (criminology)
ગુનાશાસ્ત્ર (criminology) : ગુના સંબંધી વિજ્ઞાન. ‘ગુનાશાસ્ત્ર’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ફ્રેંચ માનવશાસ્ત્રી પી. ટોપિનાર્ડનાં લખાણોમાં ઓગણીસમી સદીના અંત ભાગમાં થયેલો. વ્યક્તિના ગુના સ્વરૂપના ગેરકાયદેસર વર્તનનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ‘ગુનાશાસ્ત્ર’ને વિકસાવવામાં મુખ્ય ભાગ ભજવનારાં વિજ્ઞાનોમાં મુખ્યત્વે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, મનોચિકિત્સાશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, તેમજ કાયદાશાસ્ત્રને ગણાવી શકાય. આધુનિક સંદર્ભોમાં, ગુનાશાસ્ત્ર એટલે ગુનો…
વધુ વાંચો >ગુહા, બી. એસ.
ગુહા, બી. એસ. (જ. 15 ઑગસ્ટ 1894, શિલોંગ, આસામ; અ. 20 ઑક્ટોબર 1961, [બિહાર] ઘટશિલા જમશેદપુર) : ભારતમાં માનવશાસ્ત્રનો પાયો નાખનારા વિદ્વાન. ડૉ. બિરજાશંકર ગુહા 1915માં ફિલૉસૉફી વિષય સાથે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. 1922માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રમાં એમ.એ. અને 1924માં ‘ધ રેસિયલ બેઝીઝ ઑવ્ ધ કાસ્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા’ મહાનિબંધ…
વધુ વાંચો >ગોલ્ડસ્ટાઇન, કુર્ત
ગોલ્ડસ્ટાઇન, કુર્ત (જ. 6 નવેમ્બર 1878 [Kattowitz], પ્રોવિન્સ ઑવ્ સિલેશિયા, જર્મની; અ. 19 સપ્ટેમ્બર 1965, ન્યૂયૉર્ક) : જર્મનીના ન્યુરૉલૉજી અને સાઇકિયાટ્રીના વિદ્વાન. લોઅર સિલેસિયાની બ્રેસલાઉ યુનિવર્સિટીમાંથી તબીબી વિદ્યાશાખાની ડિગ્રી 1903માં મેળવ્યા બાદ તેમણે, ફ્રાંકફૂર્ત યુનિવર્સિટીના ‘ન્યુરૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ’માં ન્યુરૉલૉજી અને સાઇકિયાટ્રીના પ્રોફેસર તેમજ નિયામક તરીકે કામ કર્યું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન મગજની…
વધુ વાંચો >ઘૃણા-ચિકિત્સા (aversion therapy)
ઘૃણા-ચિકિત્સા (aversion therapy) : પ્રયોગલક્ષી મનોવિજ્ઞાનના અભિગમ પર આધારિત એક પ્રકારની માનસોપચારની પદ્ધતિ. આ પદ્ધતિનો પાયો શાસ્ત્રીય અભિસંધાન(classical conditioning)ના સિદ્ધાંતો પર આધારિત છે. દર્દીને માટે નુકસાનકારક હોય તેવી આદતો કે વ્યક્તિને સમાયોજનમાં નડતી, એને માટે આકર્ષક પણ સામાજિક-નૈતિક ર્દષ્ટિએ અયોગ્ય હોય તેવી વર્તનભાત કે ઉદ્દીપકની સાથે કોઈ એક ઘૃણાજનક ઉદ્દીપકને…
વધુ વાંચો >ચમત્કાર
ચમત્કાર : ભૌતિક પરિબળો કે માનવશક્તિના પ્રભાવથી બની ન શકે તેવો આશ્ચર્યજનક બનાવ. ચમત્કારમાં ભૌતિક તેમજ માનસિક જગતના કુદરતી નિયમોનું કોઈ દૈવી તત્વ દ્વારા અતિક્રમણ થતું જણાય છે. આમ, ચમત્કાર હંમેશાં કોઈ દૈવી તત્વની ચમત્કારિક શક્તિને કારણે બને છે. આ દૈવી તત્વ કોઈ દેવ કે ઈશ્વર પણ હોઈ શકે અથવા…
વધુ વાંચો >ચાલકબળ
ચાલકબળ : જુઓ પ્રેરણા
વધુ વાંચો >ચિકિત્સા, મનોવિજ્ઞાન
ચિકિત્સા, મનોવિજ્ઞાન : મનોવિજ્ઞાનની એક પ્રયોગલક્ષી શાખા. કેટલીક વ્યક્તિઓ પોતાની જાત સાથે અને સામાજિક, સાંસ્કૃતિક અને ભૌતિક વાતાવરણ સાથે સમાયોજન (adjustment) સાધવામાં મુશ્કેલી અનુભવે છે. કેટલાક માણસો માનસિક અને વાર્તનિક સમસ્યાઓથી પીડાય છે. કેટલાક લોક વ્યક્તિત્વબંધારણની ખામીઓથી પીડાય છે અને જીવનનો વાસ્તવિક સંઘર્ષ વેઠવામાં પાછા પડે છે, જવાબદારી નિભાવવામાં પાછા…
વધુ વાંચો >ચેતના (consciousness)
ચેતના (consciousness) : માનવશરીરની અંદર અથવા બહાર પર્યાવરણમાં થતી પ્રક્રિયાઓ અંગેની જાગૃતિ અથવા સભાનતા. તે એક પરિકલ્પના (concept) છે. મનની કોઈ અવસ્થા નથી; પરંતુ મનની ઘણી બધી સ્થિતિનો ચેતનામાં અનુભવ છે; મનની અવસ્થાઓ સતત બદલાતી રહે છે. ચેતનાના સ્વરૂપ વિશે સદીઓથી મનોવિજ્ઞાનીઓ, તત્વચિંતકો, ફિલસૂફો, તબીબો વગેરેમાં ઘણાં મતમતાંતરો પ્રવર્તે છે.…
વધુ વાંચો >