મહેશ ચોકસી

ઑસ્ટિન હર્બટ ઑસ્ટિન બૅરન

ઑસ્ટિન, હર્બટ ઑસ્ટિન બૅરન (જ. 8 નવેમ્બર 1866, બકિંગહૅમ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 23 મે 1941, બર્મિંગહામ, ઇંગ્લેન્ડ) : મોટરકારના નામી નિર્માતા. તેમણે બ્રૅમ્પટન કૉલેજ ખાતે અભ્યાસ કર્યો. 1884માં તેઓ ઑસ્ટ્રેલિયા ગયા અને ઇજનેરી કારખાનામાં કામ કર્યું. 1893માં તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા; 1895માં વુલ્ઝલી કંપનીના સહયોગમાં સૌપ્રથમ 3 પૈડાંવાળી મોટરકારનું નિર્માણ કર્યું.…

વધુ વાંચો >

કટાક્ષ

કટાક્ષ : વ્યક્તિમાં કે સમષ્ટિમાં રહેલાં દુર્ગુણો, મૂર્ખાઈ, દુરાચાર કે નબળાઈઓને હાંસી (ridicule), ઉપહાસ (derision), વિડંબના (burlesque) કે વક્રોક્તિ (irony) રૂપે બહુધા તેમાં સુધારો લાવવાની ભાવનાથી તેની નિંદા કે ઠપકા માટે પ્રયોજાતું સાહિત્ય-સ્વરૂપ. તેના માટે અંગ્રેજી પર્યાય છે SATIRE અને તેનું મૂળ છે લૅટિન શબ્દ SATIRA, જે SATURAનું પાછળથી ઉદભવેલું…

વધુ વાંચો >

કથાકાવ્ય

કથાકાવ્ય (ballad) : ટૂંકો વાર્તારૂપ લોકગીતનો પ્રકાર. તેનું મૂળ છે લૅટિન તથા ઇટાલિયન શબ્દ ‘ballare’ એટલે કે ‘નૃત્ય કરવું’. તાત્વિક રીતે કથાકાવ્ય એટલે કે બૅલડ વાર્તાની માંડણીવાળો ગીતપ્રકાર છે અને મૂળે તે નૃત્યની સંગતરૂપે રજૂ થતી સંગીતરચના હતું. ઘણાખરા દેશ-પ્રદેશની સંસ્કાર-પરંપરામાં કથાકાવ્યનો પ્રકાર પ્રચલિત થયેલો જોવા મળે છે. દરેક પ્રજાની…

વધુ વાંચો >

કથાઘટક

કથાઘટક : સાહિત્ય કે કલાની કૃતિમાં વણાયેલો કેન્દ્રવર્તી વિચાર. દા. ત., ઈર્ષ્યાભાવ એ ‘ઑથેલો’નું કથાબીજ કે ઘટક છે. આને માટે ફ્રેન્ચ ભાષામાં motif અને અંગ્રેજીમાં motive શબ્દો છે. અલબત્ત કેટલાક આંગ્લ લેખકો અંગ્રેજીમાં પણ motif લખાય-વપરાય એવો આગ્રહ સેવે છે. કૃતિનો પ્રધાન વિચાર ક્યારેક પાત્ર નિમિત્તે વ્યક્ત થતો હોય છે.…

વધુ વાંચો >

કથાવસ્તુ

કથાવસ્તુ (plot) : મુખ્યત્વે કલ્પનાશ્રિત સાહિત્યપ્રકારોમાં પરસ્પર સંકળાયેલાં કાર્યો કે ઘટનાઓનો રચનાબંધ. અંગ્રેજીમાં ‘પ્લૉટ’ તરીકે ઓળખાતી આ પ્રયુક્તિ વડે રચનાકાર નાટક, કાવ્ય તથા નવલકથામાં ઘટનાઓની યોજના કે ગોઠવણી અથવા પાત્રો-પ્રસંગોની ગૂંથણી એ રીતે કરતો રહે છે કે વાચક કે પ્રેક્ષકના ચિત્તમાં જિજ્ઞાસા ઉત્તેજાઈને કુતૂહલભાવ સતત સંકોરાતો રહે. કથાવસ્તુમાં અભિપ્રેત સ્થળ-સમયના…

વધુ વાંચો >

કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ

કનોરિયા સેન્ટર ફૉર આર્ટ્સ : લલિત કલાના ક્ષેત્રે અભિનવ પદ્ધતિએ શિક્ષણ આપતું અમદાવાદનું વિશિષ્ટ કલાકેન્દ્ર. 1971માં સ્થપાયેલા ‘ધ ક્રિયેટિવ આર્ટ્સ ફંડ’ તથા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી 1984માં આ કેન્દ્રની સ્થાપના થઈ. અહીં કયા પ્રકારની શિક્ષણપ્રથા અપનાવવી તે માટે નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવા સપ્ટેમ્બર 1983માં વિવિધ પ્રવૃત્તિક્ષેત્રના દેશભરના અગ્રણી નિષ્ણાતોનો પરિસંવાદ યોજવામાં…

વધુ વાંચો >

કન્ટ્રી વાઇફ

કન્ટ્રી વાઇફ (1675) : આંગ્લ નાટ્યકાર વિલિયમ વિચર્લી (1641-1715) રચિત પ્રખ્યાત કૉમેડી નાટક. 1675માં પ્રગટ થયેલું અને એ જ વર્ષે 12 જાન્યુઆરીના રોજ લંડનના થિયેટર રૉયલમાં ભજવાયેલું આ નાટક આજે તેમની શ્રેષ્ઠ કૃતિ લેખાય છે. સામાજિક તથા જાતીય જીવનનાં દંભ તેમજ લાલસા અને નગરજીવનની ભ્રષ્ટ રીતભાત પરત્વે તેમાં તીવ્ર કટાક્ષયુક્ત…

વધુ વાંચો >

કન્નડ હસન

કન્નડ હસન (જ. 24 જૂન 1927, સિરુકુડલપટ્ટી, જિ. રામનાથપુર, તમિલનાડુ; અ. 17 ઑક્ટોબર 1981, શિકાગો, ઇલિનોઇસ, યુ.એસ.) : તમિળ ભાષાના અગ્રણી કવિ-નવલકથાકાર. તેમની નવલકથા ‘ચેરામન કદલી’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને કોઈ પ્રકારનું વિધિસર શિક્ષણ મળ્યું ન હતું. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કાવ્યની રચના કરી હતી.…

વધુ વાંચો >

કલા અને કલાતત્વ

કલા અને કલાતત્વ માનવનિર્મિત સુંદર રચના અને તેનું હાર્દ. માનવીના કૌશલ્યનું તે નિર્માણ છે અને એ રીતે તે કુદરતી – કુદરતસર્જિત પદાર્થથી તદ્દન જુદી છે. સૂર્યોદય સુંદર હોય પણ એ કલાકૃતિ નથી કારણ કે એનું નિર્માણ માનવે નથી કર્યું. કલા એ કુદરતની નહિ પણ માનવની નિર્માણપ્રવૃત્તિ છે એ વ્યાખ્યાની વ્યાપકતાને…

વધુ વાંચો >

કલ્પન અને કલ્પનશ્રેણી

કલ્પન અને કલ્પનશ્રેણી (image and imagery) : સંવેદન કે અનુભૂતિને શબ્દ દ્વારા મૂર્ત રૂપ આપવા પ્રયોજાતી ભાષા. આ બંને પદોના શબ્દાર્થ ઉપરાંત સંકેતાર્થો પણ ઘણા છે. કલ્પન એટલે કેવળ મનોગત ચિત્ર એવું તો નથી જ. સામાન્ય રીતે કલ્પનશ્રેણી એટલે પદાર્થો, કાર્યો, લાગણીઓ, વિચારો, મનોરથો, મન:સ્થિતિઓ તથા ઇન્દ્રિયગમ્ય કે ઇન્દ્રિયાતીત અનુભવો…

વધુ વાંચો >